એસ.ટી. અમારી સલામત સવારી સુત્રના ધજીયા ઉઠયા
રાજકોટથી લોધીકા તરફ આવતી જતી બસો ખખડધજ હાલતની તથા કિલોમીટર પૂર્ણ કરી દીધેલ હોય અવાર નવાર બ્રેક ડાઉન થતા મુસાફર જનતા ત્રાહીમાન પોકારી ગયેલ છે. આ અંગે ચાંદલીના મહેશભાઇ સોરઠીયા, વિનુભાઇ ઘેટીયા, દિલીપભાઇ ધીયાળે કરેલ રજુઆત મુજબ લોધીકા તાલુકા મથકનું ગામ છે. અહીં વિવિધ સરકારી કચેરીઓ આવેલ હોય લોકોની અવર જવર રહે છે, લોકો એસ.ટી. બસોમાં મુસાફરી કરે છે. પરતુ લોધીકા રુટમાં દોડતી ઘણી બસો કીલોમીટર પૂર્ણ કરેલ તેમજ ખખડધજ હાલતની હોય અવાર નવાર બ્રેક ડાઉન થાય છે. પરિણામે મુસાફરો સમય સમય પર પોતાના કામ સ્થળે પહોંચી શકતા નથી અને પારાવાર હાલાકી ભોગવે છે. તે ઉપરથી જ ખ્યાલ આવી શકે છે કે એસ.ટી. દ્વારા આ બધા રુટો ઉપર કેવી ખખડધજ બસો ફાળવેલ છે તે જ પ્રમાણે અનેક બસ રુટો તેમના નિર્ધારીત સમયમાં દોડતા નથી જેમાં રાજકોટ ચાંદલી બપોરે ૧૨.૧૦ કલાકે ઉપડતી બસ, રાજકોટ-દાણીધાર બપોરે ૧૨.૩૦ કલાકે ઉપડતી બસ જેના પરિણામે અભ્યાસ પૂર્ણ કરી પોતાના ગામ તરફ જતાં વિઘાર્થીઓનો સમય વેડફાઇ છે પરિણામે તેમના અભ્યાસ અસર પડે છે. વિઘાર્થીઓનો સમય વેડફાઇ છે પરિણામે તેમના અભ્યાસમાં અસર પડે છે.
એ જ પ્રમાણે એસ.ટી. તંત્ર દ્વારા આ તરફના બસ રુટોમાં પણ કોઇ ફેરફાર નહી કરવાથી સવારે લોધીકાથી રાજકોટ તરફજવા ટુંકા ગાળામાં એક સાથે ત્રણ ત્રણ બસો ભેગી થઇ જ પરિસ્થીતી થાય છે પરિણામે બસો ખાલી દોડે છે. એસ.ટી. તંત્રને નુકશાન થઇ રહેલ છે. પરંતુ ડેપો મેનેજર દ્વારા સંતોષકારક કામગીરી થતી ન હોવાની મુસાફરોમાંથી ફરીયાદ ઉકેલ છે. ત્યારે આ પંથકમાં દોડતી ખખડધજ બસોના સ્થાને સારી ક્ધડીકશનની બસો ફાળવવામાં આવે તથા અનિયમીત રુટો સમયસર દોડાવવા તંત્ર દ્વારા પગલા લેવાય તેવી મુસાફરોમાંથી માંગણી થયેલ છે.