“નવી સરકારે તંત્રમાં સફાયો કરવા નિષ્ઠાવાન અને કડક પોલીસ વડાઓને જિલ્લાઓમાં નિમણૂંકો આપી”
ગઢડા ફોજદાર જયદેવ વિધાનસભા ચૂંટણીઓ પુરી કરીને તૂર્ત જ અનિવાર્ય કારણોસર બીજે દિવસે જોઈનીંગ રજા ઉપર ગયો અને મતગણતરી બંદોબસ્તમાં હાજર રહી શકયો નહિ. જયદેવનું અનુમાન હતુ કે આ મધ્યસત્ર ચૂંટણીમાં ખજુરીયાઓની ‘પીપુડી વાગવાની નથી’ અને રાષ્ટ્રીય પાર્ટીના ‘સુપડા સાફ થઈ જઈને’ રાષ્ટ્રવાદી પાર્ટીમેદાન મારી જવાની છે આથી નવી સરકારમાં નવી ઘોડી અને નવો દાવ મુજબ ખજુરીયા રાષ્ટ્રીય પાર્ટી સાથે સેટીંગ કરીને નિમણુંક પામેલા અધિકારીઓ અને પોલીસ અફસરો ફંગોળાવાના છે. પરંતુ જયદેવને પોતાના માટે હૈયે ધરપત હતી કે જો રાષ્ટ્રવાદીઓની સરકાર બને તો પણ જયદેવને ગઢડાથી બદલાશે નહિ કેમકે જયદેવે ગઢડાના કાયદેસરના પણ રાષ્ટ્રવાદી ઈચ્છીત જોખમી કાર્યો પણ ક્ધયાશાળાની પેશકદમી દૂર કરવાની તથા ઢસામાં ભયમુકત શાંતિથી મતદાન થતા તેઓ ખૂબ રાજી થયા હતા તેથી બીજાનું જે થાય તે પણ જયદેવને માટે તો રાખવા પ્રયત્ન કરશે જ પણ એ નકકી વાત હતી કે જીલ્લા પોલીસ વડાની બદલી જો રાષ્ટ્રવાદીઓ સત્તા ઉપર આવે તો સૌ પહેલા કરવાના હતા.
પરંતુ ભાવીના એંધાણ કોઈ પારખી શકયું નથી જેમ ભગવાન શ્રી રામ માટે પણ કહેવાય છે કે ‘ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. અવધની ગાદીને બદલે ૧૪ વર્ષનો વનવાસ મળવાનો હતો. તે રીતે જયદેવની પણ ધાર્યા બહાર બદલી થવાની હતી.
જયદેવ પોતાના કામે ગુજરાતથી દૂર મુંબઈ હતો પરંતુ ગુજરાતમાં ચૂંટણીના પરિણામો તેના પૂર્વ અનુમાનો મુજબ જ આવ્યા ખજુરીયાઓનું વાજુ સાવ બેસુ થઈ ગયું અને રાષ્ટ્રીય પાર્ટી ખૂબ ખરાબ હાલતથી આ ત્રીજી વખત હારી ને હેટ્રીક નોંધાવી રાજયમાં રાષ્ટ્રવાદીઓની બોલબાલા થઈ અને તેમની સરકાર રચાઈ સાથે જ પૂર્વ અનુમાન મુજબ જ આલા અધિકારીઓની બદલીનો તખ્તો ગોઠવાઈ ગયો. પરંતુ ભાવનગર પોલીસ વડાનો હુકમ થાય તે પહેલા એટલે કે તેમના હાથમાં આવે તે પહેલા આગલા દિવસે જ તેમનો ખાસ પેલો કોન્સ્ટે પોપટ શિહોર પોલીસ સ્ટેશને પહોચ્યો અને ફોજદારની સાથે ચર્ચા કરીને કહ્યું કે ‘રહેવું છે કે પછી?’ આથી શિહોર ફોજદારે સેટીંગ કરી નાખ્યું ત્યારબાદ પોપટના કહેવાથી અથવા જાતે શિહોર ફોજદારે ગઢડા ફોજદાર બીજુ સાથે ટેલીફોનથી વાત કરી કે હવે પોપટ ગઢડા તરફ આવી રહ્યો છે. અને તેના આવવાના હેતુની પણ વાત કરી.
