ખેડા : સુણદા ગામમાં એકસાથે 6 લોકોની અંતિમયાત્રા નીકળતા ગામ આખુ શોકમય બન્યું
ખેડાના સુણદા ગામમાં એકસાથે એક જ પરિવારના 6 લોકોની અર્થી ઉઠી હતી. એકસાથે 6 લોકોની અંતિમયાત્રા નીકળતાં આખુ ગામ શોકમય બન્યું છે. 3 હજારથી વધુ લોકો અંતિમયાત્રામાં જોડાયા હતા. સુણદા ગામમાં એક અજબ પ્રકારની ગમગીની છવાઈ ગઈ છે. જેની ક્યારેય કોઈ કલ્પના પણ ન થઈ શકે.
બાવળામાં થયેલા અકસ્માતમાં કુલ 11 લોકોના મોત થયા હતા. જેમાં સુણદા ગામના 6 સ્વજનોએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા. દુર્ઘટનાથી ગામ પર આભ તૂટ્યા જેવી સ્થિતિ ઉભી થઈ છે. એક જ પરિવારમાં 6ના મોતથી સમગ્ર ગામમાં સોંપો પડી ગયો છે. ગામના રસ્તાઓ સૂમસામ થયા છે. સ્વજન ગુમાવનાર પરિવારની સાથે સમગ્ર ગ્રામજનો શોકમાં છે. મૃતકોના ઘરમાં આક્રંદ છવાયો છે.