નિકાસની સરખામણીએ આયાત ઘટી જતાં ક્ધટેનર માટે તંગી સર્જાઇ: ઓટો સેકટરને ખૂબ મોટી અસર: પરિવહન સરળ કરવા સરકાર પણ પ્રયત્નશીલ
વૈશ્વિક આયાત-નિકાસ ને કોરોના મહામારીની ગંભીર અસર થઈ છે. અત્યારે ધીમી ગતિએ માલની આવક જાવક થઈ રહી છે પરંતુ ’ખળે જ તગરાની ખોટ’ની ઉક્તિ સાર્થક ઠરી રહી છે. અત્યારે ઉત્પાદકો પાસે માલ તો પડ્યો છે. નિકાસ માટે માર્ગ પણ મોકળો છે પરંતુ માલ લઈ જવા માટે ક્ધટેનર જ ઉપલબ્ધ નથી આવું ભારતીય ઉદ્યોગો સાથે બનતા નિકાસમાં ક્ધટેનરની અછત ભારતને 25,000 કરોડ માં પડે તેવી સ્થિતિ છે.ભારતમાં ઓટો સેક્ટર ઝડપથી વિકસી રહ્યું છે. સ્પેરપાર્ટ વિદેશમાં નિકાસ કરવામાં આવે છે. જોકે અત્યારે દરિયાઈ માર્ગેથી ક્ધટેનરની અછત સર્જાઈ છે. છેલ્લા ઘણા સમયથી નિકાસ વધી છે. આયાત ઓછી થઈ છે. પરિણામે ક્ધટેનરની સંખ્યામાં અસંતુલન ઊભું થયું છે. દરિયાઈ માર્ગે જ માલ પરિવહન કંપનીઓને પોસાય તેમ છે હવાઈમાર્ગે પરિવહન બે ઘણું મોંઘુ પડતું હોય છે. નિકાસમાં ક્ધટેનર વધુ વપરાય છે જ્યારે આવક ખૂબ ઊંચી છે જેથી ઉત્પાદકો પાસે માલ તો પડ્યો છે પરંતુ મોકલવો ખૂબ મોંઘો છે પરિણામે સરચાર્જ લાગે છે આ સરચાર્જ રૂપિયા 25,000 કરોડ જેટલો છે.
અત્યારના સમયે બજાજ ઓટો સહિતના ઓટોમોબાઇલ સેક્ટરના મસમોટા માંધાતાઓ ક્ધટેનરની અછતના કારણે પરેશાન થઈ રહ્યા છે એક્સપોર્ટ સતત વધે છે, સામા પક્ષે ક્ધટેનર મળતા નથી. બીજી તરફ હવાઈ માર્ગે લઈ જવાતા સામાન પાછળ ખર્ચ વધુ થાય છે. ક્ધટેનર ઓછા હોવાના કારણે જળમાર્ગે પરિવહન પણ મોંઘુ પડી રહ્યું છે. અત્યારે ક્ધટેનર માટેનો સમય લોજડાઉન પહેલા કરતા ચાર ગણો વધી ગયો છે અગાઉ 30 દિવસમાં ક્ધટેનર પરત આવતા હતા હવે મહિનાઓ લાગે છે.આંકડા મુજબ જુલાઈથી સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં ક્ધટેનર દ્વારા થતો ટ્રેડ 8 ટકા ઘટ્યો હતો જોકે ત્યારબાદ ત્રિમાસિક થી ત્રિમાસિકની સરખામણીએ આવો ટ્રેડ એકાએક 47 ટકા સુધી પડી ભાંગ્યો હતો. દેશમાંથી દર વર્ષે 12 બિલિયન ડોલર જેટલો ઓટોમોબાઈલના સાધનોનો માલ નિકાસ થાય છે. અલબત્ત ક્ધટેનરની અછત મોટો પડકાર બની રહી છે દેશમાં અઠવાડિયે 100000 ક્ધટેનર આવે છે પરંતુ જરૂરિયાત ખૂબ વધુ છે બીજી તરફ સ્ટોક મેન્ટેન રાખવો મુશ્કેલ બની રહ્યો છે. આવી સ્થિતિમાં સરકાર દ્વારા પણ મદદ પહોંચાડી રહી છે. સરકારે રેલવે વિભાગને ક્ધટેનરને લઇ કામ સોંપ્યું છે. રેલવે પાસે મોટા પ્રમાણમાં ખાલી ક્ધટેનર પડ્યા છે જેનો ઉપયોગ નિકાસ માટે થઈ શકે તેમ હોવાનું નિષ્ણાંતોનું માનવું છે