વિશ્વના મેરૂ સમા મહામાનવ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો આજે જન્મ દિવસ છે. યુનો દ્વારા આજરોજ ગાંધીજીના જન્મ દિવસને વિશ્વ અહિંસા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
મહાત્મા ગાંધીજી જયારે દક્ષિણ આફ્રિકાથી સ્વદેશ પરત ફરીને 1915માં અમદાવાદના કોચરલ આશ્રમ ખાતે પ્રથમ એક હાથશાળા અને વણકરને વસાવી વેદકાળ અને રામાયણકાળથી આપણા રાષ્ટ્રીય અસ્મિતાની ધરોહર સમાન ખાદી વસ્ત્રોને પુન: સ્થાપિત કરી ખાદિ વિચાર આવ્યો.
ગાંધી જયંતિ નિમિતે એક જ દિવસ રૂ. 10 લાખથી વધુની ખાદીની ખરીદી કરતા નગરજનો
રાજકીય અગ્રણીઓ, ફિલ્મી હસ્તીઓ, રંગમંચના કલાકારો અને ખાસ કરીને યુવા ધનમાં વધી રહેલો ‘ખાદી’ નો ક્રેઝ
ખાદી જે હાલના સમયમાં ખુબ જ મોટું રોજગાર પૂરો પાડતો ઉઘોગ બનેલ છે. યુવાનો પણ આ ખાદીને નવી ફેશનમાં ઢાળી અને તેને વધુને વધુ અપનાવી રહ્યાં છે. વિદેશીઓ પણ આપણા ખાદી તરફ વળ્યાં છે. આઝાદી સમયે ખાદી સ્વદેશી કાપડનો મંત્ર હતો. અને આઝાદી પછી પણ આજે સુધી ખાદીની લોકપ્રિયતા અકબંધ રહી છે. એટલું જ નહી પરંપરાગત વસ્ત્રોની બજારમાં ફેશન આઇકોન તરીકે પોતાની જુદી જ ઓળખ ઉભી કરી શકી છે. આજે ટોચના નેતાઓ સહિત સામાન્ય લોકો પણ ખાદીના કપડાંને પસંદ કરી રહ્યાં છે.
આજથી ત્રિકોણબાગ ખાતે આવેલા ખાદી ભવન ખાતે ગુજરાત ખાદીના વસ્ત્રોની ખરીદી પર રપ ટકા, જયારે પરપ્રાંતિય ખાદીના વસ્ત્રોની ખરીદી પર 15 ટકા વળતર આપવાનો પ્રારંભ થયો છે. આગામી 31 માર્ચ 2024 સુધી વળતરનો લાભ સૌ કોઇ લઇ શકે છે.
ખાદીના વસ્ત્રોમાં ઝભ્ભા, કુર્તા, શર્ટ, સાડી:, ઓઢણી, રૂમાલ, ટુવાલ સહિત યગસ્ટને ગમતું ડેનીમમાં પણ નવ કલર ઉ5લબ્ધ છે. આજની ફેશનને અનુરુપ ડિઝાઇનરે ડિઝાઇન કરેલ, વસ્ત્રોની માંગ વધી છે. આજે બહોળી સંખ્યામાં ખાદી પ્રેમીઓએ રૂ. 90 લાખથી વધુ ખાદીના વસ્ત્રોની ખરીદી કરી હતી.
મોકોપોલો અને ટેવનિયર જેવા વિદેશીઓએ ખાદી માટે કવિતા લખેલ
ચરખો એ એક હાથ વડે ચલાવી શકાતું યંત્ર છે. જેના વડે કપાસના રૂમાંથી બનાવેલ પુણીને કાંતીને સુતર તૈયાર કરી શકાય છે. ચરખાનો ઉપયોગ કુટિર ઉઘોગ સ્વરુપે આપણા દેશમાં મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. ભારત દેશના સ્વતંત્રતા સંગ્રામના સમયે ચરખો આર્થિક સ્વાવલંબનનું પ્રતિક બની ગયો છે. ઇ.સ. 1500 સુધીમાં ખાદી વણાટ અને હસ્તકલાનો ઉઘોગ પૂર્ણ રીતે વિકસીત હતો. સને 1702 માં એકલા ઇગ્લેન્ડમાંથી ભારતમાં બનેલી 10,53,725 પાઉન્ડ જેટલા મુલ્યની ખાદીની ખરીદી કરાઇ હતી. માર્કોપોલો અને ટેવનિયર જેવા વિદેશીઓએ ખાદી માટે કવિતાઓ પણ લખી છે. ટેવનિયરની ડાયરીમાં ખાદીના વસ્ત્રની મુદુતા મજબુતાઇ, બારીકાઇ અને પારદર્શિતાની ઘણી પ્રસંશા કરવામાં આવેલ.
