દેવભૂમિ દ્વારકામાં મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા માટે વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. જે અંતર્ગત તા.૧૬ સપ્ટેમ્બર, તા.૩૦ સપ્ટેમ્બર અને તા.૧૪ ઓકટોબરના દિવસોને ખાસ ઝુંબેશના દિવસો નિયત કરવામાં આવેલ હતા અને સંબંધિત સર્વેને તે અંગે જાણ કરવામાં આવી હતી.
જે અનુસંધાને ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા શાળાઓમાં તા.૧૦ થી તા.૧૭ ઓકટોબર સુધી નવરાત્રી વેકેશન હોય ખાસ ઝુંબેશના દિવસને તા.૧૪ ઓકટોબરના રોજ ન રાખતા વેકેશન સિવાયના સમયગાળામાં રાખવા રજુઆત કરતા તા.૧ જાન્યુઆરી ૨૦૧૯ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા હેઠળ ખાસ ઝુંબેશનો દિવસ તા.૧૪ જાન્યુઆરીથી બદલીને તા.૭ ઓકટોબર નિયત કરવા આ વિભાગ દ્વારા ભારતના ચુંટણી આયોગને દરખાસ્ત કરવામાં આવેલ હતી. જેના અનુસંધાને ભારતના ચુંટણી આયોગ દ્વારા દરખાસ્તને મંજુરી આપવામાં આવેલ છે.