હોમ આઇસોલેટ દર્દીઓ માટે બે ટાઇમનું ભોજનની વ્યવસ્થા

કોરાના પીડિતોને પ્રારંભીક તબકકામાં ઘરમાં આયસોલેટ થવું પડે છે. ખંભાળીયા મા આવી સ્થિતિ મા મુકાયેલા પીડીતો ના ઘરે બે ટાઈમ નુ ભોજન વિનામૂલ્યે પહોચાડવા ના દ્રષ્ટિકોણ થી સેવાભાવીઓ આગળ આવ્યા છે.વિમલભાઈ દાસાણી તેમજ  અનિલભાઈ ખેતીયા સહિતની ટીમ ના ઉત્તમ વિચારોને શ્રી જલારામ અન્નપૂર્ણા ગૃહ તરફથી સંપૂર્ણ સમર્થન આપવામા આવ્યુ છે. અને હાલ ના તબક્કે એક હજાર ટિફિન માટે આર્થિક સહયોગની ખાત્રી આપવામાં આવી છે.

આ ઉપરાંત પરિસ્થતિ વધુ વિકટ બને તો પણ આ સત્કાર્ય શક્ય ત્યાં સુધી અટકવા નહિ દઈએ તેવી હૈયાધારણા આપવામાં આવી છે.યુકે સ્થિત ખંભાળિયા ના વતનીઓ અને ગણાત્રા ફાઉન્ડેશન દ્વારા ના આશય થી ગામમા શક્ય તેટલી મદદ મોકલવાનો સંકલ્પ કરવા મા આવ્યો છે. આ ઉપરાંત ટૂંક સમયમા ઇમ્યુનીટી સિસ્ટમ મજબૂત કરે તેવી વિટામિનની ટેબલેટો અતિ ગરીબો,મજૂર વર્ગ અને ઝૂંપડપટ્ટી વિસ્તાર મા વિતરણ કરવામાં આવશે તે માટેની વ્યવસ્થા  નીશિલભાઈ કાનાણી તેમજ જલારામ અન્નપૂર્ણા ની સમગ્ર ટીમ કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.