રાજકોટની તરૂણીએ મંદિરની ભવ્યતાને મધુર વાણીમાં વર્ણવી
અબતક, રાજકોટ
ખોડલધામના પાંચમા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે ખોડલધમના સર્જનથી આજ સુધીની સફર અને મા ખોડલના ભવ્ય દર્શનની ઝાંખી કરાવતી ડોક્યુમેન્ટરી લોન્ચ કરવામાં આવી છે. રાજકોટની માત્ર તેર વર્ષની યુ ટયૂબર શીવાલી દવે એ મંદિરની ભવ્યતા દિવ્યતાને ખુબજ રસપ્રદ અને મીઠડી જબાનમાં વર્ણવી છે.જાણે કે આપણે સદેહે ખોડલધામની સફર કરતા હોય .પ્રભાવક સંગીત અને અદભૂત લાઈટિંગ સાથેની વિડિયોગ્રાફી ડોક્યુમેન્ટરીની વિઝ્યુઅલ અપીલ વધારે છે.પ્રોડક્શન આંતર રાષ્ટ્રીય સ્તરનું થયું છે.
સોનામાં સુગંધ ભળે એવી વાત એ છે કે નરેશભાઈ પટેલની મુલાકાત શિવાલી એ લીધી છે.જેમાં ખોડલધામના સર્જન અંગે હજુ સુધી ક્યારેય ન શેર કરેલા પ્રસંગો પ્રથમ વખત શેર કર્યા છે. સાથે જ નરેશભાઈ નાનકડી શિવાલીની ઇન્ટરવ્યૂ લેવાની કળા અને રિસર્ચ તથા મા ખોડલ પ્રત્યેની શિવાલીની પ્રગાઢ શ્રધ્ધાથી અભિભૂત થયા હતા. આ મુલાકાત ડોક્યુમેન્ટરી ની શ્રધ્ધેયતા વધારે છે.
YouTube ઉપર shivalidavegujarat, https://www. youtube.com/watch?v=sn-l-txNWtU ઉપર ખોડલધામની આ ડોક્યુમેન્ટરી જોવા મળશે. .