લેઉવા પટેલ સમાજના આસ્થા પ્રતિક સમાન ખોડલધામના નેજા હેઠળ ટ્રસ્ટ દ્વારા સમાજ ઉપયોગી કાર્ય કરવામાં આવી રહ્યા છે. ખોડલધામ ટ્રસ્ટની દેખરેખ નીચે આજે કાગવડ ખાતેનું ખોડલધામ મંદિર વિશ્વ વિખ્યાત બન્યું છે ટ્રસ્ટ દ્વારા સમાજના યુવાનો માટે શિક્ષણની પ્રવૃતિ નોકરી માટે વધારે યુવાનો આગળ આવે એ માટે કલાસીસ ચલાવવામાં આવી રહ્યા છે ત્યારે તાજેતરમાં સરકાર દ્વારા આર્થિક રીતે પછાત સવર્ણો માટે ૧૦ ટકા અનામતની જાહેરાત કરી છે એને ખોડલધામ ટ્રસ્ટ આવકારે છે.

ખોડલધામ ટ્રસ્ટની સ્થાપના સમાજના નાનામાં નાના લોકોના ઉત્થાન માટે કરવામાં આવી છે અને આ માટે ટ્રસ્ટ દ્વારા સમાજ ઉપયોગી કામ પણ કરવામાં આવી રહ્યા છે. હજુ આગળના દિવસોમાં પણ ટ્રસ્ટ આજ દિશામાં આગળ વધશે ત્યારે સરકારે આર્થીક રીતે પછાત વર્ગના લોકોને ધ્યાને લઈને સવર્ણો માટે અનામતની જાહેરાત કરી છે. સરકારે જેમની આવક આઠ લાખથી ઓછી હોય અને ખેતી લાયક જમીન ૫ એકરથી ઓછી હોય તથા ૧૦૦૦ સ્કે.ફુટથી નાનું ઘર હોય એવા આર્થિક રીતે પછાત સવર્ણોને આ અનામતનો લાભ આપવાની વાત કરી છે. આર્થિક રીતે પછાત સવર્ણો માટે સરકારે જે આ નિર્ણય લીધો છે એ ખરેખર અમલી બનશે તો લોકોને લાભ મળશે.

ખોડલધામ ટ્રસ્ટ આર્થિક રીતે પછાત લોકોને ઉપયોગી થતા દરેક કાર્યને આવકારે છે કારણે કે નાનામાં નાના લોકોને જયારે વધુ સુવિધા મળશે ત્યારે જ દેશ પ્રગતિના શીખરો સર કરી શકશે સરકારના સવર્ણોને અનામત આપવાના આ નિર્ણયને ખોડલધામ ટ્રસ્ટ આવકારે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.