અભિવાદન સમારોહ, પુરસ્કાર વિતરણ સહિત ત્રિવીધ કાર્યક્રમનું ભવ્ય આયોજન
એમ. જે. માલાણી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ખામટા ના પટાંગણમાં આજરોજ અભિવાદન સમારોહ , પુરસ્કાર વિતરણ અને વાર્ષિક સમારોહ આમ ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને શ્રી હર્ષદભાઈ માલાણી પ્રમુખશ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન રાજકોટ , અતિથી વિશેષ શ્રી સંદીપ સાહેબ(IPS) નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી રાજકોટ વિભાગ , શ્રી બલરામ મીણા(SP) રાજકોટ ગ્રામ્ય પોલીસ વડા, મુખ્ય વક્તા મોટીવેશનલ સ્પીકર શ્રી હેતલ હિંગરાજીયા અને પુરસ્કાર ના દાતા શ્રી પરસોતમભાઈ કમાણી ડોક્ટર પંપ રાજકોટ તેમજ કાર્યક્રમના ઉદઘાટન શ્રી વિજયભાઈ ડોબરીયા પ્રમુખશ્રી માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ ગોરધનભાઈ લક્કડ પ્રમુખશ્રી જય સરદાર ગૌશાળા રાજકોટ જેવા ઘણા માનવ ભાવોએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરી હતી આ કાર્યક્રમમાં વિદ્યાર્થિનીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ નાટક તથા એક પાત્રીય અભિનય કરી બધા જ મહેમાનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા દર વર્ષે ૧ થી ૧૨ ધોરણ તથા કોલેજમાં એક થી ત્રણ નંબર લાવનાર વિદ્યાર્થીનીઓને દર વર્ષે પરસોતમભાઈ કમાણી આ વિદ્યાર્થીનીઓને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરે છે. આ કાર્યક્રમમાં શ્રી સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ પડધરી ના ચેરમેન ગોરધન ભાઈ શિંગાળા, પ્રમુખ ડો.પી.જે પીપળીયા સાહેબ, ઉપપ્રમુખ અમીતભાઈ ડોબરીયા તેમજ સરદાર પટેલ ગ્રુપના મેમ્બરો એ ખાસ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં SPCઅને NCC ની કેડેટ્સ એ પરેડ કરી પોલીસ અને મિલેટ્રી ની જવાનોની યાદ અપાવી દીધી હતી. તેમજ તલવાર રાસ દ્વારા બાળાઓએ શૌર્યની ગાથા પણ ગાઈ હતી. ખાસ આ કાર્યક્રમ ને દિપાવવા શ્રી એમ જે માલાણી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શિવલાલભાઈ ગઢીયા અને હંસરાજ ભાઈ લીંબાસીયા એ ખાસ જહેમત ઉઠાવી હતી.