કોરોના મહામારીનુ સંક્રમણ ખુબજ વધવા પામેલ છે જે સમયે શહેર પોલીસ દ્વારા સરકાર દ્વારા જાહેર કરવામા આવેલ માર્ગદર્શીકાનુ પાલન નહી કરનાર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામા આવી રહેલ છે.
શહેર પોલીસ દ્વારા કરવામા આવી રહેલ કાર્યવાહી સાથે માનવતા અભિગમ અપનાવી લોકોને મદદરૂપ થવા સુચનાઓ કરેલ હોય અને જે અન્વયે બજરંગવાડી સર્કલ પાસે એકલા રહેતા 82 વર્ષના સિનિયર સિટીઝન સુરેશભાઇ કોટક જેઓ કોરોના વાયરસના સંક્રમીત હોય અને જેઓની તબીયત ખરાબ હોવાનુ પોલીસ કંટ્રોલરૂમ ખાતે માહિતી મળતા જેથી તુરતજ મુખ્ય મથક સ્ટાફ દ્વારા સુરેશભાઇ કોટકના રહેણાંક ખાતે જઇ તપાસ કરતા જણાવવામાં આવેલું જેથી ઇમરજન્સી વાહન તાત્કાલીક આવી શકે તેમ નહોય જેથી શહેર પોલીસ વિભાગની એમ્બ્યુલન્સ બોલાવી પોલીસ દ્વારા પી.પી.ઇ કીટ પહેરી સિનિયર સિટીઝન સુરેશભાઇ કોટકને તાત્કાલીક સરકારી હોસ્પીટલ ખાતે લઇજવામા આવેલ અને જયા તેઓને સારવારમા દાખલ કરવામા આવેલ. શહેર પોલીસ દ્વારા હાલના કોરોના વાયરસની મહામારી સમયે આર.પી.આઇ. એમ.એ.કોટડીયા દ્વારા સિનિયર સિટીઝન સુરેશભાઇ કોટક ઉવ.82 વાળાને તાત્કાલીક સારવાર માટે મોકલી આપી એક માનવતાનુ ઉમદા ઉદાહરણ પુરૂ પાડેલ હોય જેઓને શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા પ્રોત્સાહીત કરી પ્રસંસાપત્ર આપી સનમાનીત કરવામા આવેલ છે.