‘તાઉતે’ વાવાઝોડાનો ખતરો હજી ટળ્યો ત્યાં બંગાળની ખાડીમાં લો પ્રેસર થતા ‘યાસ’ નામનું વાવઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. ‘યાસ’ની અસર પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં જોવા મળશે. ‘યાસ’ સામે રક્ષણના પગલાં લેવા તંત્ર પહેલાથી જ સાવચેત થઈ ગયું છે. સોશ્યિલ મીડિયા પર વાયરલ થયેલો આ વિડિયો તે વાતની સાબિતી આપે છે.
LIVE: ‘વાવાઝોડા પર પળપળેની નજર, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ‘યાસ’ના આગમનથી ‘તબાહી’ની શરૂઆત
https://www.abtakmedia.com/live-hurricane-like-glimpse-arrival-of-yas-in-odisha-and-west-bengal-marks-the-beginning-of-catastrophe/
ઓડિશાના કેન્દ્રપાર જિલ્લામાં પોલીસ કર્મીઓ દ્વારા સ્થળાંતરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં નીચાણ વાળા વિસ્તારમાં જ્યાં ‘યાસ’ની અસર વધુ થઈ શકે તેવી જગ્યાએથી લોકોને ખસેડવામાં આવી રહ્યા છે. જેમાં પોલીસ કર્મી દ્વારા એક 90 વર્ષના માજીને કાવડ દ્વારા સલામત જગ્યા પર પોહચાડવામાં આવ્યા છે.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે, 90 વર્ષના માજીની શારીરિક પરિસ્થિતિ નથી કે તે ચાલીને સ્થળાંતર કરી શકે. તેથી પોલીસ દ્વારા કાવડ બનાવી માજીને લઈ જવામાં આવ્યા છે. આ વિડિયો સોશ્યિલ મીડિયા પર જોઈ લોકો પોલીસ કર્મીઓના કામને બિરદાવી રહ્યા છે.