બીજા રાજયની સરખામણીએ ગુજરાતને દારૂબંધીના કારણે ટેકસની આવકનું નુકસાન પણ પોલિસને ફાયદા હી ફાયદા
ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કાયદાના કારણે બીજા રાજયની સરખામણી ગુજરાત સરકારને કરોડો રૂપિયાનો ટેકસ ગુમાવવો પડે છે. પણ દારૂબંધીનો અમલ કરાવતી પોલીસ માટે આર્શિવાદ સમાન અને ફાયદાકારક બન્યો છે. તાજેતરમાં જ રાજય સરકારને કરોડોનું નુકસાન થતું હોવાનું કેન્દ્રીય નાણામંત્રી સમક્ષ ડેપ્યુટી મુખ્ય મંત્રી નિતિનભાઇ પટેલે જણાવી અન્ય રાજય કરતા ગુજરાતને હજારો કરોડનું નુકસાન થતું હોવાનું જણાવી ગુજરાતને વધારે ગ્રાન્ટ ફાળવવા રજૂઆરત કરી છે.
ગુજરાતમાં દારૂબંધીનો સરકાર દ્વારા કડક અમલ કરાવવા અવાર નવાર પોલીસને તાકીદ કરવામાં આવતી હોવાથી પોલીસ દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં ૧૯,૧૪૬ બુટલેગરો સામે કાર્યવાહી કરી છે. આ આંકડા કરતા કાર્યવાહી કરવાનું ટાળ્યાનો આંકડો બમણો છે. તેમજ કરેલી કાર્યવાહીમાં પોલીસ દ્વારા મોટી રકમ બુટલેગર પાસેથી ખંખેરી લીધાનું જાણકારો કહી રહ્યા છે.
રાજયમાં છેલ્લા પાંચ વર્ષમાં દારૂનો કારોબારમાં ૪૦૦ ટકાનો વધારો થયો છે. છેલ્લા બે વર્ષમાં ૧૪૮ કરોડનો દારૂ પકડાયો છે. રાજયમાં સરેરાસ ૧૪ જેટલી ફરિયાદ નોંધવામાં આવે છે. જેના પરથી જ જાહેર થાય છે કે દારૂબંધીનો અમલ કરાવવા સરકાર કટ્ટીબધ છે પણ પોલીસ દ્વારા તેનો અંગત આર્થિક ફાયદો ઉઠાવવામાં આવે છે.
ગુજરાત સ્થાપના કાળથી જ દારૂબંધી હોવાથી સરકારને એકસાઇઝ અને વેટ સહિતના વેરાની આવક મળતી નથી જેના કારણે ૧૫ હજાર કરોડનું નુકસાન સરકારને થઇ રહ્યું છે. ગુજરાતની દારૂબંધીના કાયદાને પ્રોત્સાહિત કરવા માટે બંધારણની જોગવાઇ મુજબ કેન્દ્ર સરકારે બંધારણની જોઇવાઇ આર્ટિકલ ૪૭ મુજબ વધારે ગ્રાન્ટ ફાળવવી જોઇએ તેમ ડેપ્યુટી મુખ્ય મંત્રી નિતિનભાઇ પટેલે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સિતારામને જણાવ્યું હતું.
જે રાજયમાં દારૂબંધી નથી તે રાજય દારૂના વેચાણ થકી ૧૨ થી ૧૫ કરોડની એકસાઇઝ અને વેટની આવક થાય છે. જ્યારે ગુજરાત પોલીસને દારૂબંધીનો કાયદો આર્શિવાદ સમાન બની રહ્યો છે. સરકાર માટે નુકસાનકારક બની રહ્યો છે. દારૂબંધીનો કડક અમલકરાવવા સરકાર દ્વારા અવાર નવાર પોલીસને તાકીદ કરવામાં આવે છે. ત્યારે પોલીસ દારૂ અંગેના કેસ કરીને રોકડી કરે છે. જ્યારે કેટલોક જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આંખ આંડા કાન કરી રોકડી કરવામાં આવતી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. બજેટ પૂર્વેની દિલ્હી ખાતે યોજાયેલી બેઠકમાં ડેપ્યુટી મુખ્ય મંત્રી નિતિનભાઇ પટેલે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમને ગુજરાતને વધારાની ગ્રાન્ટ ફાળવવા રજૂઆત કરી છે.