ગીર-સોમનાથ જીલ્લામાં ઓક્ટોબર માસ એટલે રાષ્ટ્રપિતા પૂ.મહાત્મા ગાંધીજીની પ્રિય એવી ખાદી ખરીદીની સિઝન કહેવાય છે. સોમનાથ જીલ્લા વડા મથકે 1968થી ખાદી ભંડાર વેંચાણ કાર્યરત છે. ખાદી ભંડારના સંચાલક પ્રવિણ પટ્ટણીએ જણાવ્યું કે ઓક્ટોબર-2022માં 7, 30, 170 એટલે કે સાત લાખ ત્રીસ હજાર એકસો સીતેર રૂપિયાની ખાદી વેંચાઇ. જ્યારે વર્ષ-2021ના ઓક્ટોબર માસમાં તા.1-10-21 થી 31-10-21 સુધીમાં 6, 19, 490ની ખાદી વેંચાઇ હતી.

આમ ગત વરસ કરતાં 1, 10, 680ની ખાદી વધુ વેંચાઇ જો કે ખાદી ઉપર તા.30-11 સુધી ચાલુ જ રહેશે. જેમાં ગુજરાત સુતરાવ ખાદી ઉપર 40 ટકા અને પરપ્રાંત ખાદી ઉપર 20 ટકા વળત્તર મળતું રહેશે.

વેરાવળ વિદ્યુતનગર સોસાયટી પાસે રહેતા નિવૃત્ત એડવોકેટ કનુભાઇ જોષી કાયમી ધોરણે ખાદી પહેરે છે અને તમામ વપરાશનાં આઇટમો ખાદીની જ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.