દેવભૂમિ દ્વારકા એસઓજી સ્ટાફે રૂ.5.95 લાખની જૂની નોટ કબ્જે કરી
ખંભાળિયા તાલુકાના ચોખડા ગામમાં દેવભૂમિ દ્વારકા એસ.ઓ.જી. સ્ટાફે દરોડો પાડી રૂ.3.55 લાખની રૂ.500ના 710 રદ્ થયેલી નોટ સાથે એકને ઝડપી પાડ્યો હતો. જેની પૂછપરછમાં પોરબંદરના ભાવપર ગામેથી રૂા.2.40 લાખની 480 રૂ.500ની દરની નોટ કબ્જે કરી હતી.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ દેવભૂમિ દ્વારકાના ઇન્ચાર્જ એસ.ઓ.જી. પીઆઇ પી.સી.શીંગરખીયા સહિતના સ્ટાફે બાતમીના આધારે ભાણવડ તાલુકાના ચોખડા ગામે દરોડો પાડી સરકાર દ્વારા ભૂતકાળમાં બંધ કરવામાં આવેલી રૂ.500ના દરની 710 ભાટુ નામના શખ્સને દબોચી લીધો હતો.
પોલીસે આરોપી કાના ભાટુની પૂછપરછ કરતા પોરબંદરના ભાવપર ગામના વાઘા રાજા ઓડેદરાનું પણ નામ ખૂલ્યુ હતું. જેથી પોલીસે ભાવપર ગામમાં દરોડો પાડી વાઘા ઓડેદરાની રૂ.2.40 લાખની કિંમતની રદ્ થયેલી રૂ.500ના દરની વધુ 480 નોટ કબ્જે કરી હતી.
દેવભૂમિ દ્વારકા એસ.ઓ.જી. સ્ટાફે બંને આરોપીને કુલ રૂ.5.95 લાખની કિંમતની 500ના દરની કુલ 890 નોટ સાથે દબોચી લીધા હતા.આ રદ્ થયેલી નોટ આરોપીઓ શા માટે પોતાના પાસે રાખી અને કોઇ છેતરપિંડી કરવાનો ઇરાદો હતો કે કેમ તે અંગે વધુ તપાસ હાથધરી છે.