ગુજરાતના યુટ્યૂબર ખજૂરભાઈ એટલે નીતિન જાની. તેઓ યુટ્યૂબરની સાથે સમાજસેવી તરીકે પણ ઉભરી આવ્યા છે. આખા ગુજરાતમાં તેઓ હાલ લોકપ્રિય બન્યા છે. ત્યારે આ ફેમસ યુ-ટ્યુબર ગોઠવાઈ ગયા છે. ખજુરભાઈને પોતાની જીવનસાથી મળી ગઈ છે અને તેમની આજ રોજ સગાઇ થઈ હતી.
નીતિન જાનીએ આજ રોજ સગાઇ કરી હતી. તેમની મંગેતરનું નામ દવે છે, ખજુરભાઈની સગાઇ બારડોલી ખાતે મીનાક્ષી સાથે થઈ હતી. ઇનસ્ટાગ્રામ પોસ્ટ કરીને પોતાના ફેન્સ સાથે આ ખુશી શેર કરી હતી.
નીતિન અને મીનાક્ષી પોતાની સગાઈમાં ખુબ જ સુંદર લાગી રહ્યા છે. બન્નેએ મેચિંગ કપડા પહેર્યા હતા. બંને રીંગણ અને સફેદ કલરના કપડા પહેરીને ટ્રેડીશનલ લુકમાં આવ્યા હતા. ગુજરાતમાં ગરીબોના સોનું સુદ તરીકે ઓળખાતા ખજુર ભાઈ ઉર્ફે નીતિન જાનીની પસંદને સિંગિંગ એટલે કે ગાવાનો શોખ છે. તેમણે તેમના ગાયેલા 2-3 કેરેઓકે ટ્રેક પણ પોસ્ટ કર્યાં છે.
પોતાની આવકનો સદઉપયોગ કરીને ખજુરભાઈએ અનેક લોકોની મદદ કરી છે. તેમણે થોડા સમય પહેલા અવી અને જયની મદદ કરી હતી અને તે બન્નેનું પીએમને મળવાનું સપનું પણ પૂર્ણ કર્યું હતું.