આધુનિક સાઉન્ડ સિસ્ટમ, વિશાળ એલઈડી સ્ક્રીન અને સુંદર બેઠક વ્યવસ્થાથી નોર્થ ઝોન ઝુમી ઉઠયું

ખોડલધામ ટ્રસ્ટ રાજકોટ શહેરના ચાર ઝોનમાં નવરાત્રી મહોત્વનું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે. દરરોજ હજ્જારો ખેલૈયાઓ રાસની રમઝટ બોલાવે છે અને માતાજીની આરાધના ઉપાસના કરે છે. ત્યારે નોર્થ ઝોન આયોજીત નવરાત્રી મહોત્સવમાં સોમવારે ખેલૈયાઓનો ભારે તળવળાટ જોવા મળ્યો હતો. રોશનીના ઝાકમજોળ વચ્ચે યોજાઈ રહેલા નોર્થ ઝોન આયોજીત ખોડલધામ રાસોત્સવમાં આધુનિક સાઉન્ડ સીસ્ટમ, વિશાળ એલઈડી સ્ક્રીન અને સુંદર બેઠક વ્યવસમાં નોર્થ ઝોન ઝુમી ઉઠયું હતું.

vlcsnap 2019 10 08 10h12m56s123

ખોડલધામ નોર્થ ઝોનના પ્રમુખ કિશોરભાઈ પાંભરે ‘અબતક’ સોની વાતચીતમાં જણાવ્યું હતું કે, ખોડલધામ આયોજીત નવરાત્રી મહોત્સવ નોર્થ ઝોનમાં દરરોજ ખેલૈયાઓ માં જગદંબાની આરાધના કરી ગરબે રમે છે. ખુબજ સુંદર બેઠક વ્યવસ, દર્શકોને જોવાની લાઈવ વિશાળ સ્ક્રીન અને ચુસ્ત સિક્યોરીટી બંદોબસ્ત વચ્ચે પટેલ સમાજની જ્ઞાતિના ભાઈઓ-બહેનો રાસની રમઝટ બોલાવે છે. દરરોજ ૩૦ થી વધુ ઈનામોની વણઝાર અને આજે મેગા ફાઈનલમાં લાખેણા ઈનામોની વણઝાર કરવામાં આવશે.

vlcsnap 2019 10 08 10h12m36s189

ખોડલધામ નોર્થ ઝોનના ઉપપ્રમુખ રાજેશભાઈ પરસાણાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ખોડલધામ નોર્થ ઝોન નવરાત્રી મહોત્સવમાં દરરોજ અલગ અલગ મહાનુભાવો આવીને ખેલૈયાઓને રમવા પ્રોત્સાહિત કરે છે. સાથો સાથ ખુબજ સુંદર લાઈટીંગ અને આધુનિક સાઉન્ડ સીસ્ટમ તેમજ રોશનીથી ઝળહળી ઉઠે તેવા મેદાનમાં દરરોજ ૭૦૦૦થી વધુ ખેલૈયાઓ રાસની રમઝટ બોલાવે છે. આઠમના દિવસે માતાજીની મહાઆરતીનું ખોડલધામ વિધ્યાર્થી સમીતીના સભ્ય સરદાર પટેલ સોશ્યલ ગ્રુપના સભ્ય, અટકી ચાલતા પરિવારના સભ્યો, સામાજિક સંસ્થાના સભ્યો સહિતના વિવિધ સંસ્થાના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા અને આરતીનો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.