જેમના માત્ર એક ઈશારે લાખો લોકો સેવાકાર્યો કરવા દોટ મૂકે છે ,માત્ર લેઉવા પટેલ સમાજ જ નહીં પરંતુ અઢારેય વર્ણ ને સાથે રાખીને હંમેશા સેવાકાર્યો કરનાર,ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલનો આજે 58મો જન્મદિવસ છે.
નરેશભાઈના જન્મદિવસ નિમિત્તે રાજ્યમાં 57થી વધુ જગ્યાએ આજે બ્લડ ડોનેશન કેમ્પ ચાલી રહ્યા છે તેમજ 51થી વધુ જગ્યાએ વૃક્ષારોપણ પણ ચાલી રહ્યું છે.વૃધ્ધાશ્રમ અને અનાથ આશ્રમમાં પણ સેવાકાર્યો ચાલી રહ્યા છે.ઉમદા વ્યક્તિત્વ ને કારણે સમાજના વડીલોએ નરેશભાઈને રાજકારણથી દુર રહેવા સલાહ આપી અને નરેશભાઈએ સમાજનો આ નિર્ણય સ્વીકાર્યો.
આજના દિવસે નરેશભાઈએ અબતક મીડિયા સાથે ખાસ વાતચીત કરી અને અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.નરેશભાઈ પટેલ નું કદ દિવસે ને દિવસે વધી રહ્યું છે તેનું એક કારણ તેમનું ઉમદા વ્યક્તિત્વ તેમજ બહોળું મિત્ર વર્તુળ પણ છે. માત્ર સૌરાષ્ટ્ર ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાં જેમના ઉજળું વ્યક્તિત્વ ચર્ચાઈ રહ્યું છે તેવા નરેશભાઈ પટેલના મિત્રો આજના દિવસે કંઈક અલગજ સ્મરણો વાગોળી નરેશભાઈને શુભેચ્છાઓ પાઠવી હતી.
પત્નીએ કુટુંબની જવાબદારી સંભાળી લેતા સમાજ કર્યો માટે સેવારથ બન્યો
નરેશભાઈની સફળતા પાછળ તેમના પત્ની શાલીનીબેનનો ખુબજ સાથ મળ્યો છે .નરેશભાઈએ જણાવ્યું હતું કે શાલીની નું મજબૂત પીઠબળ મળ્યું, હંમેશા શાલીની એમ કહે છે કે અમારી ચિંતા ન કરવી થાય તેટલી વધુ ને વધુ લોકોની – સમાજ ની સેવા કરવી.
- ઉદ્યોગોમાં રાજકોટને વધુ વેગ મળે તે માટે સંશોધન અને સંસાધન દ્વારા વિકાસની હરણફાળ ભરી શકાય
નરેશભાઈએ જણાવ્યું હતું કે રાજકોટમાં એન્જીનીયરિંગ ઉધોગોનું સારું ડેવલોપમેન્ટ છે..વર્લ્ડ કલાસ પાર્ટ્સ, સીએનસી બને છે..વર્લ્ડ કલાસ ફાઉન્ડરી પણ છે.પરંતુ વેસ્ટર્ન વર્લ્ડમાં અમે એકસપોઝર લીધા હોઈ અમારા ટ્રાવેલિંગ દરમ્યાન ઈન્ડસ્ટ્રીઝની અંદર ,તો ક્યાંકને ક્યાંક આવડો મોટો ઉદ્યોગ એન્જીનીયરિંગ નો ચાલતો હોય , એન્જિનિયરિંગ ને બેકઅપ કરવા છગઉ ફેસેલિટીઝ, ટેસ્ટિંગ ફેસેલિટી, કોઈ પણ સમસ્યા એન્જીનીયરિંગ યુનિટ ને આવે તો એ ત્યાં મુકે અને ત્વરીત નિર્ણય આવે આવી ફેસેલિટી હજુ આપણી પાસે નથી.આ ફેસેલિટી માં ઉદ્યોગો અને સરકાર બંને ને સાથે મળી ને ડેવલપમેન્ટ સેન્ટર રાજકોટમાં બને,તેવી મારી ઈચ્છા છે.
