સૂર્યની પરિક્રમા દરમિયાન પૃથ્વીએ ચંદ્ર અને સૂર્યની વચ્ચે એવી રીતે આવે છે કે ચંદ્ર ધરતીની પૃથ્વીની છાયાથી ઢંકાય જાય છે ત્યારે ચંદ્રગ્રહણ સર્જાય છે. ભારતમાં ખગ્રાસ ચંગ્રહણ ગ્રસ્તોદય અવસ્થામાં જયારે વિશ્ર્વના અમુક દેશો-પ્રદેશોમાં ખગ્રાસ ચંગ્રહણનો અભુત અવકાશી નજારો મંગળવાર તા. 8 મી નવેમ્બરે જોવા મળવાનો છે, આશરે 3 કલાક 40 મિનિટનો અવકાશી નજારો આહલાદક જોવા મળવાનો છે.
ભારતમાં ગ્રહણના મોક્ષ સમયે આશરે 3 થી 4 મિનિટ જ ગ્રસ્તોદય નજારો લોકો જોઈ શક્વાના છે. ભારતમાં સદીઓથી ગ્રહણ સંબંધી ગેરમાન્યતા પ્રવર્તતે છે તેના ખંડન કાર્યક્રમોનું ભારત જન વિજ્ઞાન જાથાએ રાજયવ્યાપી આયોજન ર્ક્યું છે. ગ્રહણ માત્ર ને માત્ર પિરભ્રમણની રમત, ભૂમિતિની રમત સિવાય કશું જ નથી. નકારાત્મક આગાહીઓની હોળી કરવામાં આવશે. ચંગ્રહણ નરી આંખે જોવામાં કશું જ નુકશાન નથી.
જાથાના ચેરમેન, એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે સંવત ર079 ના કાર્તિક પુનમ મંગળવાર તા. 8 મી નવેમ્બરે મેષ રાશિ, ભરણી નક્ષત્રમાં થનારૂ ખગ્રાસ ચંગ્રહણ ભારતમાં ગ્રસ્તોદય અવસ્થામાં જોવા મળશે.
ભારતીય સમય મુજબ ભૂમંડલે ગ્રહણ સ્પર્શ : 14 કલાક 39 મિનિટ 1ર સેકન્ડ , ગ્રહણ સંમિલન : ૧૫ કલાક 46 મિનિટ 39 સેકન્ડ , ગ્રહણ મધ્ય : 16 કલાક 29 મિનિટ 11 સેકન્ડ , ગ્રહણ ઉન્મીલન : 17 કલાક 11 મિનિટ 36 સેકન્ડ , ગ્રહણ મોક્ષ : 18 કલાક 19 મિનિટ 03 સેકન્ડ , ગ્રહણનું ગ્રાસમાન : 1.364, સંપુર્ણ ગ્રહણ હાલ 03 કલાક 40 મિનિટ રહેવાનું, મધ્ય 01 કલાક રપ મિનિટ સ્થિરતા રહેશે.