ખંભાળીયા નગરપાલિકા દ્વારા વોર્ડ નં.૩માં આવેલ રેલવે સ્ટેશન વિસ્તારમાં નરસી ભુવન પાછળ તિરૂપતી સોસાયટીથી ગોજીયા એન્જીનીયરીંગ સુધી સી.સી.રોડ બનાવવાનું કામ અંદાજીત રૂ.૧૯.૬૧ લાખ તથા શિવહરી એપાર્ટમેન્ટથી સાવન ફર્નીચર સુધી સી.સી.રોડ બનાવવાનું કામ અંદાજીત રૂ.૧૪.૨૧ એમકુલ બે કામો કે જેની અંદાજીત રકમ રૂ.૩૩.૮૨ જેવી થવા પામે છે. આ બંને કામોનું ખાતમુહુર્ત તાજેતરમાં ખંભાળીયા નગરપાલિકાનાં વોર્ડ નં.૩નાં સદસ્ય અને કારોબારી ચેરમેન દિપેશભાઈ પી.ગોકાણીનાં હસ્તે કરાયું હતું.
આ વિસ્તારનાં લોકોની ઘણા લાંબા સમયથી આ વિસ્તારમાં રોડ બનાવવાની માંગણી હતી જે માટે નગરપાલિકાનાં કારોબારી ચેરમેન દિપેશભાઈ પી.ગોકાણીનાં સઘન પ્રયત્નોથી સરકારની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના યુ.ડી.પી. ઘટક હેઠળ ઉકત બંને રોડનું કામ મંજુર થયેલ. આ બંને રોડના ખાતમુહૂર્તમાં નગરપાલિકાના પ્રમુખ શ્વેતાબેન એ.શુકલ, ઉપપ્રમુખ પી.એમ.ગઢવી, કારોબારી ચેરમેન દીપેશભાઈ પી.ગોકાણી, વોર્ડ નં.૩નાં સદસ્ય ભાવનાબેન જે.પરમાર, કિરીટભાઈ આર.ખેતીયા, હંસાબા બી.જાડેજા તથા ઈશાભાઈ હાજીભાઈ ધાવડા તેમજ નગરપાલિકાના અન્ય સદસ્યો, આગેવાનો હાજર રહ્યાહતા.