માનવસેવા પ્રભુ સેવા અને ધર્મને ખરા અર્થમાં કલ્યાણકારી બનાવી સંગઠનથી નવસર્જનના મુદ્રા લેખ સાકાર કરનાર ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા પડધરી ના અમરેલી ખાતે 21મી જાન્યુઆરીએ સાત દીકરીઓ ના હાથે ખોડલધામ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનું ભૂમિ પૂજન કરાવશે

અબતકની મુલાકાતે આવેલા આગેવાનો વીપી વૈષ્ણવ શૈલેષભાઈ, કમલ નયનભાઈ સોજીત્રા સહિતના આગેવાનોએ ખોડલધામ ટ્રસ્ટને સંગઠિત શક્તિથી સમાજના કલ્યાણ માટે નિમિત બની સંગઠનથી સમાજમાં સારી વિચારધારા ઉજાગર કરવાનું નિમિત જણાવ્યું હતું.

Khodaldham Cancer Hospital Research Center will become a "mahadham" of human service.
Khodaldham Cancer Hospital Research Center will become a “mahadham” of human service.

અબતકની મુલાકાતમાં ખોડલધામ ટ્રસ્ટના વી.પી. વૈષ્ણવ સહિતના આગેવાનોએ ખોડલધામ ટ્રસ્ટની ધર્મ સાથે માનવસેવાનો વર્ણવ્યો મહિમા

ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ ભક્તિ દ્વારા એકતાની શક્તિ સાથે માનવસેવા પરમો ધર્મના સંસ્કૃતિ બીજ સાથે સર્વ સમાજની સેવા કરવા નવા સંકલ્પ સાથે રાષ્ટ્રને સાથે રાખી, સમાજની સાથે રહી સેવાકાર્ય કરે છે.

21 જાન્યુઆરી, શ્રી ખોડલધામ મંદિરમાં બિરાજમાન મા ખોડલનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. જેને વિશ્વમાં અનેક વિશ્વ રેકોર્ડ પ્રસ્થાપિત કરેલ છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના સ્થાપક, માર્ગદર્શકઅને સર્વ સમાજને સાથે રાખી નેતૃત્વ કરી રહેલા ચેરમેનશ્રી નરેશભાઈ પટેલે ત્રણ સંકલ્પ જાહેર કરેલ છે, જેમાં શિક્ષણ, આરોગ્ય અને કૃષિ ક્ષેત્રમાં લેઉવા પટેલ સમાજ દ્વારા સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે.

Khodaldham Cancer Hospital Research Center will become a "mahadham" of human service.
Khodaldham Cancer Hospital Research Center will become a “mahadham” of human service.

સપ્તમ પાટોત્સવ 21-1-2024, રવિવારના શુભ મંગલ અવસરે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના અમરેલી ગામે સર્વ સમાજના લોકો માટે અદ્યતન અને આધુનિક ટેક્નોલોજી સાથે કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનું ભૂમિપૂજન સર્વ સમાજની સાત દીકરીઓના વરદ હસ્તે કરવામાં આવશે.

આ ભવ્ય અને દિવ્ય ભૂમિપૂજન સમારોહ ચેરમેનશ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં શ્રી ખોડલધામ મંદિર-કાગવડ ખાતે 21-1-2024ના રોજ યોજાશે. સવારે 7 વાગ્યાથી 8-30 સુધી ભવ્ય લોકડાયરો યોજાશે. કેન્સર હોસ્પિટલની જગ્યામાં ભૂમિપૂજન વિધિનું 8-30 થી 9 વાગ્યા સુધી લાઈવ પ્રસારણ શ્રી ખોડલધામ મંદિર કાગવડમાં યોજાનાર જાહેર કાર્યક્રમમાં દર્શાવવામાં આવશે. 9 વાગ્યાથી 11 વાગ્યા સુધી મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે.

શ્રી ખોડલધામ મંદિર કાગવડ ખાતે યોજાનાર આ ભૂમિપૂજન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યૂઅલી જોડાશે. આ ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને  કેન્દ્રીય આરોગ્ય મંત્રીમનસુખભાઈ માંડવિયાશ્રી ખોડલધામ મંદિર કાગવડ ખાતે યોજાનાર ભૂમિપૂજન સમારોહમાં ઉપસ્થિત રહેશે.

700 વીઘામાં અલગ અલગ દિશામાં 6 વિશાળ પાર્કિંગ તૈયાર કરવામાં આવ્યા છે. 21 જાન્યુઆરીના રોજ વ્યવસ્થાના ભાગરૂપે 4 હજાર જેટલા સ્વયંસેવકો મંદિર પરિસર, પાર્કિંગ, સભાખંડ સહિતની જગ્યાએ ખડેપગે રહીને સેવા આપશે.

Khodaldham Cancer Hospital Research Center will become a "mahadham" of human service.
Khodaldham Cancer Hospital Research Center will become a “mahadham” of human service.

ખોડલધામ ટ્રસ્ટ ધર્મ ધ્વજ, રાષ્ટ્રધ્વજ ને સાથે રાખવાના સંદેશનું બન્યું નિમિત

અબતકની મુલાકાતમાં વીપી વૈષ્ણવે સંગઠન શક્તિ અંગે જણાવેલ કે ખોડલધામ ટ્રસ્ટ અને ખાસ કરીને નરેશભાઈ પટેલે સંગઠન શક્તિનો સમાજ વિકાસ માટે ઉપયોગ કરવાની સાથે સાથે ધર્મ ધ્વજ સાથે રાષ્ટ્રધ્વજની ગરિમા વધારવાનું કામ કર્યું છે. લેઉવા પટેલ સમાજ દેવામાં માને છે પડોશી ને વિકસાવે છે, નરેશભાઈ પટેલે સમાજના સંગઠનના સર્વ સમાજને કેવી રીતે લાભ મળી શકે? તેની એક નવી દિશા આપી છે કેન્સર હોસ્પિટલ પણ તમામ સમાજ માટે સેવા ધામ બની રહેશે.

કેન્સર સામેના જંગમાં માત્ર હોસ્પિટલ જ નહીં પરંતુ જમીનની સુધારણા પર પણ ધ્યાન આપવું પડશે

અબતકની મુલાકાતમાં આગેવાનોએ ખોડલધામ કેન્સર રિસર્ચ સેન્ટર અને હોસ્પિટલ માં આધુનિક સુવિધા સાથે વૈશ્વિક એડવાન્સ ટેકનોલોજી ની સારવાર ની વાત કરી જણાવ્યું હતું કે કેન્સરને ડામવા માટે આધુનિક હોસ્પિટલની સાથે સાથે સામાજિક રીતે જમીન સુધારણા અને પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે ખોડલધામ આવતા દિવસોમાં શિક્ષણ આરોગ્યની સાથે સાથે પ્રકૃતિ જતનના અભિયાન માટે પણ તૈયારી કરી રહ્યું છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.