સોફટબોલ થ્રોઈવેન્ટ, 50 મીટર વોક, ગોળાફેંક ઈવેન્ટ સહિત સ્પર્ધામાં થયા ઉર્તિર્ણ
રાજકોટ સ્થિત ભારતનગર ચોક , 80 ફૂટ રોડ પર , અમૂલ ચોકડી પાસે , ગુજરાત ફોલ્ડંગ કંપનીની પાછળ આવેલ એકરંગ માનસિક વિકલાંગ (દિવ્યાંગ) દિકરીઓની સંસ્થામાં મધર્સ ડે ની ઉજવણી કરવામાં આવેલ જેના ભાગ રૂપે સ્પે . ખેલ મહાકુંભમાં ઉમર પ્રમાણેની મહિલા કેટેગરીમાં વિવિધ રમતોમાં નંબર લાવીને સ્પે . ખેલમહાકુંભની રમતોમાં વિજેતા બનેલ સંસ્થાની મનોદિવ્યાંગ દિકરીઓને સન્માનીત કરવામાં આવેલ. રાજકોટ ખાતે તારીખ: 01/05/2022 થી તારીખ: 04/05/2022 સુધી આયોજીત જીલ્લા કક્ષાના સ્પે . ખેલમહાકુંભ – 2021-22માં અનુક્રમે મનોદિવ્યાંગ મહિલા કેટેગરીની ઉંમર 8 થી 15 વર્ષ વયજૂથ માટે સોફ્ટબોલ થ્રો ઇવેન્ટમાં શારદા કાપડીયાએ પ્રથમ નંબરે અને 50 મીટર વોકમાં ગીતા રાઠોડ ત્રીજા નંબરે વિજેતા બની હતી .
ઉંમર 16 થી 21 વર્ષ વયજૂથ માટે 50 મીટર વોક ઇવેન્ટમાં અવની ભાગીયાએ તૃતીય સ્થાન મેળવેલ . 100 મીટર દોડ ઇવેન્ટમાં આરતી અઘેરા પ્રથમ અને મીરા બોરણીયાએ તૃતીય સ્થાન મેળવેલ .200 મીટર દોડ ઇવેન્ટમાં શ્વેતા પરમારે પ્રથમ , નિધી દુધાગરા એ દ્વિતીય , પૂજા પરમારે તૃતીય સ્થાન મેળવેલ . સોફ્ટબોલ થ્રો ઇવેન્ટમાં પાયલ પંડયા એ પ્રથમ ક્રમાકે બોલ થ્રો કરેલ .
ગોળાફેંક ઇવેન્ટમાં પૂજા પરમારે પ્રથમ , મીરા બોરણીયા એ દ્વિતીય તથા આરતી અઘેરા એ તૃતીય સ્થાન મેળવી ગોળાને દૂર સુંધી ફેકી એકરંગ સંસ્થાનું નામ રોશન કરેલ . લાંબી કૂદ ઇવેન્ટમાં શ્વેતા પરમારે પ્રથમ અને નિધી દુધાગરા એ દ્વિતીય સ્થાન મેળવી લાંબો કુદકો લગાવેલ . તેમજ ઉમર 22 થી 45 વર્ષ વયજૂથ માટે 100 મીટર દોડ ઇવેન્ટમાં મનિષા પરમારે દ્વિતીય અને શબાના મન્સુરી એ તૃતીય સ્થાન મેળવવામાં સફળ રહેલ તથા 200 મીટર દોડ ઇવેન્ટમાં પારૂલ ગોંડલીયાએ દ્વિતીય અને ભાવિષા હરસોરા એ તૃતીય સ્થાન મેળવી સંસ્થાની શોભા વધારી છે.
માતૃ દિવસ નિમિતે સંસ્થાના સંચાલક પ્રમુખ દિપીકાબેન કમલેશભાઈ પ્રજાપતિએ સંસ્થાની દિકરીઓને અકલ્પનીય સિધ્ધીઓ હાંસલ કરવા બદલ પ્રમાણપત્ર, ગીફટ તથા ચોકલેટ આપી મોઢુ મીઠું કરાવી અભીનંદન પાઠવ્યા છે. સાથે રાજકોટની સેવાભાવી જનતાને માતૃ દિવસની વિશેષ શુભેચ્છાઓ પાઠવી છે