Table of Contents

  • છેલ્લા 24 કલાકમાં રાજ્યના 238 તાલુકામાં વરસાદ વરસ્યો: ખંભાળિયામાં એક જ દિવસમાં 16 ઈંચ વરસાદથી તારાજી સર્જાઈ
  • દેવભૂમી દ્વારકાના ભાણવડમાં સૌથી વધુ 11.8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે પણ રેડ એલર્ટ

ગુજરાતમાં સતત ચાર દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે બુધવારે (છેલ્લા 24 કલાક) કુલ 238 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં સૌથી વધુ 11.8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આ સાથે આજે સવારે બે કલાકમાં કચ્છનાં મુંદ્રામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ત્યારે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ આપવામાં આવી છે. એટલે કે, આ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.ગુજરાતમાં અત્યારે મેઘરાજા જોરદાર મહેરબાન થયા છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ધબધબાટી બોલાવ્યા બાદ હવે કચ્છ અને સૌરાષ્ટ્રમાં મેઘો તોફાની બેટિંગ કરી રહ્યો છે. દેવભૂમી દ્વારકામાં છેલ્લા બે દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે. આજે પણ વહેલી સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે. જેના પગલે દેવભૂમી દ્વારકા સહિત સૌરાષ્ટ્રમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાકમાં વાગ્યા સુધીમાં ગુજરાતમાં 238 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ દેવભૂમિ દ્વારકામાં પડ્યો હતો. ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી મેઘરાજાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. રાજ્યમાં સૌથી ખરાબ હાલત સૌરાષ્ટ્ર-કચ્છની થઈ છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા ચાર દિવસથી વરસી રહેલો અવિરત વરસાદ વિરામ

લેવાનું નામ લેતો નથી. આજે પણ હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડએલર્ટ આપ્યું હોય આ જિલ્લાના લોકોને રાહત મળે તેવા અણસાર નથી. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યના 238 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં 12 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજયમાં સિઝનનો 109 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ગતરાત્રિએ માળિયા મિયાણા તાલુકાના ચીખલી ગામના વાડી વિસ્તારમાં શ્રમિક પરિવારના પાંચ લોકો ફસાતા આર્મી દ્વારા તેનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં સૌથી વધુ 11.8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આ સાથે કચ્છના અબડાસામાં 11 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કલ્યાણપુરમાં 10.52 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ખંભાળિયામાં 9 ઇંચ વરસાદ વરસ્યો છે. એટલે કે, બુધવારે સૌરાષ્ટ્ર અને કચ્છનાં વિસ્તારોમાં અતિભારે વરસાદ ખાબક્યો હતો.નખત્રાણા, દ્વારકા અને જામજોધપુરમાં 8 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. કચ્છનાં માંડવી, કાલાવાડ, લાલપુરમાં 6 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે. આ સાથે પોરબંદર, રાજકોટ, જામનગર, રાણાવાવ, અંજાર, જામકંડોરણા, કુતિયાણા, ધોરાજી, લોધિકામાં ચાર ઇંચ અને તેથી વધારે વરસાદ નોંધાયો છે.આજે સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની સાથે રેડ એલર્ટ આપવમાં આવી છે. આ સાથે ગુજરાત રિજનના (સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાયના) તમામ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી પાસેથી વરસાદની તબાહીની વિગતો મેળવતા વડાપ્રધાન મોદી

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ નિર્માણ પામી છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી છ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરતા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વચ્ચે

રાહત અને બચાવ કાર્યની જાણકારી મેળવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરીને ગુજરાતની પૂરની સ્થિતિ અંગે તાગ મેળવ્યો હતો. ’વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં અતિભારે વરસાદની સ્થિતિને લઈને મારી સાથે ટેલિફોનિક વાતચીત કરીને રાહત અને બચાવ કામગીરીની ઝીણવટભરી વિગતો મેળવી હતી. વડાપ્રધાને નાગરિકોના જાનમાલ તેમજ પશુધનના રક્ષણ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ, ગુજરાતને કેન્દ્ર સરકાર તરફથી તમામ જરૂરી સહયોગ અને મદદ પુરી પાડવાની ખાતરી આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં લખ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની ચિંતા કરી સ્થિતિ પર સતત ધ્યાન રાખી રહ્યા છે. ગુજરાતના લોકો પ્રત્યે તેમના હૃદયમાં ઊંડો સ્નેહભાવ છે. કુદરતી આફતની વેળાએ અને જ્યારે પણ જરૂર હોય ત્યારે તેમણે હંમેશા કેન્દ્ર સરકાર રાજ્યના લોકોની પડખે ઉભા રહી છે.

