- પાડોશી આધેડે આચર્યું દુષ્કર્મ
- ચોકલેટ અને બિસ્કિટની લાલચ આપી હેવાને બાળકીઓ પર આચર્યું દુષ્કર્મ
- આરોપીના ફોનમાંથી મળી આવ્યા અશ્લીલ વિડીયો
ખેડા : દુષ્કર્મના કિસ્સાઓ બંધ થવાનું નામ નથી લઈ રહ્યાં, ત્યારે ફરી ગુજરાતમાં એક સાથે 4 બાળકીઓ સાથે દુષ્કર્મ આચર્યું હોવાની હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. ખેડા જિલ્લાના માતર તાલુકાના વસો પંથકમાં માનવતાને લજાવનાર કિસ્સો સામે આવ્યો છે. આસપાસના વિસ્તારમાં રહેતા એક નરાધમ પડોશીએ 4 સગીર વયની બાળકીઓ પર દુષ્કર્મ આચર્યું છે. આ ઉપરાંત નરાધમે બાળકીના અશ્લીલ વિડિયો પણ બનાવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. જે બનાવ બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો. ત્યારે ગુનાના આરોપીની આધેડની પોલીસ દ્વારા ધરપકડ કરાઇ છે.
જે બાળકીઓ આ હેવાનીયતનો શિકાર બને છે તેમની ઉમર માત્ર 8 થી 11 વર્ષની છે. બાળાઓને ચોકલેટ અને બિસ્કિટની લાલચ આપી હેવાને પીંખી નાખી હતી. આ નરાધમને પોલીસે ઝડપી પાડીને તેના મોબાઇલ કબ્જે લીધો છે. જેમાંથી અશ્લીલ વિડિયો મળી આવ્યા છે. સમગ્ર ઘટના બાબતે પોલીસે વધુ તપાસ મેળવીને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ખેડા જીલ્લા પોલીસ, LCB અને DySP સહિતના અધિકારીઓ દ્વારા કાર્યવાહી શરૂ છે. બાળાઓના પરિવારજનો, ગામવાસીઓ અને સમગ્ર દેશમાં ઘટનાને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમજ આ આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરાઇ છે.