ફોજદાર બીજુએ મુંબઈ જયદેવ સાથે વાત કરી કે હવે શું કરીશું? જયદેવે બીજુને કહ્યું તમે જાણો છો હું અહિ ફરવા નથી આવ્યો મુશ્કેલીમાં છું. છતા હું શાંત ચિત્તે કહુ છું કે હુ રજા ઉપરથી જ કયારે પાછો આવું તે નકકી નથી અને મારી હવે ગઢડા રહેવાની જરા પણ ઈચ્છા નથી તમારે ગઢડા રહેવું હોય તો તમે છૂટ્ટા ફોજદાર બીજુએ જયદેવને કહ્યું કે હું તમારો પણ વહીવટ પોપટ સાથે કરી લઉ પણ જયદેવે સ્પષ્ટ ઈન્કાર કર્યો અને ફોજદાર બીજુ મુંઝાયા ફોજદાર બીજુ છેલ્લા ચારેક મહિના દરમ્યાન બનેલા વિકટ બનાવો અને તેની અમેરિકા જવાની તાલાવેલીને કારણે તે હવે જયદેવ સિવાય એકલા ગઢડા રહેવા માગતા ન હતા. ફોજદાર બીજુએ પણ આ ભાવનગરના ખાસ પોપટ પાસે ‘હાથ ઉંચા કરી દીધા’ આથી તેજ દિવસે સાંજે પોલીસ વડાએ ગઢડાના બંને ફોજદારો બીજુ અને જયદેવની બદલીઓ ભાવનગર ખાતે લીવ રીઝર્વ કંટ્રોલમમાં કરી બદલ હુકમનો અમલ પણ કરી દીધો. નવા ફોજદાર ગઢડા હાજર થયા રાબેતા મુજબક ગુન્હાઓની પરંપરા ચાલુ થઈ ખાસ અનડીટેકેટેડ ખૂન અને લૂંટોને કારણે જનતામાં ખેગાળો થયો. પ્રજા તો ત્રાસી ગઈ પરંતુ રાજકારણીઓ મુંઝાયા કેમકે ફોજદારો નવી સરકારમાં બદલાયા તેથી જનતા તો દોષનો ટોપલો ચૂંટાયેલા પક્ષ ઉપર જ ઢોળે તે સહજ વાત હતી.
પરંતુ તૂર્ત જ ભાવનગરના પોલીસ વડા પણ બદલાયા અને સરકારે નવા એક નિષ્ઠાવાન અને અતિ કડક અધિકારીની તેમની જગ્યાએ નિમણુંક કરી નવા પોલીસ વડાએ ભાવનગર ખાતે હાજર થઈને જિલ્લાના ખાડે ગયેલા કાયદો અને વ્યવસ્થાની ગાડીને પાટે ચડાવવા માટે અને પોલીસ તંત્રને ચેતનવંતુ બનાવવા માટે સ્થિતિ સંજોગો અને કાર્યદક્ષતાનો અભ્યાસ કરી ભાવનગર ડીવીઝનના અન્ય સીનીયર અધિકારીઓ સાથે આ અંગે ચર્ચા કરી એક નાયબ પોલીસ વડા કે જેમણે અગાઉ જયદેવ સાથે અમરેલી જિલ્લામાં ફરજ બજાવેલી તેમણે ચર્ચા દરમ્યાન નવા પોલીસ વડાને જણાવ્યું કે ફોજદાર જયદેવને વગર કારણે તો બદલાવેલ છે જ પરંતુ ત્યાં તેની લોકચાહના પણ બહુ સારી છે. અને તેની કાર્યદક્ષતા અને રાજકારણીઓ જનતા અને પોલીસ દળના જવાનો પાસેથી કામ લેવાની આવડત તથા ગુનેગારો સાથે પનારો પાડવાની પધ્ધતિના વખાણ કર્યા વળી ત્રણ ચાર મહિનાના ટુંકા ગાળામાં તેની વગર કારણે ગઢડાથી બદલી કરીને ખરેખર ખાતામા ખોટુ ઉદાહરણ પડે અને કાર્યદક્ષ વ્યકિત હતોત્સાહ થાય તેવો તેની સાથે અન્યાય પણ થયો છે.