આકાશી આફતમાં સૌરાષ્ટ્રના 12 સહીત રાજ્યમાં 35 લોકોના મોત

ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરને કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વરસાદ સંબંધિત ઘટનાઓના કારણે રાજ્યમાં વધુ 25 લોકોના મોત થયા હતા. આ સાથે ચાર દિવસમાં મૃત્યુઆંક 35 પર પહોંચી ગયો છે. સૌરાષ્ટ્રના 12 લોકોના મોતના અહેવાલ પણ પ્રાપ્ત થયાં છે. વરસાદ અને પૂરના પ્રકોપનો સામનો કરી રહેલા ગુજરાતને રાહત મળવાની આશા નથી, હવામાન વિભાગે વધુ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે 30 ઓગસ્ટ સુધી ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.ગુજરાતમાં વધુ 25 લોકોએ વરસાદના કારણે જીવ ગુમાવ્યો છે. આ સાથે રવિવારથી ચાર દિવસમાં મૃત્યુઆંક 35 પર પહોંચી ગયો છે, જ્યારે બુધવારે સતત ચોથા દિવસે રાજ્યના ભાગોમાં ભારે વરસાદ પડતાં લગભગ 17,800 લોકોને પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી સ્થળાંતર કરવામાં આવ્યા હતા.

રાજ્યમાં ડીપ ડિપ્રેશન સર્જાતા સાર્વત્રિક ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે. છેલ્લા પાંચ દિવસથી મેઘો મંડાતા સેંકડો લોકોનું જીવન પ્રભાવિત થયું છે જયારે લાખો લોકો અસરગ્રસ્ત થયાં છે. તેવામાં સત્તાવાર રીતે પ્રાપ્ત થયેલા આંકડા અનુસાર ફક્ત ચાર દિવસમાં જ સૌરાષ્ટ્રના 12 સહીત રાજ્યમાં કુલ 35 લોકોના મોત નીપજ્યા છે.

આકાશી આફતમાં ક્યાંક ડૂબી જવાથી તો ક્યાંક મકાન પડી જતાં દબાઈ જવાથી તો ક્યાંક વૃદ્વ ધરાશાયી થતાં કુલ 35 લોકોના મોત નીપજ્યા છે. મૃતકોની જો વાત કરવામાં આવે તો સૌ પ્રથમ સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં બાર લોકોના મોતના અહેવાલ પ્રાપ્ત થયાં છે. જેમાં 25 ઓગસ્ટના રોજ મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી ધર્મિષ્ઠાબેન વજુભાઇ પટેલનું મોત નીપજ્યું છે.

જયારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત થયાં છે.વસાવડા ગામના વતની ધનજીભાઈ છગરામભાઈ અખયાણી(ઉ.વ.45) અને કોંઢના વતની મેરાભાઈ દાનાભાઇ વિઠલાપરા (ઉ.વ.50)નું મોત થયું છે. જામનગરના ધ્રોલના વતની રાજેશભાઈ લવજીભાઈ પેઠડીયા અને દ્વારકાના ભાણવડના ગુંદા ગામના વતની ભીખલીબાઈ તુકરામ બામણીયાનું ઝાડ પડવાથી મોત નીપજ્યું છે.

જ્યારે ભરૂચના પીલુદરા ગામ, જૂનાગઢના માંગરોળ ગામ, પંચમહાલના હાલોલ તેમજ અમદાવાદના ધોળકા તાલુકા અને અમદાવાદ શહેરના મણિનગરમાં એક-એક વ્યક્તિનું ડૂબી જવાથી મોત થયું છે.

પૂરમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. એનડીઆરએફ અને એસડીઆરએફની સાથે, આર્મી, એરફોર્સ અને કોસ્ટ ગાર્ડ અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી કરી રહ્યા હતા, જેમાં લગભગ 17,800 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું અને અન્ય 2,000 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, આ ચોમાસામાં અત્યાર સુધીમાં 41,000 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને 3,000 થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરે જણાવ્યું હતું કે મંગળવારે 15 લોકોના મોત થયા હતા, જ્યારે બુધવારે ચાર મૃત્યુ નોંધાયા હતા. જિલ્લા કલેક્ટરે મોરબીમાં ચાર અને રાજકોટ શહેરમાં ત્રણ મૃત્યુ નોંધ્યા છે. મંગળવારે દીવાલ ધરાશાયી થવાની ઘટનાઓમાં આણંદ જિલ્લાના ખડોધી ગામમાં ત્રણ, મહીસાગરના હરિપુરા ગામમાં બે, અમદાવાદના ઢીંગરા ગામ અને સાણંદમાં બે તેમજ ખેડાના ચિત્રાસર ગામમાં એક વ્યક્તિનું મોત થયું હતું.

