પોલીસે અલગ અલગ ત્રણ ફરિયાદ નોંધી: 15 જેટલા શખ્સોની અટકાયત
મદરેસા પરથી મહિલા સહિતના ટોળાએ પથ્થરમારો કર્યાની ફરિયાદ: ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું
ખેડા જિલ્લાના ઠાસરા ગામે શ્રાવણ માસની અમાસના દિવસે નીકળેલી શિવજીની યાત્રા પર એકાએક પથ્થરમારો થતા ભક્તોમાં નાસભાગ મચી ગઇ હતી. ત્યાર બાદ હિન્દુ અને મુસ્લિમ જૂથના ટોળા સમામાએ આવી જતા પથ્થરમારો થતા વાતાવરણ તંગદીલી બન્યું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા હતા. પોલીસે હાલ સ્થિતિ નિયંત્રણમાં હોવાનો દાવો કર્યો છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં બે જૂથ વચ્ચે પથ્થરમારાની ઘટના ઘટી છે. શ્રાવણ મહિનાની અમાસને લઈ ઠાસરા ગામમાં શિવજીની સવારી નીકળી હતી. શિવજીની સવારી ઉપર પથ્થરમારો થયો હતો. જિલ્લાની એલસીબી એસઓજી સહિતનો કાફલો ઠાસરા જવા રવાના થયો હતો. ખેડા એસપી રાજેશ ગઢીયા અને ડીવાયએસપી ઘટના સ્થળ પર પહોંચ્યા છે અને ગામને પોલીસ છાવણીમાં ફેરવાઇ ગઇ હતી.
હિંદુ ધર્મના પવિત્ર તહેવારોની શોભાયાત્રા પર જ વારંવાર પથ્થરમારો થાય છે. રામ નવમી હોય, ગણપતિ વિસર્જન કે પછી શિવજીની સવારી કેટલાક કટ્ટરવાદી માનસિકતા ધરાવતા લોકો વારંવાર અપકૃત્ય કરે છે. શાંતિને પલિતો ચાંપીને તોફાની તત્વો છટકી જાય છે. ખેડાના ઠાસરામાં શ્રાવણ મહિનાની અમાસને લઈ શિવજીની સવારી પસાર થઈ રહી હતી ત્યારે ધાબા પરથી 25 જેટલા લોકોએ બેફામ પથ્થરમારો શરૂ કરી દીધો. ધાર્મિક શોભાયાત્રામાં સામેલ મહિલા અને બાળકો પર પણ પથ્થરો ઝીંકાયા હતા.
પોલીસે સામસામે બંને ટોળા વિરૂદ્ધ ફરિયાદ નોંધી 15થી વધુ લોકોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથધરી છે. જેમાં હિન્દુ કરિયાદીએ 17 મુસ્લિમ શખ્સોના નામ જોગ ફરિયાદ નોંધાવી છે. તેમજ અન્ય 50 લોકોના ટોળા સામે પણ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ પછી સમગ્ર ઠાસરા શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બીજી તરફ મુસ્લિમ કરિયાદીએ 1500 લોકોના ટોળાં સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેની સાથે જ પોલીસે કુલ ત્રણ ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. તેમજ અત્યાર સુધી 15 લોકોને રાઉન્ડઅપ કરી પૂછપરછ ચાલુ છે. નોંધનીય છે કે, શિવજીની શોભાયાત્રામાં મુસ્લિમ લોકોએ પથ્થરમાર્યો કર્યાનો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
બીજી તરફ મુસ્લિમ ફરિયાદીએ હિન્દુઓના ટોળા સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મદરેસા અને દરગાહ સહિત વાહનોને નુક્સાન કર્યું હતું. ઠાસરા પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઇ જુદા-જુદા વીડિયોના આધારે તપાસ હાથધરી છે. તેમજ ઠાસરા પોલીસ સોશિયલ મીડિયા પર પણ ખાસ નજર રાખી રહી છે.