રાજકોટ જિલ્લાકક્ષાના ખેલમહાકુંભ ૨૦૧૯ના વિજેતા ખેલાડીઓને પુરસ્કૃત કરવા માટે આજ રોજ મંત્રી જયેશભાઈ રાદડિયાના અઘ્યક્ષ સ્થાને ઈનામ વિતરણ કાર્યક્રમનું ઈન્ડોર સ્ટેડિયમ રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંત્રી જયેશભાઈ રાદડિયાએ તમામ ખેલાડીઓને શુભકામના પાઠવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત મ્યુ. ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીએ ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૨૦૧૦થી શરૂ કરેલ ખેલ મહાકુંભની લોકપ્રિયતામાં વધારો થઈ રહ્યો છે. તેમના સ્વપ્ન રમશે ગુજરાત, જીતશે ગુજરાતને સફળ કરવામાં તમામ શિક્ષકો અને ખેલાડીઓનો મહત્વનો હિસ્સો છે.
ખેલમહાકુંભ ૨૦૧૯માં ૧,૬૪,૦૦૬ જેટલા વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. તેમાંથી ચાલુ વર્ષે કુલ ૫૫૭૯ ખેલાડીઓ ૨૨ રમતોમાં વિજેતા થયેલ છે. આ પ્રસંગે ઉપસ્થિત તમામ મહાનુભાવોનું પુસ્તક અને ખાદીના રૂમાલથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
ઈનામ વિતરણના કાર્યક્ર્મમાં વિજેતા ખેલાડીઓને ૩૦૦૦થી લઈને ૩૬૦૦૦ સુઘીની રકમ પુરસ્કાર સ્વરૂપે એનાયત કરવામાં આવી હતી. ઘોળકીયા સ્કુલની વિદ્યાર્થીઓએ વિવિધ યોગાસનો નિદર્શિત કરતી ડાન્સની કૃતિ રજુ કરી હતી.
ખેલ મહાકુંભ-૨૦૧૯ના ઈનામ વિતરણ કાર્યક્રમમાં ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, અને અરવિંદભાઈ રૈયાણી, ભાજપ અગ્રણી નિતિનભાઈ ભારદ્વાજ અને રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ક્મલેશભાઈ મીરાણી, હોકી ક્ષેત્રે પદ્મશ્રી મેળવેલ ઘનરાજ પિલ્લાઇ તથા મોટી સંખ્યામાં વિવિધ રમતોના ખેલાડીઓ રાજકોટ, તાલુકા અને ગ્રામ્ય કક્ષાના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
બાળકોને પ્લેટફોર્મ અને પ્રોત્સાહન આપવા ખેલ મહાકુંભ અંતર્ગત કાર્યક્રમ યોજાયો: જયેશ રાદડીયા
અબતક સાથેની વાતચીત દરમિયાન કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાએ જણાવ્યું હતુ કે ખેલમહાકુંભ અંતર્ગત સમગ્ર રાજયમાંથી જિલ્લા કક્ષાઓના ખેલાડીઓને ઈનામ વિતરણ સમારોહ યોજાયો હતો. જેમાં રાજકોટ શહેર અને જિલ્લાના એક લાખ સાઈડ હજારથી વધુ બાળકોએ ખેલમહાકુંભમાં ભાગ લીધો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શ કરેલી આ યોજનાને ગ્રામ્ય વિસ્તારના બાળકોને ઘર આંગણે પ્લેટફોર્મ મળી રહે તે માટે ૨૦૧૦માં ખેલ મહાકુંભનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આજે સમગ્ર રાજયમાં ૪૫ લાખથી વધુ બાળકોને રજીસ્ટ્રેશન કરાવીને ગ્રામ્ય વિસ્તારના બાળકોએ લાભ લીધો હતો. આજે ઈનામ વિતરણ કાર્યક્રમમાં અંદાજે ૪૦ કરોડથી વધુ રકમના ઈનામો આ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા છે. અને તેમને પ્રોત્સાહન પૂ પાડયું છે. રાજય સરકારે તેમને પ્લેટફોર્મ પૂ પાડેલ છે.
આ બાબત આપણા દેશનું ભવિષ્ય છે. દેશના ભવિષ્યને ઉજાગર કરવા માટે અને તેમને પ્લેટફોર્મ મળી રહે તે માટે ખેલમહાકુંભ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો અને આજે રાજકોટ શહેર અને જીલ્લાનાં બાળકો ઈનામ વિતરણ કર્યું હતુ.