સાયલા તાલુકાની પ્રાથમિક શાળાના ૧૯૧૫૮ વિદ્યાર્થીઓને બે જોડી પોલીવસ્ત્ર ગણવેશ વિતરણનો કાર્યક્રમ યોજાયો
ખાદી ગ્રામોધોગ સાથે સંકળાયેલા છેવાડાનાં વિસ્તારના કારીગરોને પાયાની સુવિધાઓ મળી રહે તે માટે રાજય સરકાર અનેકવિધ પ્રયાસો કરી રહી છે. ખાદી ઉધોગક્ષેત્રે વિપુલ સ્વરોજગારીની તકો રહેલી છે. ખાદી ગ્રામોધોગ થકી ગ્રામ્ય વિસ્તારનાં છેવાડાના ખાદી વણાટ કારીગરોને વિપુલ પ્રમાણમાં સ્વરોજગારીની તક મળી રહેશે તેમ ગુજરાત રાજય ખાદી ગ્રામોધોગ બોર્ડના અધ્યક્ષ કુશળસિંહ પઢેરિયાએ રાજસોભાગ આશ્રમ ખાતે ગુજરાત રાજય ખાદી ગ્રામોધોગ બોર્ડ અમદાવાદ દ્વારા આયોજીત સાયલા તાલુકાના સરકારી પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓને બે જોડી પોલીવસ્ત્ર ગણવેશ વિતરણ કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાનેથી જણાવ્યું હતું.
આ તકે પૂર્વ રાજયમંત્રી જયંતીભાઈ કવાડિયા તેમજ રાજસોભાગ આશ્રમના આધ્યાત્મક રાહબર એવા નલીનભાઈ કોઠારીએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, ખાદી એ વસ્ત્ર નથી વિચાર છે તેમ જણાવી રાજય સરકારે સાયલા તાલુકાની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ઓગણીસ હજારથી વધારે વિદ્યાર્થીઓને બે જોડી પોલીવસ્ત્ર ગણવેશ આપી રાજયમાં ખાદી ઉધોગને પ્રોત્સાહન આપી ગાંધી વિચારધારાને આગળ ધપાવવા રાજય સરકારે પ્રયાસો કર્યા છે.
તેઓએ વધુમાં રાજયમાં ખાદીનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થાય અને તેના થકી કારીગરોને રોજગારીની તકો મળી રહે તે માટે રાજય સરકારનાં પ્રયાસો રહ્યા છે.
આ પ્રસંગે અધ્યક્ષ સર્વ શંકરભાઈ દલવાડી, કુશળસિંહ પઢેરિયા, પૂર્વ રાજયમંત્રી જયંતિભાઈ કવાડિયા તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દિપપ્રાગટય તેમજ સાયલા તાલુકાની પ્રાથમિક શાળાના ૯૨૫૧ વિદ્યાર્થીઓ અને ૯૯૦૭ વિદ્યાર્થીનીઓ મળી કુલ ૧૯૧૫૮ બાળકોને બે જોડી પોલીવસ્ત્ર ગણવેશનું વિતરણ કરવામાં આવેલ હતું. મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કાર્યક્રમની સફળતા માટે શુભેચ્છા સંદેશ પાઠવેલ હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com