સાગર સંઘાણી
જામનગર જિલ્લાના જામજોધપુરમાં લેવાયેલી તલાટી ની પરીક્ષા દરમિયાન બે પરીક્ષાર્થી મહિલાઓ કે જેઓના ચાર માસ તથા બે વર્ષના બાળકોને સાથે લઈને પરીક્ષા આપવા આવ્યા હતા, અને ચાલુ પરીક્ષા દરમિયાન બન્ને બાળકોની ફરજ પર હાજર રહેલા એક મહિલા પોલીસ કર્મચારી તથા એક પોલીસ કોન્સ્ટેબલે સાર સંભાળ રાખી હતી, અને સરાહનિય કામગીરી કરી હતી.
જામનગર જિલ્લાના જામજોધપુરમાં એ.વી.ડી. કોલેજ તથા મધર ટેરેઝા સ્કૂલમાં તલાટી ની પરીક્ષા લેવામાં આવી હતી, જે બન્ને પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષાર્થી તરીકે હાજર રહેલા બે મહિલા પરીક્ષાર્થી કે જેમાં એક મહિલા પોતાનું બે વર્ષનું બાળક સાથે લાવી હતી, જ્યારે એક મહિલા પોતાનું ચાર માસનું બાળક લઈને પરીક્ષા આપવા માટે આવી હતી.
જેઓ બન્ને પરીક્ષા આપી શકે તે માટે પરીક્ષા ના બંદોબતમાં હાજર રહેલા પોલીસ કર્મચારીઓ જેમાં પોલીસ કોન્સ્ટેબલ પ્રશાંતભાઈ વસરા, તેમજ વુમન પોલીસ કોન્સ્ટેબલ નિમુબેન ચિત્રોડા, કે જે બન્ને એ ચાલુ પરીક્ષા દરમિયાન બાળકોની સાર સંભાળ રાખી હતી, અને પોતાની ફરજ ઉપરાંત પણ વધારા ની સરાહનિય કામગીરી કરવામાં આવી હતી. જેની સર્વે પરીક્ષાર્થીઓ એ પ્રસંશા કરી હતી, તેમજ બંને મહિલા પરીક્ષાર્થી દ્વારા પોલીસ કર્મચારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.