ગુજરાતના સોનું સુદ એવા નીતિન જાની એટલે આપણા પ્રિય કોમેડિયન ખજુરભાઈ. ગુજરાતના યુટ્યૂબર ખજૂરભાઈ એટલે નીતિન જાની. તેઓ યુટ્યૂબરની સાથે સમાજસેવી તરીકે પણ ઉભરી આવ્યા છે. આખા ગુજરાતમાં તેઓ હાલ લોકપ્રિય બન્યા છે. તેઓ અવાર-નવાર જરૂરીયાત મંદોની મદદે આવતા હોય છે. પીએમએ પણ તેમની નોંધ લીધી છે તેઓ થોડા દિવસો પહેલા ગોંડલના સાંઢીયા પુલ પાસે અસામાન્ય પરિવાર રહેતો હોઇ તેની જાણ ખજૂર ભાઇને થઇ હતી અને તેમની મદદે દોડી આવી ગોંડલના નગરજનોને પણ શ્રમદાન કરવા આહવાન કર્યું હતું. ત્યારે આજ રોજ રાજકોટ જીલ્લા વહીવટી તંત્ર તેમની વ્હારે આવ્યું હતું.
રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આજ રોજ સરાહનીય કાર્ય કરવામાં આવ્યું હતું. ગોંડલમાં મનોદિવ્યાંગ પરિવારના ઘરે જઈ આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ અને રાશનકાર્ડમાં નામ ઉમેરવાની કામગીરી કરવામાં આવી હતી. વૃદ્ધ દંપતી માટે નિરાધાર વૃદ્ધ પેન્શન સહાય પણ મંજૂર કરવામાં આવ્યું હતું.
શું છે આ પરિવારની કહાની ??
ગોંડલના રત્નાભાઇ ભુરાભાઇ પરમાનો પરિવાર કે જેમાં 5 દીકરાઓં છે, ત્રણ જવાન દીકરી પણ છે. તેઓ ગોંડલના સાંઢીયા પુલ પાસે રહે છે. બાળકો મનોદિવ્યાંગ છે માટે વૃદ્ધ માં બાપ તેમનું સતત ધ્યાન રાખે છે અને આ આખી રાત અસામાન્ય દીકરા દીકરીઓને રોજ બાંધીને રાખતા હતા ત્યારે ખજુરભાઈ દ્વારા એક સરસ મકાન બનાવીને આ પરિવારનું જીવન સુધારી નાખ્યું છે. ઘરની બહાર જાળીઓ રાખવામાં આવી છે જેના લીધે બાળકોને ભવિષ્યમાં પણ ક્યારેય બાંધી રાખવાનો વારો ન આવે. આ તકે તેમણે લોકોને શ્રમદાન કરવા પણ અપીલ કરી હતી.