ભૂમલિયામાં જમીનની ખરીદી: નરેશભાઇ પટેલે કરી સાઇટ વિઝિટ
વિશ્ર્વની સૌથી મોટી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા જ્યાં પ્રસ્થાપીત કરવામાં આવી છે. તે સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ખોડલધામ સંકુલનું નિર્માણ કરવામાં આવશે. જમીનની ખરીદી કરી લેવામાં આવી છે. ભૂમલીયા ગામ પાસે સંકુલ બનશે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા ગુજરાતના અલગ અલગ ઝોનમાં શ્રી ખોડલધામ સંકુલનું નિર્માણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. સમાજને ઉપયોગી સંકુલના નિર્માણને લઈને શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટી મંડળ સતત પ્રયત્નશીલ છે.
નરેશભાઈ પટેલે પાટણ, અમદાવાદ, સ્ટેચ્યૂ ઓફ યુનિટી (કેવડિયા કોલોની) અને સુરતની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ભૂમિ અધિગ્રહણ સમારોહ અને અગ્રણીઓ સાથે બેઠક સહિતના કાર્યક્રમો યોજીને ખોડલધામના આગામી પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ થાય તે માટેનું માર્ગદર્શન આપી પ્રોજેક્ટ અંગે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો.
નરેશભાઈ પટેલ ગત 16મીએ પાટણ જિલ્લાના સંડેર ગામે આવેલા સુપ્રસિદ્ધ સંડેરી માતાજીના મંદિરે દર્શન કરીને ટ્રસ્ટી મંડળે પ્રવાસની શરૂઆત કરી હતી. સંડેર ગામે નિર્માણ પામનાર શ્રી ખોડલધામ સંકુલ માટે જમીનની સાઈટ વિઝિટ કરી હતી. સાઈટ વિઝિટ બાદ પાટણના ખોડાભા હોલ ખાતે ભૂમિ અધિગ્રહણ સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં ખોડલધામ સંકુલના નિર્માણ માટે નજીવા દરે જમીન આપનાર ખેડૂત પરિવારોને અને નવા જોડાયેલા ચાર ટ્રસ્ટીઓને નરેશભાઈ પટેલે ખેસ પહેરાવીને મા ખોડલની છબી આપીને સન્માનિત કર્યા હતા.
17મીએ નરેશભાઈ પટેલે અમદાવાદની મુલાકાત લીધી હતી. અમદાવાદના આગેવાનોએ એક સૂરે જણાવ્યું હતું કે, અહીંયાનું સંકુલ 100 વીઘાથી વધુની જગ્યામાં જ બનાવીશું અને જૂન-જૂલાઈ મહિના સુધીમાં ખાતમુહૂર્ત થઈ જાય તે માટે જગ્યા શોધવાની પણ શરૂઆત કરી દીધી છે.
સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે ભુમલિયા ગામ પાસે નિર્માણ પામનાર શ્રી ખોડલધામ સંકુલની જગ્યાની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે નિર્માણ પામનાર શ્રી ખોડલધામ સંકુલની જમીનનો અધિગ્રહણ કાર્યક્રમ ચેરમેન નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. ભુમલિયા ગામ ખાતે નિર્માણ પામનાર શ્રી ખોડલધામ સંકુલ માટે ભૂમિ અધિગ્રહણ કરવામાં આવી હતી. ખોડલધામના અન્ય ટ્રસ્ટીઓ, વડોદરા, નર્મદા અને ભરૂચ જિલ્લાની ખોડલધામ ટીમ, સમાજના અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે નવનિયુક્ત ક્ધવીનરો અને ટ્રસ્ટીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નરેશભાઈ પટેલેએ જણાવ્યું હતું કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે લેઉવા પાટીદાર સમાજે જમીન ખરીદવાની પ્રથમ પહેલ કરી છે જે ગર્વની વાત છે. ખોડલધામ ટ્રસ્ટ નથી પરંતુ એક વિચાર છે. તેમ નરેશભાઈએ જણાવ્યું હતું અને આ ખોડલધામ સંકુલની જવાબદારી સંભાળતા દરેક કાર્યકરને તેમને જવાબદારી નિભાવવા આહવાન કર્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
ગત શનિવારના રોજ સુરતના ચલથાણા-પલસાણા રોડ પર આવેલા અવધ શાંગ્રીલા ખાતે નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં સમાજની વિવિધ સંસ્થાના આગેવાનો, ટ્રસ્ટીઓ, ક્ધવીનરોની એક અગત્યની બેઠક યોજાઈ હતી. જેમાં દક્ષિણ ગુજરાતમાં શ્રી ખોડલધામ સંકુલ બનાવવાના નરેશભાઈ પટેલના નિર્ણયને સૌએ એક સાથે વધાવી લઈને ઝડપથી સંકુલ નિર્માણ પામે તે માટેના પ્રયત્નો આજથી જ શરૂ કરી દીધા છે.આ બેઠકમાં વલસાડ, નવસારી અને સુરત જિલ્લાના