સંદીપ પટેલ અને સોમાનાથ પ્રમુખ સમીર શાહ તેમજ કેન્દ્ર અને રાજય સરકારના અનેક મંત્રીઓ હાજર રહેશે
એક બાજુથી કેન્દ્ર સરકાર ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના એક્શન પ્લાન બનાવી રહી છે ત્યારે રાજકોટમાં યોજાનારા વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર એક્સ્પો એન્ડ સમિટમાં ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ ઉપસ્થિત રહેશે અને પોતાનું વક્તવ્ય પણ આપશે
૨૦ એપ્રિલથી ૨૩ એપ્રિલ સુધી ચાર દિવસ માટે યોજાનારા વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર એક્સ્પો એન્ડ સમિટ માટે વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર એક્સ્પો એન્ડ સમિટના મુખ્ય આયોજકો ઉપરાંત સૌરાષ્ટ્ર ઓઇલ મિલર્સ એસોસિયેશનના પ્રમુખ સમીર શાહે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ ને આમંત્રણ આપ્યું હતું અને નરેશ પટેલ ન માત્ર ઉપસ્થિત રહેશે પણ સાથોસાથ ૨૨ એપ્રિલના રોજ બપોરે ચાર વાગે નેશનલ ઇકોનોમીમાં સૌરાષ્ટ્રના ઉદ્યોગનોનું પ્રદાન ઉપર પોતાનું વક્તવ્ય પણ આપશે
ઓક્ટાગોન કોમ્યુનિકેશન પ્રાઇવેર લિમિટેડના સી ઈ ઓ સંદીપ પટેલ અને સૌરાષ્ટ્ર ઓઇલ મિલર્સ એસોસિયેશનના પ્રમુખ સમીર શાહે જણાવ્યું હતું કે આ વખતે
વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર એકસો એન્ડ સમિટ ખાસ કરીને કૃષિ આધારિત છે અને ખેડૂતોને ફાયદો થઇ શકે તે પ્રકારનું આયોજન હાથ ધરાયુ છે અને ૧૫ હજાર જેટલા ખેડૂતો પણ આવી રહ્યા છે અને અનેક નિષ્ણાંત મહાનુભાવો પણ ઉપસ્થિત રહીને પોતાના વિચારોનું આદાન પ્રદાન કરવાના છે ત્યારે ખેડૂતો અનેકૃષિ આધારિત કંપનીઓને પણ ઘણો ફાયદો થશે
કેન્દ્ર સરકારના પણ અનેક મંત્રીઓ અને અધિકારીઓની સાથે સાથે રાજ્ય સરકારના પણ મંત્રીઓ વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર એક્સ્પો એન્ડ સમિટમાં ઉપસ્થિત રહેવાના છે એ ઉપરાંત જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીના ડો એ એમ પારખિયા પણ ઉપસ્થિત રહેવાના છે અને સાથોસાથે દેશ વિદેશના અનેક ડેલિગેશન પણ હાજર રહેશે
વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર એક્સ્પો એન્ડ સમિટમાં ઓક્ટાગોન કોમ્યુનિકેશન પ્રાઇવેર લિમિટેડના સી ઈ ઓ સંદીપ પટેલ અને સૌરાષ્ટ્ર ઓઇલ મિલર્સ એસોસિયેશનના પ્રમુખ સમીર શાહ અને તેની ટીમ ઉપરાંત ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ મોહનભાઇ કુંડારીયા પણ સાથે રહીને ખાસ કરીને કેન્દ્રના મંત્રીઓ હાજર રહે તે માટે પ્રયત્ન શીલ રહ્યા છે
રાજકોટમાં કૃષિ ઉપર ફોકસ કરીને પેહેલી વખત આ પ્રકારનો એક્સ્પો થવા જઈ રહ્યો છે ત્યારે આ ઓક્ટાગોન કોમ્યુનિકેશન પ્રાઇવેર લિમિટેડના સી ઈ ઓ સંદીપ પટેલ અને સૌરાષ્ટ્ર ઓઇલ મિલર્સ એસોસિયેશનના પ્રમુખ સમીર શાહે સૌરાષ્ટ્ર ગુજરાતના ભારત ભરમાંથી ૧૫૦૦૦ જેટલા ખેડૂતો ઉપસ્થિત રહેશે તેવો આશાવાદ વ્યકત કર્યો હતો
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com