રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટમાં વિકસીત કે વિકાસશીલ દેશ જેટલું ધ્યાન આપે છે તેટલું ધ્યાન ભારતમાં ન અપાતા ડિજીટલ ઈન્ડિયાના સ્વપ્ન સામે પડકારો
ડિજીટલ ઈન્ડિયાની વાતો ખુબ જોરશોરથી થઈ રહી છે પરંતુ યોગ્ય સમયે રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટમાં ધ્યાન દેવામાં ન આવતા વર્તમાન સમયે ઈલેકટ્રોનિકલ સાધનો માટે ઉપયોગમાં લેવાતી ચીપ્સની તંગી ઉભી થઈ છે.
ડિજીટલ યુગમાં દરેક ગેજેટમાં નાની એવી ચીપ્સ હૃદયસ્થ બની છે. તમારા ગેમીંગ કાઉન્સીલથી મોટર અને મોબાઈલ ફોનમાંથી વાઈફાઈ સુધીની કનેક્ટિવીટીમાં જે નાનું ઉપકરણ આજે વિશ્ર્વમાં પાવર હાઉસની ભૂમિકામાં આવી ગયું છે. ‘ચીપ્સ’ તમામ ઈલેકટ્રોનિક આઈટમનું હૃદય છે અને તે કુદરતી રીતે એક જ પ્રકારે બને છે. જો ઈલેકટ્રોનિક આઈટમમાં બધુ હોય અને ચીપ્સ ન હોય તો તે ઉપયોગી થઈ શકતું નથી. અત્યારે કોરોના કટોકટીને લઈને ભારે મંદીનો માહોલ પ્રવર્તી રહ્યો છે તેમ છતાં આર્થિક સંકળામણના આ સમયમાં ઈલેકટ્રોનિક ઉત્પાદકો દેશી અને પરદેશી બન્ને સેમી કંડકટર ચીપ્સની ભારે અછતનો સામનો કરી રહ્યાં છે.
સેમી કંડકટર ઈન્ડસ્ટ્રીઝ એસો. સીયાના પ્રવકતાએ જણાવ્યું હતું કે, ફેબ્રુઆરી 2021માં કુલ 39.6 બીલીયન ડોલરની સેમી કંડકટર ચીપ્સનું વેંચાણ થયું હતું. ફેબ્રુઆરી 2022માં થયેલા વેંચાણ કરતા આ વેંચાણ 14.7 ટકા વધુ છે. અત્યારે વિવિધ ચીજવસ્તુના ઉત્પાદકોમાં સેમી કંડકટરની માંગ વધી છે. હોમ એપ્લાઈન્સીસ , ટીવી, ફ્રીઝ, લેપટોપ અને ઈન્ટરનેટ સાથે કામ કરતા તમામ ગેજેટ ઉત્પાદન કરતા ભારતીય ઈલેકટ્રોનિક ઉત્પાદકો કે જે પરંપરાગત રીતે પરદેશની આયાત પર નિર્ભર હોય છે તેમની ચીપ્સની જરૂરીયાતો કાયમ રહે છે. અત્યારે કોરોના કટોકટીના પગલે ચીપ્સનું ઉત્પાદન ઘટતા ભારતના ઉત્પાદકો પોતાના વૈશ્ર્વિક હરીફો સામે ચીપ્સ માટે સંઘર્ષમય પરિસ્થિતિમાં આવી ગયા છે. અત્યારે ભારતના ઉત્પાદકો સંપૂર્ણપણે આયાતી ચીપ્સ પર નિર્ભર છે.
ઉદ્યોગ જગતનું કહેવું છે કે, અત્યારના કટોકટીના સમયમાં ચીપ્સની અછત ધંધાને વધુ અસર કરે છે. ભારતના ઈલેકટ્રોનિકસ અને સેમી કંડકટર એસો.ના મતે ચીપ્સની સપ્લાય મુખ્ય બની ગઈ છે. સમગ્ર ઉદ્યોગમાં તમામ ઈલેકટ્રોનિક આઈટમમાં સેમી કંડકટર ચીપ્સ ઉત્પાદનનું સૌથી વધુ ચલણ છે. લોકડાઉનના સમય દરમિયાન ઈલેકટ્રોનિક આઈટમમાં ભારે તેજી આવવા પામી છે. સ્માર્ટફોનથી લઈ લેપટોપ અને ગેમથી વાઈફાઈ રાઉટર સુધીની તમામ વસ્તુઓમાં ચીપ્સ બેઈઝ પ્રોડકટની ડિમાન્ડ વધતાં વૈશ્ર્વિક સ્તરે ચીપ્સની અછત દેખાઈ રહી છે.
