ધુળેટનાં પાવન પ્રસંગે રંગીલું રાજકોટ અનેક વિદ્દ રંગોથી રંગાઇ ગયું હતું. ત્યારે પાણી બચાવોનાં સંદેશને સાર્થક કરી રાજકોટ શહેર પોલીસ કમીશ્નરે ખુબ હર્ષ-ઉલ્લાસથી ધુળેટી મનાવી હતી. ત્યારે રાજકોટ પોલીસ કમીશ્નર અનુપમસિંહ ગહેલોતએ ‘ અતબક ’ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટ શહેર પોલીસ પરીવાર તરફથી અને મારા પરીવાર વતી સમગ્ર રાજકોટ શહેરને શુભેચ્છા આપું છું. અને આ ત્યોહાર રંગોનો ત્યોહાર છે એવી જ રીતે જીવનમાં રંગોથી લોકોનું જીવન સારી રીતે રંગાઇ જાઇ તેવી આશા વ્યકત કરું છું. સાથે સાથ તમામ હોદાઓને ભૂલીની એક મેકના થઇને ધુળેટી પર્વને મનાવવામાં આવે છે. મને ખ્યાલ છે કે આ રંગીલું રાજકોટ છે, અને રંગીલુ રાજકોટ રંગે-ચંગે રીતે રહે તે માટે હું ભગવાનને પ્રાર્થના કરું છું.
સંઘ્યાબેન ગેહલોતે કહ્યું હતું કે આજે જો ધુળેટી નો ત્યોહાર મનાવવામાં આવી રહ્યો છે અને આ રંગોના ત્યોહારને સારી રીતે મનાવી રહ્યા છીએ. જેનું કારણ એ પણ છે કે પોલીસ કર્મચારી જે ર૪ કલાક પોતાની ફરજ બજાવી રહ્યા છે તેમાં તેમને થોડી ખુશી પણ આપી શકાય જે સંદર્ભે ધુળેટી મનાવવાનો ખુબ જ આનંદની લાગણી છે. અમે આ વખતે ઓર્ગેનિક કલરોને પસંદ કર્યો છે જેથી પાણીનો પણ બચાવ થઇ શકે અને ધુળેટી ખરા અર્થમાં મનાવી શકીએ.
કલેકટર વિક્રાંત પાંડેએ કહ્યું હતું કે, રાજકોટ જીલ્લા કલેકટર વિક્રાંત પાંડેએ જણાવ્યું હતું કે, ધુળેટીએ એવો ત્યોહાર છે જેથી લોકો ભેદભાવ ભૂીલ જઇ અને વિવિધતામાં એકતાને અનુરુપ જોતા રહે તેની જ શુભેચ્છા પાઠવું છું. કારણ કે વિવિધ રંગો વિવિધતાનું પ્રતિક છે.