ઘરના છોકરા ઘંટી ચાટે અને પાડોશીને આટો જેવા ઘાટ વચ્ચે
ગોંડલ સેવા સદનમાં કેન્ટીન માટેની માંગણીની ફાઈલ ટલ્લે ચડાવાઈ અને બહારની સંસને લાભ અપાતા ઘૂઘવાટ
જિલ્લા કલેકટર કચેરીમાં ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામના ઓમ સખીમંડળને પગભર કરવા ઉમદા હેતુથી કેન્ટીન બનાવવા માટે જમીન ફાળવવામાં આવતા જિલ્લા મહેસુલી કર્મચારી મંડળમાં કચવાટની લાગણી ફેલાઈ છે. કારણ કે કર્મચારી મહામંડળ દ્વારા અગાઉ ગોંડલના સેવા સદન ખાતે કેન્ટીન બનાવવા માંગણી કરી હોવા છતાં આજ દિન સુધી જમીન ફાળવવામાં આવી નથી તેથી વિપરીત બહારના સખીમંડળને ફટાફટ કેન્ટીન માટે જમીન ફાળવાતા ઘરના છોકરા ઘંટી ચાટે અને પાડોશીને આટો જેવો ઘાટ ઘડાયો હોવાનો ગણગણાટ થઈ રહ્યો છે.
જાણવા મળતી વિગતો મુજબ રાજકોટની નમૂનેદાર જિલ્લા કલેકટર કચેરીમાં લીલાછમ વૃક્ષોનો સાથે બોલાવવાનો કારસો ઘડી ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામના સખીમંડળને પગભર કરવા માટે ૨૫ ફૂટ બાય ૧૫ ફૂટની જગ્યા ફાળવી આ જગ્યામાં ચા-નાસ્તા સહિતની સુવિધાઓ શરૂ કરવા કેન્ટીન માટે જગ્યા ફાળવવામાં આવી છે. આ સંજોગોમાં સવાલ તો એ ઉઠે છે કે શું રાજકોટી ૬૦ થી ૭૦ કિ.મી.થી વધુ દૂર આવેલા ગોંડલના સુલતાનપુરી સખી મંડળના બહેનો અપડાઉન કરશે કે કલેકટર કચેરીમાં કેન્ટીનની સાથે રહેવા માટેની જગ્યા પણ ફાળવવામાં આવશે ?
વધુમાં ગોંડલના સુલતાનપુર ગામના સખીમંડળને પગભર કરવા માટે કલેકટર કચેરીમાં જગ્યા ફાળવવામાં આવતા મહેસૂલી કર્મચારીઓમાં ભારે ગણગણાટ વ્યાપ્યો છે કારણ કે, કર્મચારી મંડળ દ્વારા છ માસ કરતા વધુ સમયી ગોંડલ સેવા સદન ખાતે કેન્ટીન શરૂ કરવા માટે જગ્યા ફાળવવા માંગણી કરવામાં આવી છે પરંતુ આ માંગણી પ્રત્યે હજુ સુધી તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી ની. તો બીજી તરફ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની ભલામણને પગલે ફટાફટ જગ્યા ફાળવવામાં આવી છે.
સૂત્રોએ તો ત્યાં સુધી જણાવ્યું હતું કે, કલેકટર તંત્ર દ્વારા શ્રોફ રોડ તરફ પાછળના દરવાજે કેન્ટીન માટે ૨૫ ફૂટ બાય ૧૫ ફૂટની જગ્યા ફાળવવા નકકી કર્યું છે. તો બીજી તરફ સખીમંડળ વધી દોડધામ કરતા કેટલાક લોકો દ્વારા જી.ટી.શેઠ હોસ્પિટલ તરફના મુખ્ય પ્રવેશદ્વાર નજીકની જગ્યાનો આગ્રહ સેવવામાં આવી રહ્યો છે.
જો કે સૌી આશ્ર્ચર્યની બાબત તો એ છે કે, સખીમંડળને પગભર કરવા ફકત ૯૦ દિવસ માટે હંગામી ધોરણે કેન્ટીન ફાળવવામાં આવનાર હોવા છતાં કેન્ટીનના પ્રાયોજકો શા માટે મોકાની જ જગ્યા તલાશી રહ્યાં છે. આ સંજોગોમાં જિલ્લા વહીવટી તંત્રએ કચેરીના ઘટાટોપ વૃક્ષોનો સો ન વળે તે દિશામાં પણ જોવું પડશે.