અત્યારે ઈલેકટ્રોનિક વસ્તુ ગેજેટ અને કોમ્પ્યુટર, લેપટોપ જેવી હોમ એપ્લાઈન્સીસની વધેલી માંગ વૈશ્ર્વિક રીતે તેજીમાં છે ત્યારે વિશ્ર્વના ચીપ્સ ઉત્પાદકોમાં ભારતના ઉત્પાદકોને જોડતી કડીમાં અત્યારે જાપાન, ફ્રાન્સ અને અન્ય ઉત્પાદક દેશમાં વિવિધ સમસ્યાના કારણે ઉત્પાદન ઓછુ થયું છે. જાપાનમાં ભયંકર અગ્નિકાંડ અને ફ્રાન્સમાં કામદારોની હડતાળને લઈને 3 મોટા ફ્રાન્સ યુનિયનોએ સેમી કંડકટર ઉદ્યોગના ઉત્પાદનને મોટો ઝટકો આપ્યો હતો. અન્ય એક મુદામાં જ્યોર્જ પોલ દ્વારા ચીન, અમેરિકાની ટ્રેડ વોરના પરિબળને લઈને કંપનીઓ દ્વારા ચીપ્સનો સંગ્રહ કરતા હોવાના કારણે મોટી અછત સર્જાઈ છે.
ચીપ્સમાં મંદી સેમી કંડકટર ચીપ્સની તંગી ઈલેકટ્રોનિક ઉદ્યોગ માટે પાયાની સમસ્યા બની ગઈ છે. ચીપ્સની અછતના કારણે 1 થી વધુ ક્ષેત્રમાં તેની અસર થાય છે. દેશમાં ઓટો સેકટરની લઈને ઈલેકટ્રોનિક આઈટમના ઉત્પાદનની મંદી વચ્ચે કોરોના કટોકટીને લઈને એક તરફ ભારતનું અર્થતંત્ર મંદીના દૌરમાં ગુજરી રહ્યું છે તેવા સંજોગોમાં ચીપ્સની અછતને લઈને ઉત્પાદનમાં વિલંબ, વાહનોની ડિલીવરીમાં વાર લાગે છે.
જનરલ સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેચરીંગના ડિરેકટર રાજેશ મેનને જણાવ્યું હતું કે, ચીપ્સની મદદથી ઓટો મોબાઈલ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. વાહનો માટેના સેમી કંડકટર ઉત્પાદન માટે આવશ્યક છે. ચીપ્સની અછતની અસર લાંબા સમય સુધી ચાલશે. પરિણામે વાહનોનું ઉત્પાદન 1 અને 2 ક્રમના સ્પેર પાર્ટસ નિકાસકારોને સેમી કંડકટર સમયસર મળતા ન હોવાથી મુશ્કેલી પડે છે. વાહનમાં ઈસીયુ, એબીએસ સીસ્ટમ ચીપ્સ વગર તૈયાર થતી ન હોવાથી વાહનની ડિલેવરીમાં વિલંબ થાય છે. બોસ ગ્રુપ જાહેરાત કરી છે કે, વર્ષના ત્રીજા અંતરાલમાં ચીપ્સના કારણે કંપનીનો નફો 4.58 ટકા જેટલો ઘટ્યો હતો. આ જ રીતે દેશના વાહન ઉદ્યોગની ચાવીરૂપ ભૂમિકા ભજવતા ઈલેકટ્રોનિક આઈટમોના ઉત્પાદનોમાં ચીપ્સની અછત ખુબ અસર કરે છે. આના કારણે ઔદ્યોગીક જગતમાં સેમી કંડકટર મેન્યુફેચર્સ ઉદ્યોગને ધબકતા કરવા માટે આયાતમાં રાહત આપવાની માંગ ઉભી થઈ છે પરંતુ અત્યારની પરિસ્થિતિમાં લાંબાગાળાના લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે તાત્કાલીક ધોરણે ચીપ્સનું ઉત્પાદન વધારવાની જરૂર છે.