લોકસભાની ચૂંટણી દરમિયાન ‘કોંગ્રેસ જ કોંગ્રેસને હરાવશે’ ગુજરાતી ન્યુઝ ચેનલના એન્કરે યુ ટયુબ પર વીડિયો વાયરલ કરતા રૂ.૫૧ કરોડની માનહાનીનો દાવો
જામનગર કોંગ્રેસને જીવિત રાખનાર અને લોકસભા તેમજ વિધાનસભામાં ચૂંટણી જંગ જીતી શકવાની ક્ષમતા ધરાવતા ખંભાળીયા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય વિક્રમભાઇ માડમે ગુજરાતી ન્યુઝ ચેનલના એન્કર સામે રૂ.૫૧ કરોડની માનહાનીનો દાવો કોર્ટમાં દાખલ કરતા રાજકીય અને પત્રકાર જગતમાં ખળભળાટ મચી ગયો છે.
લોકસભાની ચૂંટણી દરમિયાન ભાજપ અને કોંગ્રેસ દ્વારા ચૂંટણીનો પ્રચાર ચરમસીમાએ હતો ત્યારે જ જામનગરમાં કોંગ્રેસને કોંગ્રેસને હરાવશે તેવા ન્યુઝ એક ગુજરાતી ન્યુઝ ચેનલ દ્વારા વીડિયો વાયરલ કરવામાં આવતા રાજકીય ગરમાવો આવી ગયો હતો.
ગુજરાતી ન્યુઝ ચેનલનો સિધો જ આક્ષેપ ખંભાળીયા મત વિસ્તારના ધારાસભ્ય વિક્રમભાઇ માડમ સામે હોવાથી ગુજરાતી ન્યુઝ ચેનલના એન્કરને કાયદાની જોગવાય મુજબ રૂ.૫૧ કરોડની નોટિસ ફટકારી હતી તે અંગે કોઇ જવાબ ન આપતા લોકસભાની ચૂંટણીના પરિણામ પૂર્વે ગુજરાતી ન્યુઝ ચેનલના એન્કર સામે રૂ.૫૧ કરોડનો માનહાનીનો દાવો જામનગરની ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. રાજકીય અને પત્રકાર જગતમાં ખળભળાટ મચી ગયો છે.