ગોંડલના મોટી ખીલોરી ગામે કોલપરી નદીમાં ઇકો કાર તણાઈ જતાં દંપત્તિ અને પુત્ર ડૂબ્યા

ગોંડલ તાલુકાના મોટી ખીલોરી ગામની કોલપરી નદીના કોઝવે પર ગઈકાલે વહેલી સવારે પસાર થઇ રહેલી ઇકો કાર પાણીના પ્રવાહમાં તણાઈ નદીમાં ખાબકતા દંપત્તિ અને પુત્ર ડૂબ્યા હતા. ઘટનાને પગલે દોડી ગયેકી ફાયર બ્રિગેડણી ટીમે શોધખોળ શરૂ કરતા ઇકો કારણી સાથે પતિ-પત્નીના મૃતદેહ મળી આવ્યા હતા. જયારે પુત્ર હજુ પણ લાપતા છે. ભોગ બનનારણી જો વાત કરવામાં આવે તો બાબરા તાલુકાના રાયપર ગામે રહેતા જયેશભાઇ પરસોત્તમભાઈ રાદડિયા (ઉ.વ.40), સોનલબેન રાદડિયા અને પુત્ર ધર્મેશ (ઉ.વ.11) ડૂબ્યા હતા. જે પૈકી દંપત્તિના મોત થયાં છે જયારે પુત્ર હજુ પણ લાપતા હોવાનું જાણવા મળી રહ્યું છે.

રાજકોટમાં મહિલા સહિત બેના વીજ શોકથી મોત લલુડી વોંકળીમાં સ્થળાંતર કરતા પ્રૌઢ ડૂબી ગયા

રાજકોટમાં છેલ્લા ચાર દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે આ વરસાદમાં વીજ શોકથી મહિલા સહિત બેનો જીવ ગયો છે.જેમાં ગોંડલ રોડ નજીક આવેલ વિજય પ્લોટમાં રહેતા ભાવનાબેન નરેન્દ્રભાઈ ડાભી (ઉ.વ.42) નામની મહિલા તેના ઘરે હતા ત્યારે વીજશોક લાગતાં તેને સારવાર માટે ખસેડતા તેમનું મોત નીપજ્યું હતું. તપાસમાં ભાવનાબેન સવારે ચાલુ વરસાદે ડેલી ખોલવા જતાં વીજશોક લાગ્યો હોવાનું જાણવા મળ્યું છે. બીજા બનાવમાં કોઠારિયા સોલવન્ટ પાસેના રેલવે ફાટક પાવર ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં કામ કરતા અને ત્યાં ઓરડીમાં ભાડે રહેતા સુનિલ કુમાર દામોદરભાઈ ચૌહાણ (ઉ.32) તથા તેનો ભાઇ સંદિપ જોગીન્દ્રભાઈ ચૌહાણ (ઉ.30)અને રવિ બિદુભાઈ (ઉ.27) વીજશોક લાગતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા જેમાં ગંભીર રીતે દાઝેલા સુનિલ કુમારનું મોત નીપજતા આજી ડેમ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જયારે જેતપુર તાલુકાના રૂપાવટી ગામનો યુવક પાણીના પ્રવાહમાં તણાઈ જતાં તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. રાજકોટના કેનાલ રોડ પરની લલુડી વોંકળી પાસે અશ્વિનભાઈ ભગવાનભાઈ તન્ના (ઉ.વ.45) રહેતા હતા. નિસંતાન અશ્વિનભાઈ પત્ની લીલાબેન સાથે રહેતા હતા. ભક્તિનગર પોલીસના સૂત્રોએ જણાવ્યું કે શહેરમાં ભારે વરસાદને પગલે ગઈકાલે રાત્રે જ તેમના સગા-સંબંધીઓએ મકાનમાંથી સ્થળાંતર કરવાનું કહ્યું હતું. પરંતુ રાતના સમયે અનુકૂળતા ન હોવાથી આજે સવારે અશ્વિનભાઈ પત્ની સાથે ઘરેથી નીકળ્યા હતા. વસુંધરા એપાર્ટમેન્ટ પાસે લલુડી વોંકળીમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પાણીના પ્રવાહમાં તણાઈ ગયા બાદ થોડી વાર પછી બેભાન હાલતમાં મળી આવ્યો હતા. તેમને પાણીમાંથી બહાર કાઢી સિવીલ લઈ અવાયા હતા. જયાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.

ભારે વરસાદે હજારો પશુઓનો ભોગ લીધો

સૌરાષ્ટ્ર – કચ્છ સહીત રાજ્યભરમાં ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દેતા ફક્ત મનુષ્યો જ પણ અબોલ પશુઓ પણ હજારોની સંખ્યામાં મૃત્યુને ભેંટ્યા છે. પ્રાપ્ત વિગત અનુસાર ભારે વરસાદ પડતા માલ-જાનને ભારે નુકસાની થવા પામી છે. જેમાં સૌરાષ્ટ્ર સહીત રાજ્યભરમાં હજારો પશુઓ મોતને ભેંટ્યા છે.

