લોધિકા તાલુકા ના ખીરસરા ગામ ના ગંગા સ્વરૂપ (વિધવા) મહિલા મંજુબેન ગોરધનભાઈ જોરીયા જેમને તા20/3/2020 ના રોજ હુકમ મળેલછે તેમનું પેન્શન 19/8/2019થી મંજુર થયેલ છે
11માસનો સમય વિતી ગયેલ હોવા છતાં પેન્શન જમા થયેલ નથી તેઓ મહિના માં બે ધકકા લોધીકા મામલતદાર કચેરીના ખાય છે જવાબ છે આવી જશે તો ક્યારે આવશે તેનો કોઈ જવાબ નથી તેમજ બીજા મહિલા ખીરસરા ના ચંદ્રીકાબેન બાબુભાઈ ડાભી તેમને તા.27/2/2020 ના અરજી કરેલ છે તેમને 27/2/2020 થી વિધવા સહાય પેન્શન મંજુર થયાનો હુક્મ મળેલછે છતાં હજુ સુધી પેન્શન જમા થયેલ નથી વારેવારે મામલતદાર કચેરી ના ધરમના ધક્કા ખાઈ છે
પેન્શન માટે તેમજ ચંપાબેન ભીમજીભાઈ વાગડિયા તથા મંજુબેન કેશુભાઈ વાગડિયા આ બંને મહિલા ઓ એ લોધીકા મામલતદાર કચેરી મા આઠ મહિના પહેલા વિધવા સહાય મેળવવા માટે અરજી ઓ આપેલ જેની તપાસ કરતા તેઓને જાણવા મળેલ કે તેમની અરજી ઓ કચેરીને મળેલજ નથી તો અરજીઓ કચેરીમાં થી ગય ક્યાં આ એક પ્રશ્ર્ન છે
ત્યાર બાદ ગામ પંચાયત મારફત ફરી મંત્રી દ્વારા નવી અરજી કરવામાં આવી તે તા.27/5/2020થી મંજુર કરવા આવી હજુ પેન્શન મળેલ નથી તો આ આ ચાર મહિલા ઓ છેલ્લા ધણા લાંબા સમયથી તેમને મળતા સરકારની મહિલા વિધવા સહાય પેન્શન ની રાહ જુવે છે તેમને ન્યાય કયારે મળશે તેની રાહ જુએ છે
તેમજ છેલ્લા 11 માસ થી પેન્શન માટે હેરાન થતા મહિલા મંજુબેન ગોરધનભાઈ જોરીયા તેમજ 6 માસથી રાહ જોતા વિધવા મહિલા ચંદ્રીકાબેન બાબુભાઈ ડાભી ઉચ કક્ષાએ રજૂઆત કરવા જય રહેલ છે તેમ જણાવે છે