- રાજકારણમાં ભલે હાલમાં અલ્પ વિરામ પરંતુ લોકોની સમસ્યાનું છેલ્લું સમાધાન એટલે નરેશ પટેલ
નરેશભાઈએ સ્વ. વડીલ મૂરબ્બી કેશુ બાપાને વંદન કરી તેમને આજના દિવસે યાદ કરેલા .નરેશભાઈ એ જણાવ્યું હતું કે મુરબ્બી શ્રી કેશુ બાપા એ મને ખુબ પ્રેમ કર્યો, મને સલાહ પણ આપી છે કે સમાજની વચ્ચે કેમ કામ કરવું…બાપા ને પણ પ્રશ્નો મૂંઝવતા ત્યારે મને બોલાવતા અમે સાથે સોલ્યુશન કરતા આજે મારા જન્મદિવસ નિમિતે વંદન સાથે પ્રણામ..ઉલ્લેખનીય છે કે સ્વ.વડીલ કેશુ બાપા કહેતા કે નરેશ જાતે નિર્ણય લેવા ખુબજ સક્ષમ છે તો આજે એ સવાલ પણ સામે આવે છે પોતાને લેવાનો નિર્ણય બીજા પર કેમ નરેશભાઈ છોડે છે.પરંતુ તેઓએ જણાવ્યું છે સમય અને સંજોગો જોઈને રાજકારણ વિષે યોગ્ય નિર્ણય લઈશ.
- લોકો નિરાશ ન થતા, એવી પરિસ્થિતિ ઉદ્દભવશે તો રાજકારણમાં ચોક્ક્સથી આવીશ
નરેશભાઈએ જણાવ્યું હતું કે એક એવી સ્થિતિ ઉભી થઇ માટે રાજકારણ માં જોડાવાનું મોકૂફ રાખ્યું, યુવાનો બહેનો ની ખૂબ લાગણી હતી, પરંતુ લોકો નિરાશ ન થતા..પ્રભુ ની ઈચ્છા હશે તો કંઈક ભવિષ્યમાં સારું થશે..લોકોની વચ્ચે રહીને નાનામાં નાના માણસોની તકલીફ દૂર કરે તે સારા રાજકારણી કહેવાય.મારા નિર્ણય બાદ ખૂબ યુવાનો મળવા આવ્યા. ભવિષ્ય માં મોકો મળશે તો જરૂરથી આવીશ… સમય સંજોગ કોને ખબર ? કોઈ એવી પરિસ્થિતિ પેદા થાય અને રાજકારણમાં જવું પણ પડે ..
- શિવરાજની ઉંમર નાની,સમય આવ્યે રાજકારણમાં જતા હું એને નહિ રોકુ
પુત્ર શિવરાજના રાજકારણમાં પ્રવેશ અંગેની વાત પર નરેશભાઈએ જણાવ્યું હતું કે તેની ઉંમર નાની છે. ઘણું એને શીખવાનું છે અને ઘણું સમજવાનું પણ છે..એ સમજણો થઈ જાય એટલે જાતે નિર્ણય લઈ લેશે..હું તેને રોકીશ નહિ.
- ટુંકજ સમયમાં પોલિટિકલ એકેડમી શરૂ થશે
નરેશભાઈએ જણાવ્યું હતું કે હાલમાં 2 ફેકલ્ટી ને બહારથી બોલાવ્યા છે.ટૂંક સમયમાં પોલિટિકલ એકેડેમી શરૂ કરીશ.સારા યુવાનો ને રાજકારણ માં જવું ખૂબ જરૂરી છે..સમજણ સાથે રાજકારણમાં લોકોની સેવા કરે તે ખૂબ જરૂરી છે.દરેક ક્ષેત્રે દરેક લોકોની જરૂર પડે…કોઈ પણ કામ નિષ્ઠા અને નીતિ થી કરો સફળતા જરૂર મળશે.
- ’એક બીલી’ થી ભોળો નાથ રિજે …ભોળાનાથ ના પરમ ભક્ત નરેશભાઈ અને પરિવારે આજે 11,000 બીલીનું રોપણ કર્યું
એક બિલી પત્રમ એક પુષ્પમ,એક લોટા જલકી ધાર, દયાલુ ઈનકે સાથ હૈ, ચંદ્રમૌલી ભરથાર….
નરેશભાઈ પટેલ માઁ ખોડલની સાથે ભગવાન ભોળાનાથ ને માને છે.ભોળાનાથના પરમ ભક્ત એવા નરેશભાઈ પટેલે આજે તેમની વાડીએ પરિવારને સાથે રાખીને 11,000 બિલીનું રોપણ કર્યું હતું.નરેશભાઈએ સમાજને પણ વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવા વિનંતી પણ કરી છે.ઉલ્લેખનીય છે કે આજે તેમના જન્મદિવસ નિમિતે રાજ્યમાં 51થી વધુ જગ્યાએ વૃક્ષા રોપણ નો કાર્યક્રમ પણ યોજાયો હતો.
