ખંભાળીયા સતવારા વાડ વિસ્તારમાં આવેલા શાંતા મસાલા મીલ વિરુઘ્ધ આજ વિસ્તારમાં રહેતા લોકો દ્વારા સબ ડીવીઝનલ મેજી. ખંભાળિયા સમક્ષ સી.આર પી.સી.કલમ ૧૩૩ આનુષંગીક સદરહું મીલ બંધ કરાવવા સંબંધે કેશ દાખલ કરવામાં આવશે.
આ અગાઉ પણ લતાવાસીઓ દ્વારા ખંભાળીયા સબ ડીવી.મેજી.સાહેબ સમક્ષ સીઆર પી.સી.કલમ ૧૩૩ મુજબ કેશ નં.૦૪/૨૦૦૫ થી દાખલ કરવામાં આવેલ જે કેસ ચાલી જતા નામ. કોર્ટ દ્વારા જરૂરી હુકમ ફરમાવવામાં આવેલ અને તે હુકમનું સંપૂર્ણ પાલન શાંતા મસાલા મીલ દ્વારા કરવામાં આવતું હોય આમ છતાં પણ અન્ય રાગ્દવેશને કારણે ફરી વખત લતાવાસીઓ દ્વારા સીઆ.પી.સી.કલમ ૧૩૩ મુજબનો કેસ નં.૦૪/૧૫ દાખલ કરવામાં આવેલો
સદરહું કેશ સબ ડીવી.મેજી., ખંભાળીયાની કોર્ટમાં ચાલી જતા ફરિયાદ પક્ષ તેમની ફરિયાદ સાબિત કરવામાં સદંતર નિષ્ફળ ગયેલા છે. સબ ડીવી.મેજી.સાહેબ દ્વારા ફરીયાદપક્ષ તથા સામાવાળા પક્ષ તરફે રજુ થયેલા મૌખિક તેમજ પડેલ પુરાવાઓ તથા એડવોકેટ અમિત એચ.વ્યાસની ધારદાર દલીલો તથા નામદાર વડી અદાલતોના રજુ કરવામાં આવેલા ચુકાદાઓ ધ્યાને લઈ ફરીયાદ પક્ષનો કેસ રદ કરવામાં આવેલો છે. શાંતા મસાલા મીલથી કોઈ જ પ્રકારનું પ્રદુષણ ફેલાતું ન હોય જેથી ફરીયાદની ફરિયાદ અરજી ફાઈલે કરતો જરૂરી હુકમ નામ.કોર્ટ દ્વારા કરવામાં આવેલ છે. સામાવાળા પક્ષે વકીલ અમિત.એચ.વ્યાસ તથા ફાલ્ગુનીબેન એ.વ્યાસ તથા પ્રતિક એમ.જોષી રોકાયેલા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com