તાલુકા કક્ષાના ખેલ મહાકુંભનું ધારાસભ્યના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
કેશોદની આદર્શ નિવાસી શાળામાં તાલુકા કક્ષા ખેલ મહાકુંભ-૨૦૧૮નો પ્રારંભ ધારાસભ્ય તથા આગેવાનો, શૈક્ષણિક સ્ટાફની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો છે. આ ખેલ મહાકુંભ આગામી ૨૯મી તારીખ સુધી યોજાનાર છે.
આ ખેલ મહાકુંભમાં યોગાસન, ખોખો, રસ્સા ખેંચ, કબડ્ડી, શુટીંગ બોલ, વોલીબોલ, ચેસ, એથ્લેટીકસ સહિતની સ્પર્ધાઓનું આયોજન થશે. ખેલ મહાકુંભ ઉદઘાટન પ્રસંગે ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકા પ્રમુખ યોગેશ સાવલીયા, કેશોદ પ્રેસ કલબ પ્રમુખ પ્રકાશ દવે, શહેર ભાજપ પ્રમુખ હરિનભાઈ
ચોવટીયા સહિતના આગેવાનો, આમંત્રિત મહેમાનો, વિવિધ શાળાનો શૈક્ષણિક સ્ટાફ તથા વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ખેલ મહાકુંભને સફળ બનાવવા માટે આદર્શ નિવાસી શાળાના આચાર્ય ડો.હમીરસિંહ વાળા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
ખેલ મહાકુંભમાં ભાગ લેવા આવતા વિદ્યાર્થીઓમાં સરકાર સામે ભારે રોષ જોવા મળી રહ્યો હતો કારણકે ખેલ મહાકુંભમાં ભાગ લેવા તાલુકાભરમાંથી દુર દુરના ગામડાઓમાંથી વિદ્યાર્થીઓ વહેલી સવારથી ભાગ લેવા આવે છે
અને બપોર બાદ અમુક વિદ્યાર્થીઓ છુટા થતા હોય ત્યારે ખેલ મહાકુંભમાં ભાગ લેવા આવતા વિદ્યાર્થીઓ માટે સરકાર તરફથી નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવતી નથી જે બાબતે વિદ્યાર્થીઓ તથા શિક્ષકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.