- સંપત્તિનો વ્યય નહિ , સમજ પૂર્વકનો ઉપયોગ સમાજ માટે તાતી જરૂરિયાત…
નરેશભાઈએ સમાજને સંદશો પાઠવતાં જણાવ્યું હતું કે લગ્ન-સગાઈ પ્રસોગોમાં શક્ય હોય તો લખલૂટ ખર્ચાઓ પર થોડી રોક લગાવો..હાલમાં સ્પીડ ખૂબ પકડાઈ છે તે ધીરી પડે તો સારું.આપણી ઘરે લગ્ન હોઈ તો એક જમાનો હતો કે પાડોશમાં પણ માંગવા જવું પડતું…એ જમાનો અમે જોયો છે..અમારી પેઢી એ ઘણું જોયું છે.લોકો સમજે તે તેઓને જ ફાયદો છે
- ધ્વજા રોહણમાં વેઇટીંગ તે જ માઁ ના આશિર્વાદ
જે પ્રકારે દરેક ધામમાં ધ્વજારોહણ નું મહત્વ હોય છે તે જ પ્રકારે ખોડલધામમાં ધ્વજા રોહણનું વેઇટિંગ છે.નરેશભાઈએ જણાવ્યું હતું કે લગ્ન નો પ્રસંગ થાય તે જ રીતે ધ્વજા નો પ્રસંગ ઉજવાય છે.એજ ખોડલ માઁ ના આશીર્વાદ છે.
- ઉત્તર ,મધ્યમ અને દક્ષિણમાં ખોડલધામનો વિચાર..
નરેશભાઈએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ઘણા પ્રોજેક્ટ છે…ફેઈઝ વાઇઝ કામ શરૂ છે…રાજકોટના અમરેલી ગામમાં 50 એકર સરકારી જમીન ખરીદી તેમાં એજ્યુકેશન અને હેલ્થ એ બે પ્રોજેકટ સૌથી પહેલા પુરા કરીશું.સાથેજ ઉત્તર ,મધ્યમ અને દક્ષિણ માં ખોડલધામ નો વિચાર છે તે સૌ ટ્રસ્ટીઓ અને સમાજ સાથે મળીને પૂર્ણ કરીશું.
(જયેશ સોરઠીયા, શૈલેષ ફોરર્જીંગ)
નરેશભાઇનો ધ્યેય સદાય એક જ રહ્યો છે કે નાના લોકોને ઉપયોગી થવું, થોડામાં જ ખૂબ જ મોટું કામ કરી દે છે તેવા નરેશભાઇ પટેલને આજે જન્મદિવસે ખોબલે-ખોબલે અભિનંદન.
(વી.પી.વૈષ્ણવ, ચેમ્બર ઓફ કોમર્સ-પ્રમુખ)
સૌરાષ્ટ્ર-ગુજરાત જ નહિં પરંતુ દેશભરની આગવી ઓળખ એટલે નરેશ પટેલ, સમગ્ર સમાજના સુખે સુખી અને દુ:ખે દુ:ખી એવા નરેશભાઇ પટેલે પોતાનું જીવન જ્ઞાતિ અને સમાજને સમર્પિત કર્યું છે.
(લલીત કગથરા ટંકારા-પડધરી ધારાસભ્ય)
નરેશભાઇની ધૈર્યવાન પ્રકૃત્તિને સલામ, કોઇપણ પરિસ્થિતિમાં આ વ્યક્તિત્વ વિચલીત થતું નથી. તેઓ બાહોશ છે અને તેને હું સલામ કરૂં છું.
(હસમુખ લુણાગરીયા, ખોડલધામ પ્રવક્તા)
નરેશભાઇના જીવનમાંથી કંઇ શીખવા જેવું હોય તો લોકોને કેવી રીતે ઉપયોગી થવું, માત્ર એટલું જ નહિં પરંતુ લોકોની સુખાકારી અને તમામ અન્ય પ્રવૃત્તિમાં નરેશભાઇ જોડાયને હર હમેંશ લોકઉપયોગી કામ કરે છે.
(ધર્મેશ અદા, ખોડલધામ મંદિરના પુજારી)
પટેલ સમાજના હૃદ્યસમ્રાટ નરેશભાઇ પટેલને જન્મદિવસની શુભકામનાઓ અને માનવ સેવા એજ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરી આજે લોહી આપી નરેશભાઇના જન્મદિવસની ઉજવણી કરાઇ
- તુમ જીયો હજારો સાલ, ગામે-ગામથી નરેશને હાર્દિક શુભેચ્છા પાઠવાય
જીતુ સોમણી, ભાજપ અગ્રણી (વાંકાનેર)
સતત સમાજના કામ કરતા રહે તેવી શુભેચ્છા.
ધાર્મિક માલવિયા, ખોડલધામ સમિતિ (સુરત)
સુરતભરમાં જન્મદિવસ નિમિતે ચાર જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પ.
ડો.વી.એ.નંદાણીયા (ઉપલેટા મ્યુનિસિપલઆર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, પ્રિન્સિપાલ)
યુવા વર્ગો માટે કોચીંગ ક્લાસ શરૂ કર્યાએ તે નરેશભાઇનું ખૂબ જ પ્રશંસનિય કાર્ય.