જયદેવ પોતાનું કૌટુંબીક કામ પતાવીને સીધો ભાવનગર જ હાજર થયો. ફોજદાર બીજુ ને ભાવનગર એ ડીવીઝન પોલીસ સ્ટેશનની અલકા ગેટ ચોકી ઉપર નિમણુંક મળેલ હતી. જયદેવને હવે પોતાનું પ્રમોશન નજીકના સમયમાં જ હોય વળી ભાવનગર વતનનો જીલ્લો હોવાથી ખોટા રાજકીય આક્ષેપોથી બચવા જીલ્લા બહાર જ ચાલ્યા જવાની ઈચ્છા હતી. જયદેવના જુના ચાહક મિત્રો રાજકોટ ગ્રામ્ય જિલ્લાના જસદણ પોલીસ સ્ટેશનમાં લઈ જવા ઈચ્છતા હોય જયદેવ તેમને તે અંગે હા પાડી દીધેલી, અને તે પ્રમાણે જયદેવનો રાજકોટ ગ્રામ્ય જિલ્લાનો હુકમ પણ થઈ ગયેલો પરંતુ ભાવનગરનાં નવા પોલીસ વડાએ જયદેવને કહ્યું તમારે ખોટા આક્ષેપોથી ડરવાની કોઈ જર નથી હું તમને કહો ત્યાં નિમણુંક આપી દઉ, પાછુ ગઢડા જવું છે?’ પરંતુ જયદેવે સ્પષ્ટ પણે ના પાડી દીધી, પરંતુ બુધ્ધીશાળી પોલીસ વડાએ જયદેવને કહ્યું ભલે પણ હમણા થોડા દિવસ તમે હું એક નવો ખાસ ઓપરેશન માટેનો સ્કોડ કે સેલ ઉભુ ક છું તેમાં કામ કરો. આમ જયદેવ સ્પેશ્યલ ઓપરેશન સ્કોડ ભાવનગરનો ફોજદાર બન્યો.
બીજુ બાજુ પોલીસ વડાએ તેમની રીતે રાજયનાં પોલીસ વડાને ખાનગીમાં પત્ર લખીને જાહેરહિતમાં ફોજદાર જયદેવનો જે રાજકોટ ગ્રામ્ય જિલ્લાનો હુકમ થયેલો તે રદ કરવા જણાવી દીધું અને તે રદ પણ થઈ ગયો. દરમ્યાન ગઢડાના જેબલીયા અને સોઢાતર જયદેવને મળ્યા અને તેની પાછી નિમણુંક ગઢડા કરાવવા માટે ગાંધીનગર જવાની વાત કરી પરંતુ જયદેવે સ્પષ્ટ પણે કહ્યું કે હવે તો રાજકોટ જિલ્લામાં જ જવું છે.
