ભારત દ્વારા જી-20ની યજમાની કર્યાના થોડા દિવસમાં જ કેનેડા દ્વારા ખાલિસ્તાન મુદ્દે સપોર્ટ કરતા ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં મોટી દરાર પડી છે. ત્યારે મોસ્ટ વોન્ટેડ ખાલિસ્તાની હરદીપ નિજ્જરની હત્યા બાદ કેનેડાએ ભારત પર આક્ષેપ કર્યા હતા. જે મુદ્દે ઓલ ઇન્ડિયા એન્ટી ટેરેરિસ્ટ ફ્રન્ટના અધ્યક્ષ મનીન્દરજિત સિંગ બીટા દ્વારા રાજકોટમાં સર્કિટ હાઉસમાં પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં તેઓએ ખાલિસ્તાન અને કેનેડા પર આકરા પ્રહારો કર્યા હતા.
આ પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું હતું કે, ત્રિરંગાનું અપમાન થાય ત્યારે અમને ખૂબ જ દુ:ખ થાય છે. આ તકે તેમણે પ્રધાનમંત્રી મોદીની કામગીરીનાં વખાણ કર્યા હતા અને પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા. તેમજ કેનેડા ખાલિસ્તાનને લઈને ન સુધરે તો જોઈ લેવાની ચેતવણી આપી હતી. કેનેડા સરકારના ખાલિસ્તાન તરફના ઝુકાવને લઈ બીટા સિંગે જણાવ્યું હતું કે ભારતે કેનેડાના રાજદૂતને દેશ છોડવાનું કહી દીધું છે. ભારતે કેનેડા સામે યોગ્ય નિર્ણય લીધો છે.
ઓલ ઇન્ડિયા એન્ટી ટેરરિસ્ટ ફ્રન્ટના અધ્યક્ષની રાજકોટમાં પત્રકાર પરિષદ: ખાલિસ્તાન સામે એક જૂથ થઈને લડવા અનુરોધ: ખાલી સ્થાન મુદ્દે કેનેડા નહીં સુધરે તો ભારત લડી લેવાના મૂડમાં: બીટાસિંગ
હંમેશાં રાષ્ટ્ર પહેલા હોય છે. ખાલિસ્તાન ક્યારેય બન્યું નથી અને બનશે પણ નહીં. કેનેડા ખાલિસ્તાનને લઈને નહીં સુધરે તો જોઈ લઈશું.જ્યારે બીજી તરફ ચીન પણ વર્તમાન સમયમાં ભારતથી થરથર કાંપતું હોવાનું તેઓએ જણાવ્યું હતું. એટલે જ નહિ પરંતુ ચીન સીધા ભારત પર પ્રહાર ન કરી શકતું હોય તેથી પાકિસ્તાનને સપોર્ટ કરી ભારત દેશની શાંતિ હણવા માટે પ્રયાસો કરી રહ્યા છે.
અખિલ ભારતીય આતંકવાદ વિરોધી ફ્રન્ટનાં ચેરમેન મનીન્દરજીતસિંહ બીટ્ટાએ રાજકોટમાં પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે, ભારત વિશ્વમાં એક ચોક્કસ ઉંચાઈએ પહોચ્યું છે અને આજે રાષ્ટ્રવાદ ક્વાયેલો છે. તેમણે કેનેડાએ લીધેલા પગલાની ટીકા કરી હતી અને કહ્યું હતું કે, તે ખાલીસ્તાનનો વોટ બેંક માટે ઉપયોગ કરે છે અને જો તે નહી સુધરે તો જવાબ આપવામાં આવશે. જ્યારે બીજી તરફ બીટા સિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પણ વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે, તેમણે લીધેલા પગલાને કારણે આજે ભારતીયો ગૌરવ અનુભવે છે અને ભારતની વિદેશીનીતી મજબૂત થઈ છે.પરંતુ કેનેડા સાથેના તળાવના હિસાબે સૌથી મોટી નુકસાની પંજાબ રાજ્યને થતી હોવાનું પણ બીટાસીંગે જણાવ્યું હતું.
ગુજરાતમાં ડ્રગ્સ આવે છે, પરંતુ પકડાઈ જાય એ સારી બાબત છે: એમ.એસ.બીટા
રાજકોટ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં એ.આઇ.એ.ટી.એફ. અધ્યક્ષ બીટા સિંગે ખાલિસ્તાન પર આકરા ાવિફિ કર્યા હતા પરંતુ ગુજરાતના વખાણ કરતા તેઓએ જણાવ્યું હતું કે ગુજરાતના દરિયા કિનારેથી ડ્રગ્સ ઘુસાડવાનો મોટો કારોબાર ચાલી રહ્યો છે પરંતુ દુશ્મનોના મનસૂબાને પોલીસ અને સુરક્ષાદળ દ્વારા રોકવામાં આવે છે. ગુજરાતમાં ડ્રગ્સની ઘૂસણખોરી થાય છે પરંતુ તે પકડાઈ જાય એ મોટી વાત છે. ગુજરાતના લોકો પોલીસ અને સુરક્ષા દળને સહયોગ આપે છે પરંતુ તેવું વલણ પંજાબમાં જોવા મળતું નથી. જેથી આજ ગુજરાત દેશનું આધારસ્તંભ બની ગયું છે.