દિનેશ બાંભણીયા (પાટીદાર શૈક્ષણિક સમિતિ, જસદણ)
નરેશભાઇ પટેલની તંદુરસ્તી ખૂબ જ સારી રહે તેવી ર્માં ખોડલને પ્રાર્થના.
નરેશભાઇ લક્કડ (ખોડલધામ સમિતિ, સહ કન્વિનર, ઉપલેટા)
ખોડલધામ ટ્રસ્ટની સ્થાપના કરી સમાજને એક તાંતણે બાંધ્યો તે ખૂબ જ ગૌરવની વાત.
હસમુખ પટેલ (સરદાર પટેલ ફાઉન્ડેશન પ્રમુખ, ઉપલેટા)
સર્વે સમાજને સાથે રાખી ચાલનાર નરેશભાઇ પટેલનું વ્યક્તિત્વ ન ભૂતો, ન ભવિષ્ય.
વિઠ્ઠલભાઇ વિરાણી (ખોડલધામ સમાધાન પંચ, કન્વિનર, સુરત)
નાનામાં નાના લોકોની વચ્ચે રહી સતત લોકઉપયોગી કામ કરનારા નરેશભાઇ પટેલને જન્મદિવસની શુભકામના.
અતુલભાઇ ભાગ્યા (કન્વિનર, મોરબી)
નરેશભાઇની સાદગી- સેવાની વૃત્તિ લોકોએ જીવનમાં ઉતારવા જેવી છે.
વિવેક કોટડીયા (લેઉવા પટેલ યુવા સમિતિ સભ્ય, કેશોદ)
દરેક સમાજને ઉપયોગી થતાં નરેશભાઇ પટેલને જન્મદિવસ નિમિતે ખોબલે-ખોબલે અભિનંદન.
વી.ડી.ભાલારા (કન્વિનર, કેશોદ)
ભક્તિ દ્વારા એકતાની શક્તિ કરી
નરેશભાઇએ સમાજને સાચી રાહ ચીંધી.
જયંતિભાઇ રામોલીયા (જેતપુર ડાઇ-પ્રિન્ટિંગ એશો.પ્રમુખ, જેતપુર)
નરેશભાઇ પટેલ સમાજના કાર્યો કરતા
રહે અને લાંબુ આયુષ્ય પ્રાપ્ત કરે તેજ પ્રાર્થના.
- પડધરી: ખામટાની કન્યા છાત્રાલયમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ ખુલ્લો મુકતા શિવરાજ પટેલ
શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ ના ચેરમેન નરેશભાઈ પટેલ ના 57 માં જન્મદિવસ નિમિત્તે ક્ધયા છાત્રાલય મુકામે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.લેવા પટેલ સમાજ ની ધરોહર એવા શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ ના ચેરમેન નરેશભાઈ પટેલ નો આજે 57મો જન્મદિવસ છે ત્યારે ગુજરાતના 57 સ્થળો પર અલગ અલગ જગ્યાએ મેગા બ્લડ ડોનેશન કેમ્પના આયોજનો કરવામાં આવ્યા છે ત્યારે પડધરી તાલુકાના ક્ધયા છાત્રાલય ખામટા મુકામે પણ આ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાર નરેશભાઈ પટેલના પુત્ર શિવરાજભાઈ પટેલ ખામટા મુકામે ઉપસ્થિત રહી દીપ પ્રાગટ્ય કરી તેમના હસ્તે આ કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી.
આ મહા રક્તદાન કેમ્પમાં રાજકોટ જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ ડો. ડાયાભાઈ પટેલ, રાજકોટ જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ અવચરભાઈ મેંદપરા, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી. વૈષ્ણવ, માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ વિજયભાઈ ડોબરીયા, રાજકોટ માર્કેટિંગ યાર્ડ વાઇસ ચેરમેન વસંતભાઈ ગઢીયા, રાજકોટ દૂધ ડેરી ડિરેક્ટર અશ્વિનભાઈ ગઢીયા, હેમંતભાઈ તળપદા, ખોડલધામ સમિતિ પડધરી તાલુકા ક્ધવીનર કૌશિકભાઈ ગજેરા, ક્ધયા છાત્રાલય ખામટા ના મેનેજિંગ ટ્રસ્ટી શિવલાલભાઈ ગઢીયા, રાજકોટ જિલ્લા પંચાયત પૂર્વક કારોબારી અધ્યક્ષ ધીરુભાઈ તળપદા, વસંતભાઈ લીંબાસીયા, પોપટભાઈ શિંગાળા, તેમજ પડધરી ના ગ્રામ પંચાયતના સરપંચો સામાજિક અને રાજકીય આગેવાનો અને લેવા પટેલ તેમજ અન્ય સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.