બીજી બાજુ રાજકોટ માટે છૂટા કરે ત્યાં સુધી જયદેવ સ્પેશ્યલ સ્કોડમાં દિલથી કામ કરવું તેમ માનતો હતો. તેથી ભાવનગર જિલ્લો જે ચાર ડીવીઝન ભાવનગર, મહુવા, બોટાદ અને પાલીતાણાના કુલ એકવીસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કામ કરવા માટે જવાનો પણ ચુનંદા અને દરેક પ્રકારની બાતમી મેળવીને સમગ્ર ઓપરેશન સફળ રીતે પૂ થાય તે માટે સક્ષમ અને જાણકાર હોવા જોઈએ પરંતુ જયદેવ હજુ જીલ્લા માટે નવો જ હતો. પરંતુ ભાવનગર વિભાગના નાયબ પોલીસ વડાએ તે કામ સરળ કરી દીધું, ભાવનગર જિલ્લાના અનુભવી જમાદારો તાજમહમદ અને એન.સી.પંડયા ઉર્ફે નવલભાઈ, જવાનો મહેન્દ્રસિંહ, ધીભાઈ, કિશોરસિંહ વિગેરેની નિમણુંક થઈ અને સ્કોડ ને નવી ઓફીસ અને નવુ ટાટા સુમો વાહન પણ ફાળવી દીધું
આમ જયદેવે બે જમાદારો, ચાર કોન્સ્ટેબલો અને ટાટાસુમો વાહન વડે વિશાળ જીલ્લામાં જે કોઈ અસામાજીક પ્રવૃત્તિઓ ચાલતી હોય તેના ઉપર ત્રાટકવાનું હતુ જો કે આમ તો આ કામગીરી ભાવનગરની લોકલ ક્રાઈમ બ્રાંચ ઉર્ફે એલસીબી કે જેમાં એક પીઆઈ બે ફોજદારો અને ઓગણત્રીસ જમાદારો કોન્સ્ટેબલો કરતા જ હતા પરંતુ નવા પોલીસ વડા જુદી જુદી શાખાઓ અને અધિકારીઓ વચ્ચે કામગીરીની સ્પર્ધા ઉભી કરી ને અસામાજીક તત્વો તથા તેમની પ્રવૃત્તિને રફેદફે કરી દેવા માગતા હતા.
સ્કોડની ઓપનીંગ કાર્યવાહી જ ખૂબ સફળ રહી એક પીપરલાની બાબર ગેંગને પકડી ભાવનગર શહેર સહિત જિલ્લાના અન્ય તાલુકા મથકોના ચોરાઉ મોટર સાયકલો જથ્થા બંધ પકડી પાડયા અને અનેક ગુન્હાતો શોધાયા પણ પોલીસ તથા પ્રજાના માથાના દુ:ખાવા જેવો પ્રશ્ર્ન આંશિક રીતે હળવો થતા છાપાઓમાં સારી એવી પ્રસિધ્ધી તો મળીજ પણ સાથે સાથે હરીફાઈ પણ ચાલુ થઈ ગઈ.
સ્કોડના જમાદાર તાજ મહમદનું સમગ્ર જીલ્લામાં બાતમીનું સા એવું નેટવર્ક હતુ તેનો લાભ લઈ જયદેવે જરા પણ થાકયા સિવાય પોતાની ફોજ લઈ સમગ્ર જિલ્લામાં ફરવા માંડયો અલંગ, તળાજા ભાવનગર વિગેરે જગ્યાઓએથી લાયસન્સ વગરનાં ફાયર આર્મ્સ રીવોલ્વર તમંચાઓ પકડી પાડયા અનેક ઘરફોડ ચોરીઓના ગુન્હા ડીટેકટ કર્યા અગાઉના સમયમાં સૌરાષ્ટ્રના લગભગ તમામ જીલ્લાઓને ધમરોળતી વેડવા ગેંગ જે મૂળ જૂનાગઢ જિલ્લાનાં ઉના તાલુકાની કુખ્યાત ‘સાતનારી’ ગેંગ તેના સુત્રધાર ધારશી ચકુ વેડવાને તેના સાગરીતો સાથે પકડી અનેક ગુન્હા ડીટેકટ કર્યા એક જમાનામાં આ ‘સાતનારી ગેંગે’ સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં નીચ અને હલકટ પ્રકારના ગુન્હાઓ પણ ચોરીઓની સાથે સાથે કરતા અને ગુન્હાકરી ગામ નહિ જીલ્લો જ બદલી નાખી રખડતુ ભટકતુ જીવન જીવતા અને પોલીસના હાથે પકડાતા જ નહિ પરંતુ આ ગેંગના સભ્યો સ્કોડના હાથે પકડાતા સ્કોડની કામગીરીની પ્રસંશા થઈ.