ખાદીનું મહત્વ
ખાદી વસ્ત્ર માટે બનાવવામાં આવતું સૂતર હાથ વડે ચલાવવામાં આવતા ચરખાની સહાયતા વડે બનાવવામાં આવે છે. ખાદી વસ્ત્રોની ખાસ વિશેષતા એ છે કે તે શરીરને ગરમીની ઋતુમાં ઠંડુ અને શિયાળાની ઋતુમાં ગરમ રાખે છે. ભારત દેશની સ્વતંત્રતાના આંદોલનના સમયમાં ખાદીનું ખુબ જ મહત્વ રહ્યું છે. ગાંધીજીએ ઇ.સ. 1920 પછીના દશકમાં ગામડાઓને આત્મનિર્ભર બનાવવા માટે ખાદીના પ્રચાર પ્રસાર પર ખુબ જ જોર આપ્યું હતું. આજે પણ ભારતમાં રાષ્ટ્રઘ્વજ માત્ર ખાદીના કાપડમાંથી જ બનાવવામાં આવે.
કૃષિ મંત્રી રાઘવજી પટેલ, ધારાસભ્ય ઉદય કાનગડ સહિતના આગેવાનોએ 3 લાખથી વધુની ખાદીની કરી ખરીદી
દર વર્ષે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગાંધી જયંતિએ સામુહિક ખાદી ખરીદી કરવામાં આવતી હોય છે. ત્યારે આજરોજ રાજકોટમાં ત્રિકોણ બાગ ખાતે ખાવેલી ખાદી ભવન ખાતે કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ, ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, રમેશભાઇ ટીલાળા, ડો. દર્શિતાબેન શાહ, મેયર નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, વિરેન્દ્રસિંહ ઝાલા, માધવભાઇ દવે, અશ્ર્વિન મોલીયા, તથા વિવિધ સમાજના આગેવાનો શહેર ભાજપના તમામ સંગઠનના હોદેદારો મોટી સંખ્યામાં ઉ5સ્થિત રહી સામુહિક ખાદી ખરીદી કરી હતી ભાજપના આગેવાનો દ્વારા અંદાજે 3 લાખથી વધુની ખાદીના વસ્ત્રોની ખરીદી કરી હતી.
ડિઝાઇનરે ડિઝાઇન કરેલી ખાદીના વસ્ત્રોની જબ્બર માંગ: જીતેન્દ્ર શુકલા
‘અબતક’ સાથેની વાતચીતમાં ખાદી ભવનના મેનેજર જીતેન્દ્રભાઇ શુકલાએ જણાવ્યું હતું કે, દર વર્ષે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિની દેશભરમાં ઉજવણી કરવામાં આવે છે. ગાંધીજી ખાદીને પ્રાધાન્ય આપતા હતા. તેથી તેમની જન્મ જયંતિએ ખાદી ગ્રામોઘોગ દ્વારા ખાદીની ખરીદી પર વિશેષ વળતર આપવામાં આવે છે. આજથી ગુજરાત
ખાદીની ખરીદી પર રપ ટકા તથા પરપ્રાંતિય ખાદીની ખરીદી પર 1પ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યા છે. આ વળતર આજથી શરુ થઇ 31 માર્ચ 2024 સુધી ખાદી ભવનો ખાતે આપવામાં આવશે.
અમારે ત્યાં ખાદીમાં બધી જ વસ્તુઓ ઉ5લબ્ધ છે. જેમાં રેડીમેટ શર્ટ, ઝભ્ભા, કુર્તા, પેન્ટ, ડ્રેસ મટીરીયલ, રેડીમેટ મટીરીયલ, રૂમાલ, ટુવાલ સહિતની તમામ વસ્તુઓ ઉપલબ્ધ છે. યુવા વર્ગને પસંદ પડે તેવા ડેનિમમાં 9 કલર ઉપલબ્ધ છે. જેનો યુવા વર્ગ ખુબ જ બહોળી સંખ્યામાં ખરીદી કરી રહ્યાં છે. હવે તો ડીઝાનરે તૈયાર કરેલા કપડાની ખુબ જ માંગ વધી રહી છે. આજે સવારે 10 વાગ્યે કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ, શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, મેયર નયનાબેન પેઢડીયા સહીતના ભાજપના આગેવાનો મહાનુભાવો એ પરંપરાગત ખાદીની ખરીદી કરી હતી. ભાજપના આગેવાનો એ અંદાજે 3 લાખ રૂપિયાની ખાદીની ખરીદી કરી હતી અને આજે સાંજ સુધીમાં 10 લાખથી વધુની ખરીદી થશે જ તેવી અમને આશાં છે.