સુરક્ષા એજન્સીઓને મળી મોટી કામયાબી
આઈએસઆઈના ઈશારે અનેક આતંકી ગતિવિધિઓ કરનાર બિકરીવાલની પૂછપરછમાં ખાલીસ્તાન કનેકશન બહાર આવે તેવી શકયતા
ખાલીસ્તાની આતંકીઓ ઉપર સકંજો કસવામાં મથામણ કરી રહેલી સુરક્ષા એજન્સઓનો મોટી કામયાબી મળી છે. પંજાબનો મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર અને ખાલીસ્તાની આતંકી સુખ બિકરીવાલનો ભારત લાવવા માટે દુબઈથી રિપોર્ટ કરવામાં આવ્યો છે.
વિગતો મુજબ સુખ બિકરીવાલ પાકિસ્તાની એજન્સી આઈએસઆઈનાં ઈશારે પંજાબમાં ટારગેટ કિલીંગ કરાવતો હતો. પંજાબના શૌર્ય ચક્ર વિજેતા બલવિંદર સંઘુની હત્યા કરવામાં સુખ બિકરીવાલનો હાથ હતો. ઉપરાંત પંજાબના નાભામાં જેલ તોડવાની ઘટનામાં પણ સુખ સામેલ હતો. હવે સુખ બિકરીવાલ ભારતીય એજન્સીઓનાં હાથે ચડી ગયો છે. ત્યારે તેની સાથે પુછપરછ કરવામાં આવશે. તેમજ પંજાબમાં ખાલીસ્તાન લિંક સહિત અન્ય ટાર્ગેટ કિલીંગ સાથે સંકળાયેલા મામલે પણ અનેક ખુલાસા થશે.
નોંધનીય છે કે, થોડા સમય પહેલા જ પંજાબમાં ટાર્ગેટ કિલીંગને લઈને સુરક્ષા સંસ્થાઓએ તપાસ પુરી કરી હતી. જેમાં આઈએસઆઈ અને ખાલીસ્તાની આતંકીઓનાં ગઠબંધનની વાત સામે આવી હતી. આઈએસઆઈનાં ઈશારે જ સુખ બિકરીવાલે પંજાબમાં શિવસેનાના નેતા હતા. મહાજન ઉપર ગોળીબાર કરાવ્યો હતો. આ ઉપરાંત બલવિંદર સંધુની હત્યા માટે પુરી પ્લાનિંગ પણ તેવો જ કરી હતી.