પરીવારજનોને પ્રેમ સંબંધની જાણ થઈ જતાં યુવતીએ તોડી નાખતા પ્રેમીએ ઉશ્કેરાઈ છરીના ઘા ઝીંકી કરી હત્યા

અમરેલીના ખાંભા ખાતે રહેતી યુવતીએ તેના પ્રેમી સાથે પ્રેમ સબંધ તોડી નાખતા તેને મોત મળ્યું છે. સમઢીયાળા ખાતે રહેતા પ્રેમી સાથે યુવતીને પ્રેમ સંબંધ હતો જેની જાણ યુવતીના પરિવારજનોને થઈ થતા યુવતીએ તે બાબતે ઠપકો આપતા યુવતીએ યુવક સાથે પ્રેમ સંબંધ તોડી નાખ્યો હતો.જેનો ખાર રાખી યુવકે સરાજાહેર તેને છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી નાખતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

વિગતો મુજબ ખાંભા ખાતે રહેતા હેતલબેન જયેશભાઈ દાફડાને સમઢીયાળાના ભાવેશ ભાવસિંહભાઈ દાફડા સાથે પ્રેમ સંબંધ હતો જેમાં 20 દિવસ પહેલા તેઓ બંને વોટ્સેપમામાં વાતચીત કરી રહ્યા હતા.ત્યારે હેતલબેન ના પિતા તેમને મેસેજમાં વાતચીત કરતા જોઈ છતાં હેતલબેન ને તે બાબતે ઠપકો આપ્યો હતો જેથી હેતલબેન તેના પ્રેમી ભાવેશ સાથે પ્રેમ સંબંધ તોડી નાખ્યો હતો.જે બાબતે ભાવેશને સારું ન લાગતા તે હેતલ ને મળવા માટે ખાંભા ખાતે પહોંચી ગયો હતો ત્યારે હેતલ તેના નણંદ અને બહેન સાથે બજારમાં હતા ત્યારે ભાવેશ ત્યાં ઘસી આવ્યો હતો અને ’તે મારી સાથે પ્રેમ સંબંધ કેમ તોડી નાખ્યો’ તેમ કહી હેતલ પર છરી વડે હુમલો કર્યો હતો.જેમાં હેતલબેનને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.બનાવની જાણ પોલીસને ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યારે આ મામલે પોલીસે આ મામલે ભાવેશ સામે હત્યાનો ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.