કાર્યક્રમમાં લોકસાહિત્ય તથા હાસ્યકારો ધીરૂભાઈ સરવૈયા, ભાજપ પ્રમુખ ભરતસિંહ જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ હરિચંદ્રસિંહ જાડેજા જિલ્લા ભાજપ અગ્રણી મોહનભાઈ દાફડા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા
લોધિકા તાલુકાના ખીરસરા ગામની મહાદેવળી નદી ઉપર બનાવવામાં આવેલ ખીરસરા રિવરફ્રન્ટ નું લોકાર્પણ રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયાના હસ્તે કરવામાં આવ્યું આ લોકાર્પણ કાર્યક્રમમાં લોકસાહિત્ય તેમજ હાસ્યકાર ધીરૂભાઈ સરવૈયા ઉપસ્થિતિ રહેલ તેમજ તાલુકા ભાજપ પ્રમુખ ભરતસિંહ જાડેજા, તથા તાલુકા પંચાયત પ્રમુખ હરિચંદ્રસિંહ જાડેજા, રા.લો.સંધ. વા. ચેરમેન મનસુખભાઈ સરધારા, જિલ્લા ભાજપ અગ્રણી મોહનભાઇ દાફડા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ અનિરુધ્ધસિંહ ડાભી, યુવા ભાજપ પ્રમુખ વિપુલભાઈ મોરડ, તાલુકા પંચાયત અધ્યક્ષ દિગુભા જાડેજા, તાલુકા પંચાયત ઉપ પ્રમુખ ઉમેશ પાંભર રાજકોટ જિલ્લા બેંકના ડિરેક્ટર વિરભદ્રસિંહ જાડેજા, તાલુકા પંચાયત સદસ્ય ભીખુભાઈ ડાંગર, તાલુકા ભાજપ મહામંત્રી લાખાભાઈ ચોવટીયા, મોહનભાઇ ખુંટ, હરભમભાઈ કુગાશીયા, વાજડી વડના ગોવિંદજી ગોહિલ, ભીખુભા ડાભી, અશોકસિંહ ખેરડીયા, ખીરસરા ગામના પૂર્વ સરપંચ રાજેન્દ્રસિંહ જાડેજા, નગરપીપળીયા સરપંચ કમલેશભાઈ સાકરીયા, મોટાવડા વેલુભા જાડેજા જેનતીભાઈ સભાયા, દિલીપભાઇ કુગશિયા, ખીરસરા ગામ પંચાયત સભ્ય રધુવીરસિંહ જાડેજા, ઉપસરપંચ મુકેશભાઇ સાગઠિયા, માવજીભાઈ સાગઠિયા, સરપંચ મિલનભાઈ કથીરિયા, રાહુલકુમાર જાડેજા, કિશોરસિંહ ઝાલા, ધમેન્દ્રસિંહ જાડેજા, મનહરસિંહ જાડેજા, મૂળજીભાઈ સાગઠિયા, સોમાભાઇ સાગઠિયા, રાજુભાઇ રાઠોડ, ભરતભાઈ સાગઠિયા, ખીમજીભાઈ સાગઠિયા, તેમજ તાલુકાના આગેવાનો ગામજનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ જળદેવીનું પુજન કરવામાં આવેલ ત્યાર બાદ ગામના વડીલો જેઓ ગામની અંદર સેવાકીય પ્રવુતી કરે છે. જેવી કે વૃક્ષારોપણ પશુ માટે પાણી ના અવેડા ભરવા દેવસ્થાનોમાં સાફસફાઈ જેવી પ્રવૃતિઓ કરે છે. વડીલોનું ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા દ્રારા સાલ ઓઢાળી સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં હરીબાપા સરવૈયા, ઉકભાઈ સરમારી, રવજીભાઈ ગુજરાતી, મનજીભાઈ વાગડિયા, વિગેરેનું સન્માન કરવામાં આવ્યું હતું. લોકાર્પણ કાર્યક્રમનું આયોજન યુવા ભાજપ નેતા જય સાગઠિયાએ કર્યું હતું.