તે ઉપરાંત અલંગ શિપ બ્રેકીંગ યાર્ડમાં વપરાતા ઓકસીજન સીલીન્ડરો ડુપ્લીકેટ અને એસેમ્બલ બનાવતી ફેકટરીઓ તણસા અને ત્રાપજ ગામની સીમમાંથી પકડી પાડીને એકસપ્લોઝીવઝ એકટ મુજબ કાર્યવાહી કરતા ચકચાર મચી ગયેલી તે ઉપરાંત બોટાદનો એક બહુચર્ચિત વણશોધાયેલ ખૂન કેસ શોધી કાઢી ભાવનગરનાં ચિત્રાગામ પાસે આવેલ ડીવીઝનલ વર્કશોપ એસ.ટી.માં લાખો પીયાના ટાયરના જથ્થામાં આગ લગાડીને નુકશાન કરવાનો બીગાડનો ગુન્હો પણ શોધી કાઢ્યો આથી જે કામગીરી એલ.સી.બી.એ ગત આખા વર્ષમાં કરેલી તેનાથી વધારે કામગીરી જયદેવના સ્પેશ્યલ સ્કોડે એકજ મહિનામાં કરી નાખી ને જબરી ચેલેન્જ ઉભી કરી દીધી.
પોલીસ દળમાં જિલ્લા કક્ષાની આવી કોઈ શાખાની એક વખત આવી પ્રસિધ્ધી અને નામના થઈ જાય અને તે ઉપરાંત કાયદેસરની કાર્યવાહી થઈ ને પગલા લેવાવા માંડે એટલે જનતા આપોઆપ આવી શાખાનો વિશ્ર્વાસ કરી બાતમીઓ આપવા લાગે છે આ રીતે એક નનામુ પોસ્ટકાર્ડ સ્પેશ્યલ સ્કોડમાં આવ્યું જેમાં જણાવેલ હતુ કે અગાઉ ભાવનગર ઘોઘા અને અલંગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં લાખો પીયાનો ઈગ્લીશ દા રાજસ્થાન ઉદેપૂરથી લાવીને ઠાલવેલ અને માલ પકડાઈને ગુન્હા દાખલ થયેલ પણ ઈગ્લીશ દા ડમ્પીંગ કરનાર વોન્ટેડ મુખ્ય આરોપી ભારતુભા જૂનાગઢના જોષીપુરા વિસ્તારમાં મકાન ભાડે રાખી રહે છે. જયદેવે તે પત્ર પોલીસ વડા સમક્ષ રજૂ કર્યો, જૂનાગઢ જવાની મંજૂરી મળતા તે જૂનાગઢ આવી જોષીપુરામાં ભારતુભાના મકાનનું પાકુ સરનામું મેળવી સવારના સાતેક વાગ્યે તેના ઘેર રેઈડ કરી પણ ચકોર ભારતુભા એ પાછળના ફળીમાં જઈ ઘરનાં સભ્યોને દરવાજો ખોવલા જણાવ્યું જોકે તમામ પોલીસ સાદા ડ્રેસમાં જ હતા છતા આરોપી પાછળની દિવાલ ઠેકીને નાસી ગયો. જયદેવે વાત બનાવીને ઘરના સભ્યોને કહ્યું પોતે બોટાદથી આવેલ છે અને માલની ડીલીવરી લેવાની છે. પરંતુ ભારતુભા તો ગયોતે ગયો અને જયદેવ પણ રવાના થયો.
