મૃતકના ભાઈનું બે વર્ષ પહેલાં ખૂન થયુ ’ તું : ચોરીના ઇરાદે નહિ ,જૂની અદાવતના કારણે ઢીમ ઢાળી દેવાયાની શંકા
ડબલ મર્ડરની ઘટના પગલે અમરેલી જિલ્લા પોલીસ વડા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા
અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ દીન પ્રતિદિન હત્યાના બનાવો બનવા પામ્યા છે.ત્યારે તેમાં એક ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. જે અમરેલી જિલ્લાના ખાંભાના પાટી ગામની સીમમાં ઘટી હતી. જેમાં વયોવૃદ્ધ માતા અને તેના પુત્રનું બોથડ પદાર્થના ઘા ઝીંકી કોઈ અજાણ્યા શખ્સો દ્વારા હત્યા કરી ફરાર થઈ ગયા હતાં.આ બનાવ પગલે અમરેલી એસ.પી. સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.જેમાં તપાસ કરતા હત્યા ચોરી કે લૂંટના ઈરાદે નહિ પરંતુ જૂની અદાવતનો ખાર રાખીને હત્યા કર્યા હોવાનું જાણવા મળ્યું હતું.જેથી તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બનાવમાં અમરેલી જિલ્લાનાં ખાંભા તાલુકાના પાટી ગામની સીમમાં વાડી ખેતરોમાં બે લાશો ગંભીર હાલતમાં ઈજાઓ થયેલ હાલતમાં પડી હોવાની જાણ થતા અમરેલી એસ.પી.હિમકરસિંહ, નાયબપોલીસ અધિક્ષક હરેશ વોરા, એલ.સી.બી., એસ.ઓ.જી. પોલીસ સહિત 6 પોલીસ મથકોના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.
જ્યાં 95 વર્ષના અપંગ માતા દૂધીબેન જીવરાજભાઈ સુહાગિયા અને 60 વર્ષના દીકરા સુરેશ જીવરાજભાઈ સુહાગીયાની કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ગઈકાલે રાત્રીના સમય દરમ્યાન તિક્ષણ હથિયારના ઘા મારીને ઈજાઓ કરી મોત નિપજાવ્યું હોવાનું જણાતું હતું બાવા બન્ને પગે અપંગ હોયણે તેમની રા માથાના ભાગે ઈજાઓ કરીને તેમના ખાટલામાં જ હત્યા કરી નાખી હતી. જ્યારે પુત્ર સુરેશ સુહાગીયાની હત્યા મૃતક વયોવૃદ્ધ એક વૃક્ષ નીચે ગળામાં ઘાતક હથિયારથી ઘા કરી અને માથાના ભાગે કુહાડી જેવા હથિયારના ઘા મારીને હત્યા કરી હતી. પોલીસ દ્વારા વાડીમાં આવેલ ડબલ મર્ડરની ઘટના અંગે જીણવટ ભરી તપાસ હાથ ધરી હતી.
ખાંભા તાલુકાના પાટી ગામની સીમમાં વાડી ખેતરોમાં વૃદ્ધ માતા અને પુત્રની હત્યા અંગે નાયબ પોલીસ અધિક્ષક હરેશ વોરાએ જણાવ્યું કે 2021માં શ્રુતક સુરેશ સુહાગીયાના ભાઈ અરવિંદભાઈની પણ શેઢા પાડોશી ભાગિયાએ બોર ખાવા બાબતે હત્યા કરી હતી.
મ્રુતક સહિત ચાર ભાઈઓમાં એકનું અગાઉ મૃત્યુ થયેલ છે જ્યારે એક ભાઈ માનસિક રીતે અસ્વસ્થ મગજના હોય, આ બનાવમાં કોણે હત્યા કરી શા માટે કરી તે અંગે અલગ અલગ છ ટીમ દ્વારા તપાસ થઈ રહી છે ત્યારે જિલ્લામાં ટૂંકા દિવસોમાં 10 હત્યાની ઘટનાથી પોલીસ તંત્ર દોડતું થઇ ગયું છે.અને હત્યારાઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.