• કેન્દ્રીય મંત્રી પરષોતમ રૂપાલા, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા
  • આયુર્વેદિક દવાઓ, મરી-મસાલા, અનાજ, કઠોળનું થયું મબલખ વેચાણ

ગ્લોબલ ફન્ડોરેશન ઓફ કાઉ બેઝડ ઇન્ડસ્ટ્રી (જીસીસીઆઇ) યોગીધામ અને નવરંગ નેચર કલબ રાજકોટના સંયુકત ઉપક્રમે યોગીધામ કેમ્પસ આત્મીય યુનિ. ખાતે ત્રિ-દિવસીય ખેડુત હાટ યોજાયો હતો. આ ખેડુત હાટ લોકોની સુખાકારી જળવાઇ રહે તથા લોકોને દવા અને વિદેશી બજાર વિના ઓર્ગેનિક વસ્તુઓ યોગ્ય ભાવે મળી રહે તે માટે પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઇ કથીરીયા તથા સમગ્ર કમીટી દ્વારા ઓર્ગેનિક ખેડુત હાટ યોજાયો હતો. આ ત્રિ-દિવસી ય ખેડુત હાટમાં લોકોની જનમેદની ઉમટી પડી હતી અને લોકોનો જબ્બર પ્રતિસાદ મળ્યો હતો. અને ખેડુત હાટના પહેલા દિવસે ખેડુતો અને જનતા માટે વિશેષજ્ઞ પાસેથી માર્ગદર્શન સેશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

ખેડુત હાટના ઉદધાટન સમયે આર્ષ વિદ્યા મંદિરના પૂ. પરમાત્માનંદ સરસ્વતિજીએ જણાવ્યું હતું કે, વિજ્ઞાનથી સમસ્યા ઉકેલી નહિ પણ વધી એટલે આજે ઓર્ગેનિક વસ્તુની જરુર પડી. ે આજે કેન્સર જેવા રોગો બહુ ફેલાયા છે. ત્યારે ઓર્ગેનિક ઉત્પાદનો ખાવાની જરુર પડી છે. લોકોમાં આ અંગે જાગૃતિ વધી છે. ત્યારે ઓર્ગેનિક ઉત્પાદન કરતા ખેડુત અને ગ્રાહક એકબીજા સાથે સંપર્ક કરી શકે તે માટે સતત ખેડુત હાટનું આયોજન કરતું રહેવું જોઇએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતનાં સપનાનો પાયો છે. ગુજરાત ભૂતપૂર્વ મંત્રી, ઇફકોના ચેરમેન દિલીપભાઇ સંઘાણીએ જણાવ્યું હતું કે સહકારી ક્ષેત્ર ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપે છે. ભારતનાં ખેડુતો ડોલરમાં કમાણી કરતા થાય તેવા પ્રયત્નો શરુ કરવા જોઇએ. ગુજરાત કોમર્શીયલ માર્કેટીંગ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. ત્યાંથી પણ ઓર્ગેનિક ઉત્પાદન કરતા ખેડુતો વેચાણ કરી શકશે. આજે ખેડુતોને દવા છાંટવા માટે ડ્રોનની ટેકનોલોજી પણ ઉપલબ્ધ છે.

ખેડુત હાટના બીજા દિવસે કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, ઇફકોના ચેરમેન દિલીપભાઇ સંઘાણી ઉ5સ્થિત રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી પરસોતમભાઇ રૂપાલાએ ખેડુતોને પ્રોત્સાહીત કર્યા હતા. તેમને કહ્યું હતું કે, વારંવાર આવા ખેડુત હાટ થવા જોઇએ. જેનાથી લોકોની ઓર્ગેનિક વસ્તુ અને ખેડુતોને પણ પ્રોત્સાહન  મળે ખેડુત હાટ ના બીજા દિવસે પણ લોકોની જનમેદની ઉમટી પડી હતી.

આ ત્રિ-દિવસીય ખેડુત હાટમાં લોકોને ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. આ ખેડુત હાટથી ખુબ જ પ્રોત્સાહન મળ્યું હતું. લોકો ખુબ જ ઉત્સાહથી ખેડુત હાટનો લાભ લીધો હતો.

લોકોને સ્વાસ્થ્યપ્રદ ઓર્ગેનિક વસ્તુ મળી રહે તેવું આયોજન: ડો. દર્શિતાબેન શાહ

અબતક સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, આ ખેડુત હાટનું ખુબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. અને સ્વસ્થ્ય પદ વસ્તુઓ એક જગ્યાએથી લઇ શકે વિવિધ સ્ટોલમાંથી મળી રહે તેવું સુંદર આયોજન કર્યુ છે. ગુજરાતના લોકોની અત્યારે મરી-મસાલા, અનાજ ભરવાની સીઝન છે. ત્યારે અહિ ઓર્ગેનિક મરી-મસલા પણ રાખવામાં આવ્યા છે. આ ખેડુત હાટથી ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો છે.

ખેડુત હાટ માં ઓર્ગેનિક ખેતી કરતાં ખેડુતોને ખુબ જ પ્રોત્સાહન મળ્યું: ડો. વલ્લભભાઇ કથીરીયા

અબતક સાથેની  વાતચીત કરતાં જણાવાયું છે રાજકોટના યોગીધામ કેમ્પસ આત્મીય યુનિ. માં ત્રિ-દિવસીય ઓેર્ગેનિક ખેડુત હાટનું આયોજન કરાયું હતું. જેમાં આર્ગેનિક ખેતી કરતાં ખેડુતો જુવાર, બાજરી, મકાઇ, ઘંઉ ઉગાડે છે. કઠોળ, ચણા, મગ, મઠ, અડદ અને મરી મસાલા હળવદર, જીરૂ, ગોળ, તેલ, અને આયુર્વેદિક દવાઓ ઘી, પોક, ગૌ મૂત્રમાંથી બનતી પ્રોડકટ કોસ્મેટીક વસ્તુઓ અને જે સુગંધી દ્રવ્યો બનાવે છે. તે બધાનો વેચાણ માટેનો ખેડુત હાટનું આયોજન કરવામાં આવ્યું હતું. એક બાજુ ઓર્ગેનિક ખેતી કરતા ખેડુતોને ચિંતા છે કે એમને માર્કેટ મળતું નથી. અને લોકો ને આર્ગેનિક વસ્તુ જોઇએ છે તો બન્ને ને કનેકટ કરવાનું કામ કર્યુ છે. પ્રથમ પ્રયોગ છે. 1000 જેટલા ખેડુત માંથી 100 ખેડુતો ને તૈયાર કરવામાં આવ્યા અમારો આ પ્રયોગ સફળ થયો છે.

લોકોને ખુખ સારા પ્રતિસાદને લીધે આવનાર સમયમાં ખેડુત હાટનું આયોજન થશે: પ્રવિણ આસોદરિયા

અબતક સાથેની વાતચીત કરતાં જણાવ્યું હતું કે લોકોને ખુબ પ્રતિસાદ મળ્યો છે. અહી 85 થી વધુ સ્ટોલ રાખવામાં આવ્યા છે. જે સ્ટોલ છે તેને ઓગેનિક ખેતી કરે છે. તેવા ખેડુતોને જ રાખવામાં આવ્યા છે. અને આવનારા સમયમાં પણ આવા ખેડુત હાટનું આયોજન કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.