દ્વારકાના રૂપેણ બંદરમાં માછીમારીનો વ્યવસાય કરતા વાઘેર શખ્સને એક મુસ્લીમ મહિલાએ મળવા બોલાવ્યો હતો જે દરમિયાન બે અજાણ્યા શખ્સો ત્યાં આવ્યા હતા. પ્રેમાલાપના પ્રકરણમાં છાંક પિછોડા કરવા માટે વાઘેર શખ્સ આગળથી રૂ.૧ લાખ અને ૧૦ હજારનો તોડ કરી ગયાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.ઓળખ પરેડ દરમ્યાન કોઈ પોલીસ કોન્સ્ટેબલ નહીં પણ તેમના નામે બે અજાણ્યા શખ્સો આ રકમ લઈ ગયાનું જાહેર થયું છે.
માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા વાઘેર શખ્સ ઈસાભાઈ અબ્દુલભાઈના મોબાઈલ નંબર ૯૯૭૪૧ ૮૯૮૮૬ ઉપર આશિયાના અફસાના નામની મહિલાના વારંવાર ફોન આવતા હતા. આ મહિલા ફોન પર મીઠા શબ્દો બોલી ઈસા વાઘેરને મોહવાસમાં ફસાવતી હતી અને વારંવાર ખંભાળીયાના વિવિધ સ્થળે મળવા માટે બોલાવતી હતી જયારે મહિલાને એવો અહેસાસ થયો કે વાઘેર શખ્સ બરોબર તેના વિશ્વાસમાં આવી ગયો છે. દરમ્યાન આ મહિલાએ આ શખ્સને ખંભાળીયામાં પોરબંદર માર્ગ આગળ આવેલ મોટાપીરની દરગાહ આગળ મળવા બોલાવ્યો હતો જેથી આ બન્ને બાજુમાં આવેલ ઝાડીમાં વાતચીત કરતા હતા.
ત્યાં બે અજાણ્યા શખ્સો ત્યાં આવ્યા હતા અને મારૂ નામ રાજભા છે અને હું પોલીસમાં છું મારી સાથે છે તે પણ પોલીસમાં છે તમો બન્ને ઝાડીમાં શું કરતા હતા. ચાલો બન્ને પોલીસ સ્ટેશને એટલે અમને આ પ્રમાણે ડરાવતા ધમકાવતા અમો હેબતાઈ ગયા હતા. જેથી અમો આ હકીકત જાહેર થાય નહીં તે માટે આજીજી કરતા પ્રકરણ ભીનુ સંકેલવા રૂ૨ લાખ આપવા દબાણ કર્યું હતું. અંતે રૂ.૧ લાખ ૧૦ હજાર નકકી થયા હતા.
જે પૈકી રૂ.૮૫ હજાર દોઢ સપ્તાહ પહેલા ખંભાળીયામાં કબ્રસ્તાન આગળ રાજભા નામના બનાવટી કોન્સ્ટેબલને આપ્યા બાદ ચારેક દિવસ પહેલા અન્ય પોલીસ કોન્સ્ટેબલ પણ રૂ.૨૦ હજાર કબ્રસ્તાન આગળથી લઈ ગયો હતો. જયારે બનાવ સમયે ઈસા આગળ રૂપિયા પાંચ હજાર હતા તે તથા તેમની મોટર સાયકલ આ શખ્સો ઉપાડી ગયા હતા. આ મતલબની ફરિયાદ નોંધવામાં આવતા તપાસનીસ અધિકારી દ્વારા આ શખ્સો સામે પોલીસ ઓળખ કરાવતા તેમણે આ પૈકી એક પણ પોલીસ કર્મચારી ન હોવાનું કહ્યું હતું.