- ખોડલધામ મંદિરે પાંચ પ્રકલ્પો સાથે ઉજવાયો તેજસ્વીતા સ્નેહમિલન
ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા સંચાલિત શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન- રાજકોટ અને શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા વર્ષોથી સર્વ સમાજના યુવાનો માટે સ્પર્ધાત્મક પરીક્ષાના તાલીમ વર્ગો શહેરના શ્રી સરદાર પટેલ ભવન ખાતે ચાલી રહ્યા છે. જેમાં યુપીએસસી, જીપીએસસી, ઉપરાંત વર્ગ 1, 2 અને 3ની સ્પર્ધાત્મક પરીક્ષાના તાલીમ વર્ગોમાંથી તાલીમ લઈને અનેક યુવાનો વિવિધ સરકારી વિભાગમાં પ્રતિષ્ઠિત જગ્યા પર ફરજ બજાવી રહ્યા છે. સંસ્થામાંથી તાલીમ મેળવીને સરકારી નોકરી મેળવનારા તમામ તેજસ્વી અધિકારીઓ-કર્મચારીઓના સ્નેહમિલન સમારોહનું આયોજન 10 નવેમ્બર ને રવિવારના રોજ શ્રી ખોડલધામ મંદિર-કાગવડ મુકામે કરવામાં આવ્યું હતું.
શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સ્નેહમિલન સમારોહમાં સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન- રાજકોટ દ્વારા વિવિધ પાંચ પ્રકલ્પોનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. 10 નવેમ્બર ને રવિવારે યોજાયેલા તેજસ્વિતા સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહેનાર તમામ સફળ વિદ્યાર્થીઓનું ટ્રસ્ટીઓ દ્વારા મા ખોડલની છબી આપી, ખેસ પહેરાવીને ખોડલધામની માહિતી પુસ્તિકા આપીને સન્માન કરવામાં આવ્યું હતું.
સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન પ્રમુખ હરેશભાઈ પરસાણાએ સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ સ્નેહમિલન કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પધારેલા રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી, રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા અને મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈનું ટ્રસ્ટીઓ દ્વારા મા ખોડલની છબી અર્પણ કરીને ખેસ પહેરાવીને સન્માન કરાયું હતું. ત્યારબાદ સ્નેહમિલન સમારોહમાં પધારેલા ક્લાસ-1 અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા વિવિધ 5 પ્રકલ્પોનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. જેમાં સૌપ્રથમ સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનની નવી શાખા જે ગાંધીનગર ખાતે શરૂ થનાર છે તેનું લોન્ચિંગ કરાયું હતું. ત્યારબાદ ઞઙજઈ-ૠઙજઈની જુનિયર ફાઉન્ડેશન કોર્ષનું ગુજરાતમાં સૌપ્રથમ વખત ૠઙજઈ પ્રિલિમ્સ માટે અંગ્રેજી માધ્યમમાં શરૂ થનાર ઓનલાઈન બેચનું લોન્ચિંગ ઈંઈંઝ/ગઊઊઝની ફાઉન્ડેશન બેચનું લોન્ચિંગ પાંચમાં પ્રકલ્પ તરીકે શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન ન્યૂઝ લેટર (ત્રિમાસિક)નું ઉપસ્થિત મહેમાનોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.
આ સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, હું જ્યારે આઠ વર્ષ પહેલા આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે આવ્યો હતો ત્યારથી મારે જઙઈઋ સાથે નાતો છે. હું આ સંસ્થામાં લેક્ચર આપવા માટે જતો હતો. સંસ્થા દ્વારા જે પ્રકલ્પો શરૂ કરવામાં આવ્યા છે તે ખૂબ જ ઉપયોગી છે. આ ઉપરાંત તેમણે યુપીએસસી જેવી કઠિન પરીક્ષા પાસ કરવા માટે કેવી રણનીતિ અપનાવવી જોઈએ તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.
પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ લોકોને શિક્ષિત કરવા માટે અને યુવાનોને સારી જગ્યાએ નોકરી મળે તે માટે જઙઈઋ સંસ્થા દ્વારા જે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેને બિરદાવ્યા હતા.
રાજકોટ મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈએ પોતાના વક્તવ્યમાં યુવાનોને કારકિર્દી નિર્માણ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, સરકારી નોકરીમાં આપને જે ભૂમિકા મળી છે તેને સારી રીતે પૂર્ણ કરવી જોઈએ.
શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલે જણાવ્યું કે, શ્રી ખોડલધામ માત્ર મંદિર ન રહી જતાં શિક્ષણ અને આરોગ્યના કામ થાય તેની ચિંતા કરી છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા રાજકોટ નજીક અદ્યતન કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનું નિર્માણ થવા જઈ રહ્યું છે. જેમાં સૌરાષ્ટ્રના લોકોને ઘર આંગણે જ એક છત નીચે તમામ સારવાર આપવામાં આવશે. સાથે જ તેમણે સૌને નવા વર્ષની શુભકામના પાઠવી હતી.
અતિથિ વિશેષ તરીકે રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી, રાજકોટ મ્યુનિ. કમિશનર દેવાંગ દેસાઈ,રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા ઉપસ્થિત રહ્યા હતા.