જામનગરમાં વાલસુરા નેવી દ્વારા આજે 21 કિ.મી.ની હાફ મેરેથોન 10 કિ.મી.ની અને પાંચ કિ.મી.ની દોડની ઇવેન્ટ યોજાઇ હતી. આ દોડમાં 2500થી વધુ લોકોએ ઓનલાઇન નોંધણી કરાવીને ભાગ લીધો હતો.
દરવર્ષે તા. 4 ડિસેમ્બરના નેવી દિવસની ઉજવણી અંતર્ગત વાલસુરા નેવી મથક દ્વારા નેવી વિકની ઉજવણી કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં સમુહ સફાઇ, સામાજિક સેવાઓ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જાહેર જનતા પણ જોડાઇને તેનો લાભ લીધો હતો.
આજે યોજાયેલી દોડમાં કલેકટર ડો. સૌરભ પારઘી અને પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ મેરેથોનમાં ભાગ લીધો હતો અને આ દોડ 21 કિ.મી.ની હાફ મેરેથોન સવારે 5:30 વાગ્યે તળાવની પાળથી શરુ કરીને એસ.ટી. બસ સ્ટેન્ડ, શરૂ સેકશન, બેડેશ્ર્વર ઓવરબ્રિજ, પોલિટેકિન કોલેજ, મરિન પોલીસથી વાલસુરા થઇને પરત શરૂ સેકશનથી સાત રસ્તાથી તળાવની પાળ સુધી પહોંચ્યા હતાં અને 6:30 વાગ્યે 10 કિ.મી. ટાઇમ રન સ્પર્ધામાં દોડવીરો દોડયા હતાં. જે બેડેશ્ર્વર ઓવરબ્રિજથી પરત ફરીને તળાવની પાળ પર પહોંચ્યા હતાં.
જ્યારે પાંચ કિ.મી. દોડના સ્પર્ધકો માટે રણમલ તળવાથી એસ.ટી. ડેપો સાત રસ્તાથી પીટર સ્કોટ નેશનલ પાર્ક થઇને એસ.ટી. રોડ થઇને પરત ફર્યા આ ત્રણેય સ્પર્ધાઓમાં નેવી-એરફોર્સ અને આર્મીના જવાનો, વિદ્યાર્થીઓ અને શહેરના ખેલાડીઓ મળીને કુલ 2500થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.