રાજ્યના 66 સ્ટેટ હાઇવે સહિત 939 માર્ગ બંધ: આજથી વાહન વ્યવહાર પૂર્વવત્ થશે

જામનગર, દ્વારકા, સુરેન્દ્રનગર, રાજકોટ, ખેડા, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં વાહન વ્યવહારને સૌથી વધુ અસર – કરોડો રૂપિયાના ખર્ચે બનાવાયેલા માર્ગો તકલાદી નિકળ્યા-કેટલાક માર્ગ જળબંબાકાર હોવાથી બંધ

રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી પડી રહેલા સાર્વત્રિક ભારે વરસાદના કારણે માર્ગો જળબંબાકાર થતા અને ગાબડા પડી ખરાબ થઇ જતા કુલ 939 માર્ગ બંધ કરવાની તંત્રને ફરજ પડી છે. જેમાં પાંચ નેશનલ હાઇવે, 66 સ્ટેટ હાઇવે, 2 નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના માર્ગ, 774 પંચાયતના માર્ગ અને અન્ય 92 માર્ગનો સમાવેશ થાય છે. સુરેન્દ્રનગર, રાજકોટ, ખેડા, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના માર્ગો સૌથી વધુ અસરગ્રસ્ત થવા પામ્યા છે. કેટલાક માર્ગોની હાલત એટલી ખરાબ છે કે સંપૂર્ણ મરામત વિના વાહન વ્યવહાર માટે મંજૂરી આપી શકાય તેમ નથી. ગુજરાતમાં અનેક જિલ્લામાં વાહન વ્યવહારને ગંભીર અસર પહોંચી છે. જે નેશનલ હાઇવેને અસર પહોંચી છે તેવા જિલ્લામાં છોટાઉદેપુર, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરના બે માર્ગનો સમાવેશ થાય છે. પંચાયત હસ્તકના ખરાબ થઇ ગયેલા માર્ગોને દુરસ્ત કરાય તે પહેલા વધુ માર્ગોનો તેમાં ઉમેરો થઇ કુલ 781 માર્ગ હાલ વિવિધ જિલ્લામાં બંધ સ્થિતિમાં છે. જેમાં પાણી ભરાયાની સ્થિતિનો પણ સમાવેશ થાય છે. કરોડો રૂપિયાના ખર્ચે બનાવાયેલા માર્ગોની ગુણવત્તા કેટલી ખરાબ અને તકલાદી છે તે પણ ભારે વરસાદના કારણે બહાર આવ્યું છે. તંત્ર દ્વારા સ્ટેટ હાઇવે ઉપર ખરાબ માર્ગ અને ગાબડાનું રિપેરિંગ કરીને વાહન વ્યવહાર પૂર્વવત્ થાય તે માટે સતત કામગીરી ચાલી રહી છે.

923 ગામમાં વીજ પુરવઠાને અસર

ગુજરાત ઊર્જા વિકાસ નિગમને ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિના કારણે ભારે નુકસાન થઇ રહ્યું છે. કુલ 923 ગામમાં વીજ પુરવઠાની અસર થવા પામી હતી. ફીડરને લગતી 1674 મુશ્કેલી, ટ્રાન્સફોર્મર સેન્ટરની 391 અને 2974 વીજ થાંભલા પડી જવા પામ્યા છે. છેલ્લા 24 કલાકમાં 4044 ફરિયાદોમાંથી નિગમ દ્વારા 3153 ગામની ફરિયાદનો ઉકેલ લવાયો હતો.

એસટીના 1008 રૂટ બંધ-રાજ્યભરમાં કુલ 88 લાખની આવકનું નુકસાન

ભારે વરસાદના કારણે માર્ગો ઉપર પાણી ભરાઇ જતા એસટી નિગમની બસોની સંચાલનમાં પણ ભારે અસર થવા પામી છે. મોરબી, સુરેન્દ્રનગર સહિતના જિલ્લામાં મોટી સંખ્યામાં એસટી રૂટ બંધ કરવાની ફરજ પડી છે. 28મીની સ્થિતિ મુજબ એસટીના કુલ 1008 જેટલા રૂટ બંધ કરાતા કુલ 3990 ટ્રીપ કેન્સલ કરવી પડી છે. તેના કારણે સમગ્ર રાજ્યમાં એસટી નિગમને કુલ 88.59 લાખ રૂપિયાની આવકનું નુકસાન થવા પામ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા, અમદાવાદ, વડોદરા, બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં માર્ગ ઉપર એસટી બસ દોડાવી શકાય તેવી સ્થિતિ નથી. વડોદરા અને પાદરા તેમજ નડિયાદ વિભાગના ખેડા ડેપોનું સંચાલન પણ સંપૂર્ણ બંધ કરવાની ફરજ પડી છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.