સગીરાને પ્રેમઝાળમાં ફસાવી હવસની શિકાર બનાવી ભોગ બનનારને 3 લાખનું વળતર ચૂકવવા હુકમ
ખંભાળીયાની સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુનાનો કેસ સ્પે. પોકસો કોર્ટમાં ચાલી અદાલતે આરોપીને 20 વર્ષની સજા અને દંડ ફટકારતો હુકમ કર્યો છે.
વધુ વિગત મુજબ ખંભાળીયાની સગીરાને પ્રેમઝાળમાં ફસાવી લગ્નની લાલચ આપી અને અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યાની ભોગ બનનારના વાલીએ વિરૂગીરી સંજયગીરી સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વિરૂગીરી સંજયગીરીની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા જેલ હવાલે કર્યા બાદ તપાસનીશ દ્વારા અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવામા આવી હતી.
સ્પે. પોકસો કોર્ટમાં કેસ ચલાવવામાં આવતા ફરિયાદી ભોગ બનનારની જુબાની ઉપલેટામાં સર્ટી ધ્યાને લઈ તે અન્વયેની જિલ્લા સરકારી વકીલ લાખાભાઈ આર. ચાવડાની દલીલો ધ્યાને લઈ આરોપી વીરૂગીરી સંજયગીરીને 20 વર્ષની સખત કેદની સજા અને રૂ.10,000નો દંડનીસજા ફરમાવેલી છે. ભોગ બનનારની સામાજીક, આર્થિક, માનસીક પુનવર્સન માટે ભોગ બનનારને વીટનેસ કમ્પનશેસન સ્કીમ હેઠળ રૂ.3,00,000નું વળતર ચૂકવવા અદાલતે હુકમ કરેલો છે.