પરંતુ દસ પંદર મીનીટ પછી તુર્ત જ જયદેવ પાછો આવ્યો પરંતુ આ વખતે આરોપીનાં ઘર ફરતે જવાનો ને ગોઠવી દીધા અને જયદેવે ઘરનો દરવાજો ખખડાવ્યો ભારતુભા પોલીસ ગયા પછી તુર્ત જ પાછો આવીને બાથમમાં નહવા બેસી ગયો હતો તે ટુવાલ ભેર પાછળના ફળીયામાં થઈ દીવાલ ઠેકીને નાસવા જતા જ દિવાલ પાછળ સંતાઈને રહેલા જોંગો સાઈઝના કદાવર જવાનો મહેન્દ્રસિંહ અને ધીભાઈએ ભારતુભાને હવામાંથીજ ઉંચકી લઈ ને તે જ સ્થિતિમાં જીપમાં પધરાવ્યો
જયદેવે તેના ઘરમાંથી એક જોડી કપડા થેલીમાં નાખી જીપમાં રખાવી દીધા અને જીપ ઉપડી રાજકોટ જસદણ થઈ બોટાદ તરફ ભારતુભા એ જયદેવને પુછયું ‘કઈ તરફ?’ જયદેવે કહ્યું બોટાદ ખાતે એક ખૂનનો ગુન્હો શોધી કાઢ્યો છે. તેની તપાસમાં ! ભારતુભાને મનમાં શંકા થઈ કે નકકી આપણને પોલીસ બોટાદના ખૂન કેસમાં સેટીંગ કરી દેશે આથી ભારતુભાએ પણ જયદેવને લપટાવવાની કોશીષ કરીને કહ્યું કે ‘સાહેબ ઉદેપૂરથી ઈગ્લીશ દા ભરીને ટાટા ૪૦૭ રવાના થયેલ છે શું કરીશું? જયદેવ પણ સમજી ગયો અને બેફીકરાઈથી કહ્યું ‘ખૂન કેસની તપાસ સામે દાના કેસની શું વિસાત?’ આથી ભારતુભાએ વિનંતી કરીને કહ્યું ‘સાહેબ જે કરવું હોય તે કરજો પણ આ માલજો જેના તેના હાથમાં પકડાય તો મારીક્રેડીટ ચાલી જશે મને એક વખત એસ.ટી.ડી. પી.સી.ઓમાંથી ઉદેપૂર વાત કરવા દયો’ જયદેવને કાંઈ ખોટુ તો કરવું નહતુ પરંતુ જો આ લાખો પીયાનો ઈગ્લીશ માલ પકડાઈ જાય તો વળી પાછી મોટી કામગીરી થઈ જાય અને પ્રસિધ્ધીની બોલબાલા થાય !
આથી જયદેવે જાતે જ એકલાએ જઈ પીસીઓમાંથી ભાવનગર પોલીસ વડાને તમામ હકિકતથી વાકેફ કરી દીધા અને ઓપરેશન ટુંક સમયમાંજ થઈ જશે તેમ વાતચીત કરી દીધી જયદેવે ભારતુભાને કહ્યું જો તમારે હવે વધારે હેરાન નથવું હોય તો આ દાના વાહનને રોકયા સિવાય ભાવનગર તરફ જ આવવા દે તે શરતે જ વાત કરવા દઉ અને તેણે ઉદેપૂર વાત કરી વાહનને વલ્લભીપૂર જ આવવા દેવા કહ્યું જો કે ભારતુભાએ તેની પૂછપરછમાં પોતાના માલ ભરેલા વાહનો કયાં કયાં ઉભા રહે છે. અને તે જગ્યાના સંપર્ક ટેલીફોન નંબરો પણ તેની પાસે હતા તેમ જણાવેલું હતુ જ. જસદણ વિંછીયા થઈને આવતા રસ્તામાં પાળીયાદ ગામ આવતા પાળીયાદ ફોજદાર વાઘેલા જયદેવનામિત્ર હોય તેને પણ આ સારી કામગીરીમાં સામેલ કરી હાઈલાઈટ કરવા સાથે લીધા. યોજના મુજબ જ દા ભરેલુ વાહન વલ્લભીપૂર આવી જતા ભારતુભાને તેના સંપર્ક ફોન ઉપર જ વાત કરાવી તેવાહનને તળાજા જવા રવાના કરાવ્યું પણ પાળીયાદ ફોજદાર વાઘેલાને સુચના કરી કે તમારે આ નંબરનું વાહન વલ્લભીપૂરથી રવાના થાય તેની પાછળ પાછળ જવાનું છે જો આ વાહન કદાચ પાછુ વળીને ભાગવાની કોશીષ કરે તો તમારા વાહનથી પીછો કરીને પાડી દેવાનું છે. અને જયદેવ ટાટા સુમોમાં ભારતુભાને લઈને આગળ નીકળી ગયો અને વરતેજના ધાંધળી ગામ ત્રણ રસ્તા ઉપર ઉભો રહીતે ઉદેપૂરથી રવાના થયેલુ વાહન આવે તેની પ્રતિક્ષા કરવા લાગ્યો અને વાહન આવતા રોકીને ચેક કરતા ઉપર તો બાજરાની ગુણો નો એક થર હતો પણ તેની નીચે ઈગ્લીશ દાની પેટીઓ હકડેઠેઠ ભરેલી હતી કદાચ પ્રથમ વખત જ મારવાડી આરોપીઓ માલ સાથે પકડાયા કેમકે તે સમયે જે ઈગ્લીશ દાનો જથ્થો પકડાતો તેમાં લગભગ આરોપીઓ રેડહેન્ડેડ પકડાતા નહિ બંને આરોપીની તપાસ કરતા ખરેખર આ માલ કોને આપવાનો હતો તેની ખાત્રી કરવા ડ્રાયવરની અંગઝડતીમાંથી એક પોકેટ ડાયરી મળી આવી જેમાં માલની ડીલીવરી લેનાર વ્યકિતનું નામ લખેલુ હતુ ‘ડીસમીસ્ડ પોલીસ કોન્સ્ટેબલ ભાવનગર !’
આથી સ્કોડના જવાનો ખુશ થઈ ગયા અને જયદેવને કહ્યું કે સાહેબ આ ડીસમીસ પો.કો. વર્ષોથી ઈગ્લીશદાનો નોનસ્ટોપ ધંધો કરે છે. પણ તેનો માલ પકડાતો જ નથી તેની ઉપર બે ચાર ઈગ્લીશ બોટલોના અસંખ્ય કેસો થયેલા છે. પણ ધંધો બંધ કરતો નથી કેમકે તરત જામીન ઉપર છૂટી જાય છે. વળી નાનો જથ્થાનો કેસ થતા હોય તેની ‘પાસા’ તળે પણ ધરપકડ થઈ શકતી નથી. અને જયારે પોલીસ કેસ કરે ત્યારે અનેક ફરિયાદો અને આક્ષેપો રેઈડીંગ પાર્ટી ઉપર કરતો હોય આખા શહેરની પોલીસ તો ઠીક પણ જિલ્લા કલેકટર પણ ઈચ્છે છે કે જો આ વ્યકિત ઉપર મોટા જથ્થાનો કેસ થાય તો પાસા કેસમાં લાંબો સમય જેલમાં મોકલી શકાય ! આથી આ મારવાડી ડ્રાયવરની પોકેટ ડાયરીઓ જબ કામ કરી દીધું !
વરતેજ પોલીસ સ્ટેશનમાં આ બે મારવાડી ઉપરાંત ડીસમીસ પોકો વિધ્ધ નામ જોગ પ્રોહીબીશન એકટ મુજબ એફઆઈઆર દાખલ થઈ આશરે સાડા છ લાખ પીયાનો વિશાળ જથ્થામાં ઈગ્લીશ દા સાથે આરોપીઓ પકડાતા ફરીથી જયદેવના સ્પેશ્યલ સ્કોડ સાથે પાળીયાદ ફોજદાર વાઘેલાને પણ મોટો યશ મળી ગયો. બીજે દિવસે ફરી છાપાઓમા ફોટાઓ સાથે હેડ લાઈન ‘ખુશીયાં હી ખુશીયા હો, દામન મેં જીન કે…’ સાથે સમાચારો છપાતા અને ખાસ તો પેલા ડીસમીસ પો.કો.નું નામ ફરિયાદમાં પહેલેથી જ હોય પોલીસ દળમાં આનંદની લહેરખી પસાર થઈ ગઈ કે હવે શૂળ ગયુ પાસામાં લાંબો સમય જેલમાં જયારે પીયાસીઓનાં મોઢા કડવા ઝેર થઈ ગયા કે હવે ‘માલ’ની પારાયણ થશે ! અને તેમજ થયું.