આઈનબોલ થર્ડ નેશનલ ચેમ્પિયનશીપ-2021
ફીટ ઈન્ડિયા ખેલના માધ્યમથી ખેલાડી પ્રોત્સાહિત:સાંસદ વિનોદભાઈ ચાવડા
ભુજ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આઇનબોલ થર્ડ નેશનલ ચેમ્પીયન શીપની ફાઇનલ યોજાઇ હતી .દેશના 25 રાજ્યોના 300 ખેલાડી અને 50 કોચ- મેનેજર સાથે સ્પોર્ટસ સ્પીરીટથી ચાલેલી ત્રિદિવસીય આ રમતની ફાઇનલમાં પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશની ગર્લ્સ ટીમે આઇનબોલમાં પોતાનું કૌવત બતાવ્યું હતું.
ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા ગુજરાત વિધાનસભા અધ્યક્ષા ડો . નીમાબેન આચાર્યે જણાવ્યું હતું કે, આ રમત ફીટ ઇન્ડિયાના પ્રોટોકલ માનસિક અને શારીરિક કસરતમાં સંપૂર્ણ ફીટ બેસે એવી આઇનબોલની રમત છે.
વડાપ્રધાનના ખેલો ઇન્ડિયાને રપ રાજ્યોએ આ રમતથી જીવી બતાવ્યું છે સરકાર ખેલાડીઓને તમામ સુવિધાઓ પુરી પાડે છે અને તેમાં જોડાયેલા તમામ ખેલાડીઓના પરિવાર અને ફેડરેશનને પણ તેમણે અભિનંદન પાઠવ્યા હતા. ડોે. નીમાબેને ખેલેગા ઇન્ડિયા જીતેગા ઇન્ડિયાને ખેલાડીઓ સાર્થક કરી રહ્યા છે એમ પણ જણાવ્યું હતું.
સાંસદ વિનોદભાઇ ચાવડાએ ખેલાડીઓ અને ફેડરેશનને અભિનંદન આપતા જણાવ્યું હતું કે , કે વડાપ્રધાનના ફીટ ઇન્ડિયાને ખેલના માધ્યમથી સૌ ખેલાડીઓને પ્રોત્સાહિત કરી રહ્યા છે.રાજ્યમાં પણ વડાપ્રધાનએ મુખ્યમંત્રી હતા ત્યારે રમશે ગુજરાત જીતેશ ગુજરાત ’ દ્વારા ગામેગામ ખેલાડીઓની પ્રતિભાને ઉત્તમ પ્લેટફોર્મ પુરૂ પાડ્યું છે.
આ તકે ફેડરેશનના પ્રમુખ પ્રતાપસિંહ ચૌહાણ પશ્ર્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક સૌરભસિંઘનો આ સ્પોર્ટસ માટે કરેલા સપોર્ટ માટે આભાર માનતા જણાવ્યું હતુકે આ નેશનલ સ્પર્ધા માટે રાજયમાં કચ્છ ભૂજમાં પોલીસ ગ્રાઉન્ડ ખાતે બધી વ્યવસ્થા કરી દીધી છે. પ્રવચનને સપોર્ટ કરવા કચ્છને વિશેષ પસંદ કરાયું છે. ધોરડો ખાતે પણ આ રમત રમાઈ છે.આ તકે ખેલાડીઓ તેમજ કોચ મેનેજર તેમજ પશ્ર્ચિમ કચ્છ પોલીસના કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમા નગરજનો પ્રવાસીઓ રસભેર ઉપસ્થિત રહ્યા હતા.