અનરાધાર વરસાદના કારણે ખંભાળિયામાં જળબંબાકાર: લોકોના ઘરમાં વરસાદના પાણી ઘુસ્યા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં મંગળવારે મેઘરાજાએ ભારે તારાજી સર્જી દીધી હતી. અનરાધાર ૧૬॥ ઈંચ જેટલો વરસાદ વરસી જતા સર્વત્ર જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાય જવા પામી હતી. નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા. રાજમાર્ગો ધોવાઈ ગયા હતા. વરસાદના પાણી લોકોના ઘરમાં ઘુસતા ભારે ખાના-ખરાબી જેવી સ્થિતિ સર્જાય જવા પામી હતી. વરસાદે ખંભાળિયામાં વિરામ તો લીધો છે પરંતુ સ્થિતિ અત્યંત ભયજનક લાગી રહી છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનરાધાર વરસાદના કારણે જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે.

8 9સૌરાષ્ટ્રમાં અત્યારસુધી જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જોઈએ તેવો વરસાદ વરસ્યો ન હતો. ગઈકાલે મેઘરાજાએ આ બંને જિલ્લાનો વારો લીધો હોય તેમ દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં બારે મેઘ ખાંગા થયા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ખંભાળિયામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૪૧૨ મીમી એટલે કે ૧૬॥ ઈંચથી પણ વધુ વરસાદ વરસી જતા સર્વત્ર પાણી…પાણી… થઈ ગયું છે. ગામમાં કેડ સમાણા પાણી ભરાયા હતા. લોકોના ઘરોમાં વરસાદના પાણી ઘુસી જવાના કારણે દહેશતનો માહોલ સર્જાઈ ગયો હતો. અનરાધાર ૧૬॥ ઈંચ વરસાદના કારણે ખંભાળિયાની નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા. ભારે વરસાદના કારણે પારાવાર નુકસાન સર્જાયું છે. રાજમાર્ગોનું પણ ધોવાણ થઈ ગયું છે. લોકોના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. આજે સવારે ખંભાળિયામાં મેઘરાજાએ વિરામ ચોકકસ લીધો છે પરંતુ સ્થિતિ હજુ અત્યંત ખરાબ છે. શહેરના નિચાણવાળા વિસ્તારોમાં હજી પણ ગોઠણડુબ પાણી ભરેલા છે. રાહત અને બચાવ કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે.

આજે સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં ૧૧૪ મીમી, દ્વારકામાં ૫૭ મીમી, કલ્યાણપુરમાં ૧૧૭ મીમી, ખંભાળિયામાં ૪૧૨ મીમી, જામનગર જિલ્લાના ધ્રોલમાં ૧૫ મીમી, જામજોધપુરમાં ૧૪૭ મીમી, જામનગરમાં ૯૧ મીમી, જોડીયામાં ૧૭ મીમી, કાલાવડમાં ૫૯ મીમી અને લાલપુરમાં ૧૫૬ મીમી વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. રાજયમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ ખંભાળિયામાં પડતા સ્થિતિ અત્યંત ચિંતાજનક બની જવા પામી છે. આજે સવારથી ખંભાળિયામાં મેઘરાજાએ વિરામ લીધો છે પરંતુ ગામમાં હજી વરસાદના પાણી ભરેલા હોવાના કારણે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

                                                સૌરાષ્ટ્રમાં કયાં કેટલો વરસાદ

ખંભાળિયા ૧૬॥ ઈંચ
માણાવદર ૧૧॥ ઈંચ
માંગરોળ ૮॥ ઈંચ
પોરબંદર ૮ ઈંચ
રાણાવાવ ૮ ઈંચ
માળીયા હાટીના ૮ ઈંચ
મેંદરડા ૭ ઈંચ
લાલપુર ૬ ઈંચ
કેશોદ ૬ ઈંચ
વંથલી ૬ ઈંચ
જામજોધપુર ૬ ઈંચ
કુતિયાણા ૬ ઈંચ
ઉના ૫॥ ઈંચ
ગીરગઢડા ૫ ઈંચ
કલ્યાણપુર ૫ ઈંચ
તાલાલા ૫ ઈંચ
ભાણવડ ૫ ઈંચ
વેરાવળ ૫ ઈંચ
કોડીનાર ૪ ઈંચ
સુત્રાપાડા ૪ ઈંચ
જાફરાબાદ ૪ ઈંચ
જામનગર ૪ ઈંચ

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.